ગણેશ ઉત્સવ ના સાતમા દિવસે જુહુ અને દાદર સમુદ્ર પર વહી આવી હજારો મરેલી માછલીઓ, કાચબા અને સાંપ….

0

મુંબઈ શહેર માં ગણેશ ઉત્સવ ના દરમિયાન મુંબઈકર્સ માં એક અલગ જ ઉત્સાહ અને હર્ષોલ્લાસ જોવા મળે છે.અહીં ગલી ગલી માં મંડપ લગાવામાં આવે છે, જેમાં મોટી-મોટી સુંદર અને વિશાળ ભગવાન ની મૂર્તિ ને 10 દિવસ માટે સ્થાપિત કરવામાં આવે છે. મુંબઈ ની સામાન્ય જનતાની સાથે સાથે મોટી મોટી હસ્તીઓ પણ આ ઉત્સવ નો હિસ્સો બને છે.મુંબઈ માટે કહેવામાં આવે છે કે આ શહેર ની રફ્તાર ક્યારેય નહિ રોકાય અને કદાચ આજ રીતે ગણેશ ઉત્સવ પોતાની પાછળ જે કચરો છોડી જાય છે એ પણ ક્યારેય નહીં રોકી શકાય. દરેક વર્ષ ગણપતિ વિસર્જનના સમયે મુંબઈ નિવાસી લોકો દૂધ અને ડૈરી પ્રોડક્ટ્સ ને પેકેટ, નારિયેળ ની છાલ સિવાય પૂજામાં ઉપીયોગમાં લેવાતી ઘણા પ્રકારની સામગ્રી સમુદ્ર તટો પર છોડી દેતા હોય છે.આ સિવાય દરેક વર્ષ ભગવાન ગણેશ ની મૂર્તિઓ નું વિસર્જન થી સમુદ્ર દુષિત થવાની સાથે સાથે જલીય જીવનને પણ ઘણું એવું નુકસાન થાય છે.આગળના ગુરુવારે જુહુ અને દાદર સમુદ્ર કિનારા પર હજારોની સંખ્યા માં મરેલી માછલીઓ, કાચબાઓ વહિને આવી ગયા હતા. જલીય જીવોને આટલી સંખ્યા માં મૌત નું કારણ પર રિસર્ચો નું કહેવું છે કે પલાસ્ટર ઓફ પેરિસ થી બનેલી મૂર્તિઓ, તેના પર લાગેલા કેમિકલ્સ યુક્ત પેંટ અને ફૂલો થી પાણીમાં રહેનારા જીવોને ખુબ જ નુકસાન ભોગવવું પડ્યું છે.અહીં દરેક કોઈ આ મરેલા સાપ, માછલીઓ અને કાચબાને જોઈને હેરાન રહી ગયા હતા. આ મરેલા જીવોની સાથે ત્યાં પલાસ્ટર ઓફ પેરિસ મળી આવ્યું. જાણવામાં આવ્યું છે કે આ મૂર્તિઓમાં ઉપીયોગમાં લેવાયેલા POP, ફૂલો, પ્રસાદ અને અન્ય ચઢાવા ના સડી જાવાને લીધે જે બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે તે જ આ જલીય જીવોના મરવાનું કારણ બન્યું છે.મૂર્તિઓને બનાવામાં આવતા પેંટ માં ક્રોમિયમ, લેડ, એલ્યુમિનિયમ અને કોપર હોય છે જે પાણીમાં ભળી જઈને ઝેર બની જાય છે. તેનાથી માછલીઓને ખુબ જ નુકસાન થાય છે. આ સિવાય POP થી પાણીમાં ઓક્સિજન ની માત્રા પણ ઓછી થઇ જાય છે. ચઢાવા ના સડી જવાની સાથે જ બેક્ટેરિયા પાણીનું ઓક્સિજન લઇ લે છે અને માછલીઓ પાણી અને ઓક્સિજન ની કમી ને લીધે મરવા લાગે છે.આ સિવાય ગણપતિ વિસર્જનની સાથે સાથે પલાસ્ટીક પણ વહીને આવ્યું છે. એવામાં રિસર્ચો ની લોકોને અપીલ છે કે તહેવાર મનાવાની સાથે જો ઇકો-ફ્રેન્ડલી મૂર્તિઓ નો ઉપીયોગ કરવામાં આવે, પર્યાવરણ ના પ્રતિ પોતાની જવાબદારી નિભાવે તો જલીય જીવનને બચાવી શકાય છે.
એવામા લોકોને આજે પણ એવું લાગે છે કે જો તેઓ સમુદ્ર ની જગ્યાએ આર્ટિફિશિયલ તળાવો માં વિસર્જન કરે, તો તેઓને તેઓની પૂજાનું ફળ અને પુણ્ય નહિ મળે.  Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here