ગર્ભ માં બાળક કેવા વિચારો કરે છે અને કેવી પીડા સહન કરે છે ? દરેક મહિનામાં બાળક શું કરે છે ? વાંચો આર્ટિકલ

0

ગર્ભાવસ્થા – શું કહે છે આપણો ધર્મ અને આપણું શાસ્ત્ર

કહેવાય છે કે અભિમન્યુ એ એની મા ના ગર્ભ માં જ ચક્રવ્યૂહ ની રચના ને સમજી લીધી હતી પણ ચક્રવ્યૂહ ને ભેદવા ની ક્રિયા જાણવા સમય એ એની મા ની આંખ લાગી ગઈ હતી જેને કારણે જ્યારે મહાભારત માં એ પરિસ્થિતિ આવી તો અભિમન્યુ ને ચક્રવ્યૂહ ભેદવા ની કળા નહતી આવડતી. સુભદ્રા હોય કે કયાધુ બધા એ ગર્ભ માં જ એના શિશુ માં ઉત્તમ સંસ્કાર નાખવા નું કાર્ય કર્યું છે.

સોળ સંસ્કારો માં પણ આ કથિત છે.

આપણા હિન્દૂ ધર્મ માં સોળ સંસ્કારો નું વર્ણન કરવા માં આવ્યું છે. એમાંના બીજા સ્થાન પર છે પુંસવન સંસ્કાર. કહેવાય છે કે કોઈ પણ બાળક મોટું થઈ ને કેવો મનુષ્ય બનશે, કેવુ આચરણ કરશે ,કેવો વ્યવહાર કરશે એ બધું એની મા ના ગર્ભ માં મળવા નું શરૂ થઈ જાય છે.

શું હોય છે પુંસવન સંસ્કાર?

પુંસવન સંસ્કાર નો ઉદ્દેશ્ય બળવાન ,શક્તિશાળી તેમજ સ્વસ્થ સંતાન ને જન્મ દેવા નો છે. આ સંસ્કાર થી ગર્ભવસ્થા માં શિશુ ની રક્ષા થાય છે અને ઉત્તમ સંસ્કારો થી પૂર્ણ બનાવવા માં આવે છે. ઈશ્વર ની કૃપા ને સ્વીકાર કરવા અને એમના પ્રતિ કૃતજ્ઞતા પ્રગટ કરવા માટે પ્રાર્થના તેમજ યજ્ઞ નું કાર્ય સંપન્ન કરવા માં આવે છે. સાથે જ આ કામના કરવા માં આવે છે કે એ સમય પૂર્ણ થવા પર પરિપક્વ રૂપે ઉતપન્ન થાય.

કેવો હોય છે મા નો ભૃણ સાથે સંબંધ.

એક મા નો એના બાળક સાથે કેવો સંબંધ હોય છે એને શબ્દો દ્વારા જણાવવું તો અસંભવ છે પણ એક મહિલા માટે દુનિયા નો સૌથી સારો સમય હોય છે જ્યારે એ મા બને છે. એની પેહલા તો એને એ એહસાસ પણ નથી હોતો કે જિંદગી કેટલી અધૂરી હતી. આજકાલ ની ઝડપી અને બગડેલ જીવન શૈલી ના એક નવા જીવન ને જન્મ દેવું એ કોઈ સ્ત્રી માટે બોજ રૂપ લાગે. પણ એ એક ખૂબ જ સારો અનુભર છે કે તમે ઈશ્વર પછી પૃથ્વી પર એવી છો જે નવા જીવન ની કૃતિ કરવા માં સક્ષમ છે.

શું કહે છે ગરુણ પુરાણ?

માન્યતાનુસાર ,ભગવાન વિષ્ણુ ના પરમ ભક્ત ગરુણ ને સ્વયં વિષ્ણુજી એ જે શીખ આપી હતી ,એને ગરુણ પુરાણ ના રૂપ માં ભક્ત મેળવે છે. આ પુરાણ માં જીવન મૃત્યુ ,સ્વર્ગ ,નર્ક ,પાપ પુણ્ય ,મોક્ષ ને મેળવવા વગેરે ઉપાયો વિસે વિસ્તારમાં જણાવવા માં આવ્યું છે. એની સાથે જ ગરુડ પુરાણ માં એ પણ જણાવવા માં આવ્યું છે કે શિશુ ને માતા ના ગર્ભ માં શું શું કષ્ટ સહન કરવા પડે છે અને એ કઈ રીતે ભગવાન નું સ્મરણ કરે છે.

શું છે પ્રથમ મહિના ની વાત?

ગરુણ પુરાણ મુજબ , એક મહિના માં શિશુ નું મસ્તક બની જાય છે અને પછી બીજા મહિના માં હાથ વગેરે અંગો ની રચના થાય છે. ત્રીજા મહિના માં શિશુ ના એ શારીરિક અંગો ને આકાર મળવા નો પ્રારંભ થાય છે. જેમ કે આંગળીઓ ઉપર નખ આવવા , ત્વચા ઉપર રોમ , હાડકા ,લિંગ ,નાક ,કાન ,મોઢું વગેરે અંગો બનતા જાય છે.

ત્રીજા મહિના માં શું થાય છે?

ત્રીજો મહિનો પૂરો થતા કે ચોથો મહિના શરૂ થવા પર જ થોડા સમય માં ત્વચા ,માંસ ,રક્ત ,મેદ ,મજ્જા નું નિર્માણ શરૂ થઈ જાય છે. પાંચમા મહિના માં શિશુ ને ભૂખ પ્યાસ લાગવા નું શરૂ થઈ જાય છે. છઠ્ઠા મહિના માં શિશુ ગર્ભ નજ ઝીલ્લી થી ઢંકાઈ ને માતા ના ગર્ભ માં ફરવા લાગે છે.

છઠ્ઠા મહિના માં બેહોશ પણ થઈ શકે છે શિશુ.

ગરુણ પુરાણ અનુસાર છઠ્ઠા મહિના પછી જ્યારે શિશુ ને ભૂખ મહેસૂસ કરવા લાગે છે અને માતા ના ગર્ભ માં એનું સ્થાન બદલવા લાગે છે ,ત્યારે એ થોડો કષ્ટ પણ ભોગવે છે. માતા જે ખાદ્ય પદાર્થ ગ્રહણ કરે છે એ એની કોમળ ત્વચા ને અડકી ને નીકળે છે . એવું મનાય છે કે એ કષ્ટો ને કારણ ઘણી વખત બાળક માતા ના ગર્ભ માં બેહોશ પણ થઈ જાય છે. માતા જો તીખું ,મસાલેદાર કે ગરમ તાસીર વાળું ખાવા નું ખાય તો એ બાળક ની ત્વચા ને કષ્ટ દઈ શકે છે.

સાતમા મહિના માં ઈશ્વર ને યાદ કરે છે.

માતા ના ગર્ભ માં રહેલ શિશુ જેવું સાતમા મહિના માં આવે છે, એને જ્ઞાન ની પ્રાપ્તિ થઈ જાય છે. ત્યારે એવું માનવા માં આવે છે કે એ એમની ભાવનાઓ વિસે વિચારે છે આ એક માન્યતા નથી. એ સમય શિશુ એ વિચારે છે કે અત્યારે તો હું ખૂબ કષ્ટ માં છું પણ જેમ બહાર જઈશ એમ ઈશ્વર ને ભૂલી જઈશ. ગરુડ પુરાણ ને અનુસાર ,પછી માતા ના ગર્ભ માં રહેલ શિશુ ભગવાન ને કહે છે કે હું આ ગર્ભ થી અલગ થવા ની ઈચ્છા નથી ધરાવતો કારણકે બહાર જવા થી પાપા કર્મ કરવા પડે છે ,જેના થી નર્ક વગેરે પ્રાપ્ત થાય છે. એ કારણે ખૂબ દુઃખ થી વ્યાપ્ત છું તો પણ દુઃખ રહિત થઈ ને તમારા ચરણો નો આશ્રય લઈ ને હું આત્મા થી સંસાર નો ઉધ્ધાર કરીશ.

નવ મહિના સુધી પ્રાર્થના કરે છે કે.

માતા ના ગર્ભ માં પુરા નવ મહીના શિશુ ભગવાન ને પ્રાર્થના કરે છે ,પણ આ સમય પૂરો થતાં જ્યારે પ્રસુતિ ના સમય વાયુ તાત્કાલ બહાર નીકળે ,તો એને કાંઈ યાદ નથી રહેતું. સાયન્સ ને અનુસાર મા ના ગર્ભ થી બહાર આવતા શિશુ ને ઘણી પીડા નો સામનો કરવો પડે છે જેને કારણે એના મસ્તિક પર ઘણો જોર પડે છે. શાયદ એ જ કારણ છે કે એમને કાંઈ યાદ નથી રહેતું.

ગર્ભ થી બહાર બાળક જ્ઞાનરહિત

ગરુણ પુરાણ ને અનુસાર પ્રસુતિ ની હવા ની જેમ જ શ્વાસ લેતો શિશુ માતા ના ગર્ભ થી બહાર નીકળે છે તો એને કોઈ વાત નું જ્ઞાન પણ નથી રહેતું. ગર્ભ થી અલગ થઈ ને એ જ્ઞાન રહિત થઈ જાય છે, એને કારણે જન્મ સમય એ તે રડતો હોય છે. પણ ધર્મો ને આધાર એ કહેલ વાતો નો વૈયજ્ઞાનિક સાક્ષ્ય પણ છે. એટલા માટે કહેવાય છે કે માતા પિતા અને આસપાસ ના માહોલ અને આચરણ નો અસર બાળક પર સૌથી પેહલા પડે છે. તો તમે સારું સાહિત્ય વાંચો ,સારી વાતો સાંભળો ,ધ્યાન ,યોગ કરો જેથી થવા વાળા બાળક માં સારા મૂલ્યો નો વાસ થાય.

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here