ગર્ભવતી મહિલાના ઓપરેશન દરમિયાન ડોક્ટરો ઝગડી પડ્યા અને બાળક ના જીવતું રહી શક્યું

ડૉક્ટર્સને આપણા સમાજમાં ભગવાનનું સ્થાન આપવામાં આવે છે કારણ કે તે લોકોના જીવનને બચાવે છે. પરંતુ આ વિડિઓ જોયા બાદ, બધાને ખાતરી થશે કે આ ડોકટરોને ભગવાન તરીકે ગણવામાં આવે છે, કારણ કે વીડિયોમાં દર્શાવેલ ડોકટરો દર્દી વિશે પણ કાળજી લેતા નથી અને ઓપરેશન થિયેટરમાં લડાઈ કરવાનું શરૂ કરે છે.

હાલમાં જ આ ચોંકાવનારી ઘટના બહાર આવી છે કે જોધપુરની એક હોસ્પિટલમાં ડોક્ટરોની વચ્ચે ઝગડો થયો અને એ દરમિયાન  ગર્ભવતી મહિલાના બાળકનું મોત થઈ ગયું. રીપોર્ટ અનુસાર ઓપરેશન થિયેટરમાં ડૉક્ટરો મહિલાની સર્જરી સાઈડ માં રાખીને ઝઘડવા લાગ્યા જેથી બાળક જીવતું ના રહી શક્યું.આ આખી ઘટના કેમેરામાં કેદ થઇ ગઈ છે

 

આ વિડીયોમાં ચોક્ખું સંભળાય છે કે બધા વચ્ચે બોલાચાલી થઇ રહી છે આ ઘટના જોધપુરની ઉમૈદ હોસ્પિટલની છે, જ્યાં એક ગર્ભવતી મહિલાનું ઓપરેશન કરવામાં આવી રહ્યું હતું. હોસ્પિટલમાં મેડિકલ સુપ્રિટેન્ડેન્ટે કહ્યું, “જ્યારે મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી ત્યારે ભ્રૂણની હાલત નાજૂક હતી, હાર્ટબીટ લો હતા. જોકે, આપણે આ ઘટના કઈ રીતે થઇ એનું ઈન્વેસ્ટીંગેશન કરીશું ”

 

જુવો વિડીયો:

 

https://www.facebook.com/ravinder.jangid.10/videos/pcb.1404200266365294/1404200249698629/?type=3&theater

17 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે ગુજરાતનું લોકલાડીલું આપણું ફેસબુક પેઈજ લાઈક કર્યું ?
દોસ્તો, આ પોસ્ટ ગમી હોય તો તમારા મિત્રો ને પણ શેર કરી મોકલજો.. જય જય ગરવી ગુજરાત!