આજે જાણો ગણેશપૂરાના ગણપતિનો પ્રાગટ્ય ઇતિહાસ અને આવી રીતે પડ્યું ગામનું નામ ગણેશપૂરા….

0

ભગવાન ગણેશને સિદ્ધિ સિદ્ધિના દેવતા માનવમાં આવે છે. અને ભગવાન ગણેશને કોઈપણ સારા કામ કરતાં પહેલા યાદ કરવામાં આવે છે. ભગવાન ગણેશ એ દેવાધિદેવ મહાદેવ અને માતા પાર્વતીના પુત્ર છે. ભારતમાં ઘણા ગણપતિબાપાના મંદિરો આવેલા છે, જે બધાના ચમત્કાર ના કારણે દરેક મંદિરે તેનું મહત્વ અને માહાત્મય અલગ અલગ જોવા મળે છે. આપણાં ગુજરાતમાં જ ગણેશપૂરા ગામ છે ત્યાં બીરજમાન ગણેશ નું મહત્વ ખૂબ જ અનેરું છે. ગણેશપૂરા ગામમાં બિરાજમાન ભગવાન ગણેશ એ સ્વયંભૂ ગણેશ છે. તો ચાલો આજે આ લેખ દ્વારા અપાણે જાણીએ ગણેશપૂરાનો પૌરાણિક અને ઐતિહાસિક ઇતિહાસ.
આજે વાત કરવાની છે બગોદરા હાઇવે પર આવેલ ધોળકા પાસે પ્રસિદ્ધ ને સ્વયંભૂ બિરાજમાન ગણેશ મંદિરની. આજે એ આખા ગામને ગણેશપૂરા જ કહેવાય છે. આ મંદિર એ ધોળકા ની બાજુમા આવેલ કોટ પાસે આવેલું છે. આ મંદિરમાં જે ગણેશની મુર્તિ બિરાજમાન છે તે આખા ભારતમાં કોઈસ્થળે તમને જોવા નહી મળે. કેમકે આ મંદિરના ગણેશ જમણી નહી પણ ડાબી સૂંઢના છે. ઉપરાંત એકદંતી છે અને એ પણ સ્વયંભૂ મુર્તિ છે જેની ઊંચાઈ જ 6 ફૂટથી પણ વધારે છે. અમદાવાદથી 62 કિલોમીટર દૂર આવેલ આ મંદિરે જવા માટે ઘણા વાહનો મળે છે. સરાકારી બસો પણ એટલી જ મળે છે ને ખાનગી વાહનો પણ એટલા જ મળે છે.
આ મંદિરનો રસપ્રદ ઇતિહાસ ની જો વાત કરીએ તો વર્ષો પહેલા વિક્રમ સંવત હતી 933 ને મહિનો હતો અષાઢ ને તિથી હતી વદ-ચોથ ને વાર હતો રવિવાર. આ દિવસે હાથેલ માંની જમીન ના એરડાના જાળાંનું ખોદકામ ચાલી રહ્યું હતું, બરોબર એ જ સમયે એક વિશલાકાય મુર્તિ નીકળે છે. જેમાં કાને કુંડલ, પગના વાળા અને માથે મુગટ ને બીજા અલંકારો તો ખરા જ . આ બધા જ અલંકારો સોનાના હતા. આ ચમત્કારિક મૂર્તિને આખરે કયા ગામમાં સ્પાપિત કરવી, તેનો મોટો વિવાદ થયો.
કેમકે કોટ, રોજડા અને વનકુટા ગામની હદમાં આ મુર્તિ પ્રગટ થઈ હતી. મુર્તિને ગામમાં લઈ જવા માટે ગાડા તેડાવ્યા. ગાડામાં મુર્તિને ચડાવવામાં આવે છે. જેવો ગાડા સાથે બળદ જોડવા જાય છે એ પહેલા જ એ ગાડું વગર બળદે ચાલવા લાગ્યું. ને ગણપતપૂરા પાસે આવેલ એક ટેકરી પર જઈને ઊભું રહ્યું. પછી આ જગ્યા પર દૂડા ભરવાડે શક્તિની સ્તહપ ગાડું વગર બળદે ચાલવા લાગ્યું અને ગણપતિપુરાના ટેકરે ઊભું રહ્યું હતું.
મંદિર સાથે જોડાયેલ ઈતિહાસ આ જગ્યાએ દુદા ભરવાડે ત્તેમની ગોકળની સ્થાપના કરી ત્યાં જ થયો ચમત્કાર મુર્તિ ગાડામાંથી આપોઆપ નીચે ઉતરી જાય છે ને બસ ત્યારથી આ ટેકરાને ગણપતપૂરા નામ આપવામાં આવ્યું. અને બીજી બાજુ નજીકમાં જ અરણેજ ગામમાં એ જ દિવસે માતા બુટ ભવાની માતા પણ પ્રગટ થયા અને ત્યાના પૂજારી અંબાસન ના નામ પરથી એ ગામનું નામ પણ અરણેજ પાડવામાં આવ્યું હતું.
આમ ભગવાન ગણેશ એ ગણેશપૂરા ગામમાં બિરાજયા અને આજ સુધી એના પરચા અને ચમત્કાર જોઈને દિવસે ને દિવસે ભક્તિની ભીડમાં વધારો થતો જોવા મળે છે. એવું કહેવાય છે કે ગણેશપૂરામાં જે ગણેશ સ્વયંભૂ બિરાજમાન છે તેના દર્શન માત્રથી જ ભક્તોના બધા જ મનના મનોરથ પૂર્ણ થઈ જાય છે. અને તેના જીવનમાં કોઈ જ વિઘ્નો આવતા નથી.
આ મંદિરમાં દર મહિનાની વદની ચોથ ના દિવસે હજારો નહી પણ લાખોની સંખ્યામાં ભક્તો ભગવાન ગણેશના દર્શન કરવા માટે આવે છે અને દર્શન કરી ધન્યતા અનુભવે છે. અહીંયા આવતા દર્શનાર્થીઓ માટે ચા- પાણી અને જમવાની પણ સગવડતા મંદિર તરફથી જ કરેલ છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here