ગરમીઓની છુટ્ટીઓમાં ઓછા ખર્ચે વિદેશ ફરવા જવા માટેનું વિચારી રહ્યા છો, તો જાઓ આ 5 લાજવાબ જગ્યાઓ પર..

0

ઉનાળાની ભરપુર ગરમીની શરૂઆત થઇ ચુકી છે એવામાં જો તમે તમારા પરિવાર સાથે વિદેશ જવાનું વિચારી રહ્યા છો, પણ બજેટને લઈને તમે પ્લાન કેન્સલ કરી દેવા માગો છો, તો હવે ટેન્શન લેવાનું છોડી દો. કેમ કે અમે અહી તમને અમુક એવા વિદેશી લોકેશન વિશે કહેવા જઈ રહ્યા છીએ જે ઓછા બજેટમાં તમને ગરમીઓના દિવસોમાં ભરપુર મજા અપાવશે. ઓછા બજેટ પર તમે આ 5 વિદેશી જગ્યાઓ પર આરામથી હરી ફરી શકો છો.

1. બાલી:તમે જોયું હશે કે મોટાભાગે તમારા દોસ્તો કે પળોશીઓ બાલી ફરીને આવતા હોય છે અને તમે વિચારતા હશો જે તેઓની પાસે ફોરેન ટ્રીપ માટે આટલા પૈસા ક્યાંથી આવ્યા? તો અમે તમને જણાવી દઈએ કે બાલી જવા માટે તમારે મોટા બજેટની જરૂર નથી. તમે ઓછા બજેટમાં પણ અહી ફરીને પાછા પણ આવી શકો છો. ખાસ વાત એ છે કે અહી એક મહિનાની છુટ્ટીઓ વિતાવવા માટે પણ વિઝા ફ્રી માં મળી જાય છે. ભારત અને ઇન્ડોનેશિયાની કરેંસીમાં જમીન આસમાનનો અંતર છે. એટલો કે તમે ત્યાં જઈને ખુદને અમીર મહેસુસ કરવા લાગશો. જો કે ઇન્ડોનેશિયા ની કરેંસી પણ રૂપિયો જ છે, પણ અહી 471 ભારતીય રૂપિયાના બદલે 1,00, 000 ઇન્ડોનેશિયન પાઉન્ડ રૂપિયા મળે છે. તો બની ગયાને તમે પણ અમીર? જો કે બાલી સિવાય તમે ઈન્ડોનેશિયાના નાના-નાના દ્વીપ પણ ફરી શકો છો.

2. થાઈલૈંડ:બૌદ્ધ ધર્મનું પ્રમુખ સ્થળ થાઈલૈંડ પણ ખુબ જ સુંદર છે અને તમે સસ્તામાં અહીની સૈર આરામથી કરી શકો છો. પટ્ટાયા, કોરલ, આઈલૈંડ, ફ્લોટિંગ બજરા અને પ્રાચીબ બૌદ્ધ મંદિર વગેરે અહીની ફેમસ જગ્યાઓ છે. થાઈલૈંડનાં સુંદર પહાડો અને સમુદ્રી કિનારાઓ તમારી રજાઓની મજા અનેક ગણી વધારી દેશે. પ્લેનથી થાઈલૈંડ જવાનો ખર્ચ  17 થી 20 હજાર સુધીનો હશે. માત્ર 600 રૂપિયામાં તમને અહી હોટેલમાં રૂમ મળી શકે છે. જો તમારું બજેટ 35 હજાર રૂપિયા છે તો તમે આરામથી થાઈલૈંડ જઈને પરત પણ આવી શકો છો.

3. મલેશિયા:તમારા શેહર ની ચમચમાતી ગરમીમાંથી રાહત મેળવવા માટે જો તમે કોઈ સસ્તી એવી વિદેશી જગ્યાના તલાશમાં છો તો મલેશિયા તમારા માટે એકદમ બેસ્ટ જગ્યા છે. અહી ન તો વધુ ગરમી હોય છે ન તો ઠંડી. ફરવાના હિસાબે અહીનું મૌસમ એકદમ યોગ્ય છે અને અહી ફરવા માટે કેવ્સ, પેટ્રોનોસ ટ્વીન ટોવર, મલક્કા, જેટીંગ હિલ જેવી ઘણી જગ્યાઓ છે. મલેશિયામાં તમને એક નાઈટ સ્ટે કરવા માટે હોટેલનો સારો એવો રૂમ માત્ર 500 સુધીમાં મળી જાશે. માત્ર 40,000 ના બજેટમાં તમે મલેશિયા ફરી શકો છો.

4. સિંગાપુર:સિંગાપુર ખુબ જ સુંદર શહેર છે. અહી તમે રાતે નાઈટ સફારી ની મજા લઇ શકો છો. સાથે જ ડોલ્ફિન લગુન, નેશનલ મ્યુજીયમ ઓફ સિંગાપુર અને અન્ડરવોટર વર્લ્ડ જેવી ફેમસ જગ્યાઓ પર પણ ફરી શકો છો. 55 થી 60 હજાર રૂપિયાના બજેટમાં તમે સિંગાપુર આરામથી ફરી શકો છો. ગરમીઓની રજાઓમાં પરિવારની સાથે એન્જોય કરવા માટે સિંગાપુર બેહતરીન જગ્યા છે.

5. ચીન:તમને કદાચ વિશ્વાસ નહિ આવે પણ અહીના સામાનની જેમ અહી ફરવું પણ એકદમ સસ્તું છે. સમર વેકેશનમાં પરિવારની સાથે ફરવાની મજા લેવા માટે ચીન બેહતરીન જ્ગ્યાઓમાનું એક છે. અહી તમે ગ્રેટ વોલ ઓફ ચાઈના સિવાય ટેરાકોટા આર્મી, ફોરબિડેન સીટી અને વેસ્ટ લેક જેવી ફેમસ જગ્યાઓની સૈર કરી શકો છો. સૌથી મોટી વાત એ છે કે ચીન જાવા માટે તમારે વધુ પૈસા ખર્ચ કરવાની જરૂર નથી. માત્ર 40 હજારના બજેટમાં તમે ચીનની સૈર આરામથી દિલ ખોલીને કરી શકો છો.

તો તમે પણ પ્લાન કરી નાખો આ જગ્યાઓ પર ફરવા જવા માટેનો અને ગરમીઓના દિવસોમાં રહો તાજા-માજા અને ફ્રેશ.

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.