ગર્ભાવસ્થા દરમિયાન આવી લાગતી હતી ટોપની 9 અભિનેત્રીઓ, પછી પોતાને કરી એકદમ ફિટ – જુઓ ફોટો અને રસપ્રદ વિગતો…

0

બોલીવુડ અભિનેત્રીઓની તો વાત જ અલગ છે તેમની સુંદરતાના તો ઘણા બધા લોકો દીવાના છે. એક તરફ જ્યાં ઉંમર વધવાની સાથે સાથે ઘણી મહિલાઓની સુંદરતા ઘટતી જતી હોય છે પણ બોલીવુડની અભિનેત્રીઓ બાબતમાં આવું નથી હોતું. તેઓની સુંદરતા તો ઉંમર વધતાની સાથે વધારે ને વધારે વધતી જાય છે. ફક્ત સુંદરતાની બાબતમાં જ તેઓ આવા નથી તેઓ બધી બાબતમાં જેવી પહેલા હતી એવી જ રહે છે. વાત કરીએ ગર્ભાવસ્થાની તો આજકાલની યુવતીઓ એટલા માટે ગર્ભવતી નથી થવા માંગતી કેમ કે ડિલીવરી પછી તેમનું શરીર બેડોળ થઇ જશે આ બીક તેઓને હોય છે. પણ બોલીવુડની અભિનેત્રીઓ સાથે આવું નથી થતી. આજે તમને જણાવીશું કે બોલીવુડની અભિનેત્રીઓ પોતાની ગર્ભાવસ્થા દરમિયાન કેવી લાગતી હતી.

કરીના કપૂર : કરીના કપૂર એ ગર્ભાવસ્થા દરમિયાન વજન ખુબ વધાર્યું હતું અને આજે જયારે તૈમુરના જન્મને આટલા મહિના થઇ ગયા છે ત્યારે કરીનાને જોઇને કોઈ કહી શકે નહિ કે તેણે થોડા મહિનાઓ પહેલા જ એક બાળકને જન્મ આપ્યો હશે. તૈમુરના જન્મના ૧૪ મહિનામાં જ કરીનાએ પોતાનું વજન અને બોડી હતા એવાને એવા જ બનાવી દીધા છે. બોલીવુડમાં કરીના સિવાય એવી ઘણી અભિનેત્રીઓ છે જેમણે ડિલીવરી પછી પોતાનું શરીર અને વજન એ પહેલા કરતા પણ વધુ સારું બનાવી લીધું છે અને તેઓ વધારે સુંદર દેખાઈ રહી છે.

એશ્વર્યા રાય બચ્ચન : એશ્વર્યાએ ૨૦૦૭માં ફિલ્મ ગુરુ પછી અભિષેક બચ્ચન સાથે લગ્ન કરી લીધા હતા. તેના લગ્નના ૪ વર્ષ પછી ૨૦૧૧માં આરાધ્યાનો જન્મ થયો હતો. ડીલીવરી પહેલા તેનું પણ વજન ઘણું જ વધી ગયું હતું પણ ડીલીવરીના થોડા જ મહિનાઓ પછી ફિલ્મમાં કમબેક સાથે તેણે પોતાનું વજન ફરીથી હતું એવુંને એવું જ કરી દીધું હતું અને તે અત્યારે પહેલા કરતા પણ વધુ સુંદર દેખાઈ રહી છે.

રાની મુખર્જી : બોલીવુડમાં ઘણી જ હીટ મુવી આપ્યા પછી વર્ષ ૨૦૧૪માં તેણે આદિત્ય ચોપડા સાથે લગ્ન કરી લીધા હતા. લગ્નના એક વર્ષ પછી તરત જ તેની દિકરી આદીરાનો જન્મ થયો હતો. રાનીએ પણ પ્રેગનન્સી દરમિયાન પોતાનું વજન ઘણું જ વધારી લીધું હતું પણ પછી હિચકી મુવીમાં તે પહેલા હતી એવી ને એવી જ દેખાઈ હતી. સમાચાર મુજબ અત્યારે રાની એ ડાયરેક્ટર આનંદ એલ રાયની ફિલ્મ જીરો માં કેમિયો કરતી દેખાઈ હતી.

શિલ્પા શેટ્ટી : હાલ શિલ્પા એ ૪૨ વર્ષની છે પણ તેનું સ્વાસ્થ્ય અને બોડી એ જેવું પહેલા હતું એવુંને એવું જ છે. વર્ષ ૨૦૦૯માં તેણે બિઝનેસમેન રાજ કુન્દ્રા સાથે લગ્ન કર્યા હતા. લગ્નના ૩ વર્ષ પછી તેના દિકરા વિવાનનો જન્મ થયો હતો અને તેણે ડીલીવરી પછી વજન ઘટાડવા માટે યોગનો આશરો લીધો હતો.

કાજોલ : બોલીવુડમાં પોતાની એક્ટિંગથી બધાને દિવાના બનાવી દીધા હતા. ત્યારે તેણે ૧૯૯૯માં અજય દેવગણ સાથે લગ્ન કર્યા હતા. લગ્નના ૩ વર્ષ પછી તેમની દિકરીનો જન્મ થયો અને વર્ષ ૨૦૧૦માં તેમના દિકરાનો જન્મ થયો હતો. બે બાળકોની માતા હોવા છતાં આજે પણ કાજોલ એ ફીટ અને ફાઈન છે. કાજોલ એ શાહરૂખ સાથે ઝીરોમાં જોવા મળી છે.

લારા દત્તા : લારા એ વર્ષ ૨૦૧૧માં ટેનીસ ખેલાડી મહેશ ભૂપતિ સાથે લગ્ન કર્યા હતા. તેના લગ્નના એક વર્ષ પછી જ દિકરીનો જન્મ થયો હતો અને ત્યારબાદ લારાએ બહુ જડપથી પોતાનું વજન અને યોગ્ય બોડી પરત મેળવી લીધું હતું. લારા છેલ્લે વર્ષ ૨૦૧૩માં ફિલ્મ ડેવિડમાં દેખાઈ હતી.

મંદિરા બેદી : મંદિરા બેદીએ ફિટનેસની બાબતમાં કોઈને પણ પાછળ પાડી શકે છે. જાણીને નવાઈ લાગશે પણ હાલ તેની ઉંમર ૪૫ વર્ષ છે. ૪૫ વર્ષની મંદિરાને બે પુત્ર છે. બે બાળકોના જન્મ પછી પણ મંદિરા બહુ ફીટ દેખાઈ રહી છે.

અમૃતા અરોરા : પ્રેગનેન્સી સમયે અમૃતાનું પણ વજન ખુબ વધી ગયું હતું પણ પછી તેણે યોગ અને કસરતથી તેણે પોતાનું વજન ફરીથી ઘટાડી દીધું હતું.

જેનીલીયા : રીતેશ દેશમુખ સાથે લગ્ન પછી જેનેલિયા એ બોલીવુડમાંથી ગાયબ થઇ ગઈ છે. હાલ તે બે પુત્રોની માતા છે પણ તેને જોઇને લાગતું નથી. જેનેલિયા એ આજે પણ એટલી જ સુંદર અને ફીટ દેખાઈ રહી છે જેટલી તે ફિલ્મ જાને તું ય જાને ના સમયે હતી.

સોહા અલી ખાન : પ્રેગનન્સી દરમિયાન સોહાનું પણ વજન ખુબ વધી ગયું હતું પણ ડિલીવરી પછી તેણે પણ તેનું વજન અને બોડી હતું એવુંને એવું કરી દીધું છે.

Author: GujjuRocks Team
બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here