ગણેશોત્સવના 125 વર્ષ: ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ની ટીમ પહોંચી દગડુશેઠ હલવાઈ ગણપતિ મંદિરે

પુણે – આજથી 125 વર્ષ પહેલાં લોકમાન્ય બાલ ગંગાધર તિલકે દેશના સૌથી અધિક પૂજ્ય તહેવાર એવા સાર્વજનિક ગણેશોત્સવની સ્થાપના કરી હતી અને એની સાથે પુણેમાં માનતા માટે લોકપ્રિય ગણાતા દગડુશેઠ હલવાઈ ગણપતિ મંદિરે પણ ગણેશોત્સવ ઉજવણીના 125 વર્ષ પૂરા કર્યાં છે.

આ અવસરે ખૂબ લોકપ્રિય થયેલી હિન્દી ટીવી સિરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના નિર્માતા અસિતકુમાર મોદી ગણપતિ બાપાનાં આશીર્વાદ લેવા માટે સિરિયલના કલાકારોની સાથે દગડુશેઠ હલવાઈ ગણપતિ મંદિરે આવ્યા હતા.

અસિતકુમારે મોદીએ કહ્યું કે, અમે સૌ અહીંયા ગણપતિ બાપાનાં આશીર્વાદ લેવા માટે અમારા શોની ટીમની સાથે આવ્યાં છીએ. અહીં આવીને અમને બહુ જ સકારાત્મક વાઈબ્સ પ્રાપ્ત થયાં છે અને અહીંયાના લોકો પણ બહુ આનંદિત છે. અમારા શોની આગળની સફરમાં અમને બાપાનાં આશીર્વાદ અને માર્ગદર્શનની આવશ્યક્તા છે.

સંબંધિત એપિસોડની વાર્તાની શરૂઆતમાં ભિડે અને માધવી ગોકુલધામમાં 15 ઓગસ્ટ તથા જન્માષ્ટમીના તહેવારોની ઉજવણીનો આનંદ માણતા હોય છે ત્યારે અચાનક પોપટલાલ આવીને એમની પાસે 501 રૂપિયા માગે છે કારણ કે તેઓ દગડુશેઠ હલવાઈ ગણપતિ મંદિરના 125 વર્ષની સમાપ્તિ વિશેનો એક લેખ લખવા માટે પુણે જતા હતા. માધવી પણ પુણે જવાની વાત કરે છે અને એ પછી ભિડે, સોનૂ, ટપૂ, ચંપકલાલ, ગોલી, ગોગી, સોઢી અને અંજલિ પણ ત્યાં જવાનું નક્કી કરે છે.

આ એપિસોડ 21 અને 22 ઓગસ્ટે રાતે 8.30 વાગ્યે ‘સબ ટીવી’ પર પ્રસારિત થશે.

News source: chitralekha

17 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે ગુજરાતનું લોકલાડીલું આપણું ફેસબુક પેઈજ લાઈક કર્યું ?
દોસ્તો, આ પોસ્ટ ગમી હોય તો તમારા મિત્રો ને પણ શેર કરી મોકલજો.. જય જય ગરવી ગુજરાત!