ગણપતિ બાપ્પા એ પોતાના પરિવાર સાથે આવશે તમારા દરેક શુભ પ્રસંગે, કેવી રીતે બોલાવશો વાંચો વિગતે…

0

આપણા ઘરમાં જયારે પણ કોઈ સારું કે શુભ પ્રસંગ કરીએ છીએ ત્યારે આપણે સૌથી પહેલા આમંત્રણ ગણપતિ બાપ્પાને આપીએ છીએ. જો તમે પણ ઈચ્છો છો કે ગણપતિ એ તમારું મંગલ કરે અને તામ્ર દરેક પ્રસંગમાં તેઓ સહપરિવાર હાજરી આપે તો તમારે તેના માટે તેમને આમંત્રણ આપવું પડશે. હા આજે અમે તમને એ જ જણાવવાના છે કે તમારે આ ગણપતિને બોલાવવા માટે શું કરવાનું રહેશે. ગણપતિનું આ મંદિર એ રાજસ્થાનના સવાઈ માધોપુર જીલ્લામાં આવેલ રણથંભોરમાં આવેલ છે. આ મંદિરને ત્રિનેત્ર ગણપતિ કહેવામાં આવે છે. અરાવલી અને વિંધ્યાચળ પર્વતમાળાની વચ્ચે આવેલ આ રણથંભોર દુર્ગમાં આવેલ ગણપતિ મંદિર એ કુદરતી દર્શન માટે અને ભક્તિ માટેનું એક આકર્ષણનું કેન્દ્ર છે. દરવર્ષે અહિયાં ભારતના ખૂણે ખૂણેથી લાખો લોકો દર્શન કરવા આવતા હોય છે. અહિયાં ઘણીબધી માનતાઓ માનવામાં આવે છે. કહેવાય છે કે આ મંદિર એ હમ્મીરદેવ ચૌહાણે બનાવડાવ્યું હતું પણ મંદિરની અંદર જે ગણપતિ છે તે સ્વયંભૂ છે.

કહેવાય છે કે આ મંદિરમાં આવેલ ગણપતિને ત્રિનેત્ર ગણપતિ કહેવાય છે અને તેમનું ત્રીજું નેત્ર એ જ્ઞાનનું પ્રતિક માનવામાં આવે છે. સમુર્ણ વિશ્વમાં આ એક એવું મંદિર છે જ્યાં ગણપતિ બાપ્પા એ પોતાના પુરા પરિવાર એટલે કે તેમની પત્નીઓ રિદ્ધિ સિદ્ધી અને બંને પુત્ર શુભ અને લાભ સાથે અહિયાં બિરાજમાન છે.

ત્રિનેત્રનું મહત્વ,રણથંભોરમાં આવેલ ત્રિનેત્ર ગણેશજી એ વિશ્વના એકમાત્ર ગણેશ છે જેમને ત્રીજી આંખ છે. ગજવંદનમ ચિત્યમમાં વિનાયકના ત્રીજા નેત્રનું વર્ણન કરવામાં આવેલ છે, લોક માન્યતા છે કે ભગવાન શિવે પોતાની ત્રીજી આંખ એ ઉત્તરઅધિકારીના સ્વરૂપે ગણપતિ બાપ્પાને આપી હતી અને તેના કારણે મહાદેવજીની બધી શક્તિઓ એ ગણપતિજીમાં આવી ગઈ. મહાગણપતિ સ્ત્રોતમાળામાં તેમના સોળ સ્વરૂપોનું વર્ણન કરવામાં આવ્યું છે. મહા ગણપતિ એ અત્યંત વિશિષ્ઠ અને ભવ્ય છે જે ત્રીનેત્ર ધારણ કરેલ છે, આ પ્રકારે માનવામાં આવે છે કે રણથંભોરએ મહાગણપતિનું સ્વરૂપ છે.

આ મંદિરની એક ખાસિયત એ છે કે અહિયાં ભક્તો એ પોતાના માંગલિક અને શુભ પ્રસંગોમાં ગણપતિને આમંત્રણ આપવા માટે નિમંત્રણ મોકલતા હોય છે. અહિયાં ભક્તો એ ગણપતિને પોસ્ટ દ્વારા કંકોત્રી કે કાગળ લખતા હોય છે, પુરા દેશમાં જે પણ ભક્તના ઘરે કોઈપણ પ્રસંગ હોય તે અહિયાં નિમંત્રણ આપવાનું ચુકતા નથી. જો તમે પણ અહિયાં આમંત્રણ આપવા માંગો છો અને ઈચ્છો છો કે ગણપતિ તમારા ઘરે પ્રસંગમાં પોતાના પરિવાર સાથે આવે તો તમારે અહિયાં જણાવેલ સરનામે આમંત્રણ કે કંકોત્રી મોકલવાની રહેશે. તમને જણાવી દઈએ કે આ તમે મોકલેલ પત્રો એ મંદિરના પુજારી એ ગણપતિ બાપ્પાને વાંચીને સંભળાવે છે આમ તેઓ એટલા માટે કરે છે ગણપતિ બાપ્પા સુધી બધા જ ભક્તોની માહિતી મળી જાય. સરનામું અહિયાં નીચે જણાવેલ છે.

શ્રી ગણેશજો, રણથંભોરનો કિલ્લો, જીલ્લો – સવાઈ માધોપુર,
રાજસ્થાન.

આટલું લખવાથી તમારો સંદેશ એ ગણપતિ સુધી પહોચી જશે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here