ગર્ભવતી મહિલાઓને એક્સપર્ટ પણ નથી બતાવતા ચાઈલ્ડ બર્થ સાથે જોડાયેલી આ 10 બાબતો, તેને જાણી લેવું તમારા માટે ફાયદેમંદ રહેશે….

0

આ કારણને લીધે થાય છે સુજન..

જ્યારે કોઈ મહિલા માં બનવાની હોય છે, તો તેને આવનારા નાના મેહમાન અને ખુદનું ધ્યાન રાખવા માટેની સલાહ આપવામાં આવતી હોય છે. માત્ર ઘરના વડીલો જ નહી, ડોક્ટર્સ પણ ઘણા પ્રકારની સલાહ આપતા રહેતા હોય છે. જન્મ બાદ બાળક સ્વસ્થ રહે અને ડીલીવરી નોર્મલ થઇ શકે, તેના માટે ડાઈટથી લઈને એકસરસાઈજ સુધીની દરેક પ્રકારનું જ્ઞાન મળતું રહેતું હોય છે.

ડીલીવરી બાદ બાળકનું ધ્યાન કેવી રીતે રાખવું જોઈએ, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ સહીત ઘણી વાતો શીખવનારા લોકો મળી જતા હોય છે. પણ પોસ્ટ પ્રેગનેન્સી સાથે જોડાયેલા અમુક તથ્યો એવા પણ છે, જેના વિશે ગર્ભવતી મહિલાને સામાન્ય રીતે કોઈ નથી જણાવતું.

તો ચાલો આજે અમે તમને એવા જ અમુક તથ્યો વિશે કહેવા જઈ રહ્યા છીએ, જેને જાણીને તમે પ્રેગનેન્સી બાદ મહિલાના શરીર અને જીવનમાં આવનારા બદલાવોને વધુ સારી રીતે સમજી શકશો.

  1. ‘પુપ’ થવું છે કોમન:


બાળકને જન્મ આપવા માટે જોર લગાવવું પડે છે અને આ સમયે ‘પુપ’ થઇ જવું કોઈ મોટી વાત નથી. એમ પણ ઘણીવાર તો શૌચનાં સમયે જ બાળક જન્મ લેતું હોય છે. જો તમારી સાથે પણ તેવું થાય અને તમે ક્યાય જોયું હોય તો તેમાં ઘબરાવાની જરૂર નથી.

2. નહિ રહે બ્રોડ:

જો વજાઇનલ ચાઈલ્ડબર્થ થયું છે તો વજાઈના હંમેશા જ બ્રોડ રહેતું નથી. તે સમયની સાથે સાંકડું બની જાય છે અને નોર્મલ સ્થિતિમાં આવી જાય છે.

3. બેબી બમ્પ ચુંટકીઓમાં નથી થતું ગાયબ:

બેબી યુંટેરસમાં હોય છે, માટે બેબી બમ્પ જોવા મળે છે. તો જયારે બેબી નો જન્મ થઇ જાય ત્યારે તેને નોર્મલ થઇ જવું જોઈએ, છે ને? પણ તેવું થતું નથી. માં નો બમ્પ ચાઈલ્ડ બર્થ નાં તરત બાદ નોર્મલ સ્થિતિમાં નથી આવતું. તેમાં અમુક સમય નીકળી જાય છે.

4. તરત નથી આવતું બ્રેસ્ મિલ્ક:

ચાઈલ્ડ બર્થના અમુક દિવસો બાદ Colostrum (प्रीमिल्क) પ્રોડ્યુસ થાય છે. નોર્મલ બ્રેસ્ મિલ્ક પ્રોડ્યુસ થવામાં અમુક દિવસોનો સમય લાગે છે સાથે જ અમુક મહિલાઓને તો ઘણી મુશ્કિલો બાદ દૂધ પ્રોડ્યુસ થાય છે.

5. થાય છે બ્લીડીંગ:

ભલે જ બાળકની ડીલીવરી નોર્મલ થઇ હોય, મહિલાને 4-6 હફ્તા સુધી બ્લીડીંગ રહે છે. ખાસ કરીને બાળકના તરત જ જન્મ બાદ હેવી બ્લીડીંગ પણ થાય છે.

6. બની રહે છે સુજન:

મોટાભાગે લેબરના દૌરાન મહિલાઓને ડીહાઈડ્રેશન થી બચાવા માટે આઈવી આપવામાં આવે છે. તેના સિવાય પ્રેગનેન્સી નાં સમયે બોડીમાં ઘણી પ્રકારના ફ્લુંડ બને છે. માટે માં બન્યા બાદ મહિલાઓનો ચેહરો, એડી વગેરે સુજી ગયેલી દેખાઈ છે.

7. દરેક સમય ચિંતા:

જ્યારે કોઈ મહિલાને પોતાના ન્યુંબોર્ન માં કે તેની કોઈપણ આદતમાં કાઈપણ બદલાવ દેખાય છે તો તેને વારંવાર એવું જ લાગે છે કે તેની સાથે બધું ઠીક તો છે ને? આજની મોમ્સ પાસે તો ગુગલ છે. તે દિવસમાં કમસે કમ 50 વાર આ બાબત વિશે સર્ચ કરતી રહે છે.

8. કરે છે કંપેયર:

મેં ઘણીવાર દોસ્તોને પણ કહેતા સાંભળ્યું છે કે, ‘યાર તેની દીકરી તો ખુબ જ ક્યુટ છે’. આ સાંભળીને મને બહુ અજીબ લાગ્યું હતું. પણ કદાચ જ્યારે એક મહિલા માં બને છે તો ન ઇચ્છવા છતાં પણ તે પોતાના બાળકની તુલના બીજા બાળકો સાથે કરવા લાગે છે.

9. પાર્ટનર સાથે પણ બદલાઈ છે રિશ્તો:

બાળકના આવ્યા બાદ તમે પતિ-પત્ની માંથી એક માતા-પિતા બની જાવ છો. તમારી જવાબદારીઓ વધી જાય છે અને તમારું વધુ પડતું ધ્યાન તમારા બાળક તરફ જવા લાગે છે. બેહતર છે કે આ નવા મહેમાનની જવાબદારી તમે બંને સાથે મળીને સંભાળો.

10. ખુદને વધુ બેહતર સમજવા લાગે છે:

માં બન્યા બાદ માત્ર શારીરિક જ નહી, પણ ઘણા એવા માનસિક બદલાવ પણ આવે છે. મહિલા પહેલા કરતા વધુ ભાવુક બની જાય છે. તે પોતાની કમજોરીઓ અને તાકતો ને વધુ બેહતર તરીકાઓથી સમજવા લાગે છે. તે પહેલા કરતા વધુ જિમ્મેદાર માણસ બની જાય છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.