ગર્ભાવસ્થા ના દરમિયાન બાળકને રાખવા માગો છો? સલામત તો ભૂલથી પણ મહિલાઓ ન કરો આ 5 કામ….

0

દરેક મહિલાના જીવનમાં ”માં” બનવું સૌથી બેસ્ટ ફીલિંગ હોય છે કેમ કે તેની આ કઠિન યાત્રા માં ઘણા એવા ઈમોશન અને માતૃત્વ ની ભાવના શામિલ હોય છે. ખાસ કરીને જયારે પહેલું બાળક થાય ત્યારે આ અનુભવ પોતાનામાં ખાસ હોય છે. ગર્ભાવસ્થા ના દરમિયાન મહિલાઓને પોતાની સાથે સાથે બાળકનું પણ ધ્યાન રાખવું પડતું હોય છે અને એવી ચીજોનું પણ ધ્યાન રાખવું પડતું હોય છે કે જેને લીધે બાળક પર નકારાત્મક અસર ન પડે.આજે અમે તમને એવી જ ચીજો વિશે જણાવીશું જે મહિલાઓ ને ગર્ભાવસ્થા ના દરમિયાન ક્યારેય પણ કરવી ન જોઈએ. તો આ બાબતો હંમેશા યાદ રાખો કે જેથી આવનારું બાળક સ્વસ્થ રહે.

1. લડાઈ-ઝગડો:ગર્ભવતી મહિલાઓએ ખુદ ને શાંત અને સંયમિત રાખવી જોઈએ જેનાથી બાળક પર નેગેટીવી અસર ના પડે. નાની-નાની વાતો પર ગુસ્સો થવાથી બાળકના મગજ પર ઊંડી અસર પડે છે અને આ આદત ને ગર્ભાવસ્થા ના દરમિયાન દૂર જ રાખો.

2. વધુ પડતું ટેંશન લેવું:ઘણીવાર વધુ ટેંશન લેવાથી પોતાની સાથે સાથે ગર્ભ પર પણ અસર પડે છે. હંમેશા ખુદને ખુશ રાખો અને આસપાસ પણ ખુશી બનાવી રાખો.

3. વધુ ચા કોફી ન પીઓ:ચા અને કોફી માં કૈફીન મળી આવે છે જે શરીરના બ્લડ પ્રેશર અને હાર્ટ રેટ ને વધારવાનું કામ કરે છે. ગર્ભ ના દરમિયાન દિવસમાં નોર્મલ થી વધુ ચા-કોફી પીવી સ્વાસ્થ્ય માટે હાનિકારક થઇ શકે છે.

4. ડોક્ટર્સ ની સલાહ સિવાય ની દવાઓ:મોટાભાગે લોકો નાની-મોટી બીમારીઓ જેમ કે તાવ, શરદી, ખાસી અને માથાનો દુખાવો વગેરે માટે મેડિકલ સ્ટોર થી પોતાની જાતે કોઈપણ દવાઓ લઇ લેતા હોય છે પણ ગર્ભ ના સમયે ડોકટરની સલાહ વગર ની કોઈપણ દવા ન ખાઓ. કેમ કે આવું કરવાથી ઉલ્ટું રિએક્શન પણ થઇ શકે છે.

5. ઊંચી હિલ પહેરવી:ગર્ભાવસ્થા ના દરમિયાન તમારું પેટ ફુલાઈ જાતું હોય છે અને વજન પણ વઘી જાતો હોય છે એવામાં તમારી સેન્ટ્રલ ગ્રેવિટી પણ ચેન્જ થઇ જાતિ હોય છે. આ સ્થતિ માં ઊંચી હિલ વાળી સેન્ડલ પહેરવાથી તમારા પગમાં સોજો આવી શકે છે અને સાથે જ બેલેન્સ ના રહેવાથી પડી જાવાના ચાન્સ પણ વધી જાય છે. માટે આવા સમયમાં માત્ર નોર્મલ ચપ્પલ જ પહેરો.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here