ગણેશ ચતુર્થી થી 10 દિવસ સુધી કરો આ મંત્રનો જાપ, દરિદ્રતા થી મળશે મુક્તિ….વાંચો આર્ટિકલ

0

ગણેશ મંત્ર સાધના ભારતીય પરંપરા ના અનુસાર કોઈ પણ કામ નું શુભારંભ કરવાથી પૂર્વ ગણપતિનું સ્મરણ કે પૂજન ચોક્કસ કરવામાં આવે છે, કેમ કે આવું કરવાથી તે કામમાં આવનારી સમસ્યા સમાપ્ત થઇ જાય છે, જેને લીધે તે કામમાં જલ્દી જ સફળતા પ્રાપ્ત થાય છે. ગણપતિ નું એક વિશિષ્ટ સ્વરૂપ વિઘ્નહર્તા ના રૂપમાં પણ પ્રચલિત છે જે ભોગ અને મોક્ષ પ્રદાન કરનારા છે અને શક્તિ ના ગુણો ના સાકાર સ્વરૂપ છે, જે દેવો ના અધિપતિ છે, જેના આ મંત્ર ની સાધના થી વ્યક્તિ જીવનની દરિદ્રતા થી હંમેશા માટે છુટકારો મેળવી શકે છે.

ગણપતિ જી ની સાધના પોતાનામાં એક શ્રેષ્ઠતમ સાધના છે જે તરત ફળ દેનારી છે, તેની સાધના કરવાથી સાધક ના જીવનની દરિદ્રતા હંમેશા માટે દૂર ભાગી જાય છે. ગણેશ જી ની આ સાધના આર્થિક દ્રષ્ટિથી મહત્વપૂર્ણ સાધના કહેવામાં આવે છે, જેનાથી ગણેશ ચતુર્થી થી લઈને પુરા 10 દિવસો સુધી આ વિશેષ મંત્ર ની સાધના અનુંષ્ઠાન રોજ 7 કે 11 માળા, હળદર ની માળાથી જાપ, પ્રત્યેક વ્યક્તિ એ સંપન્ન કરવું જોઈએ, અને એમ પણ ભારતીય પરંપરા ના અનુસાર દિવાળી ના અવસર પર પણ સૌથી પહેલા ગણેશ જી ની જ પૂજા કરવામાં આવે છે. ભગવાન ગણપતિ નું વિશેષ ફળ પ્રદાન કરનારું આ વિશેષ મંત્ર સાધના જે જીવન ની સમસ્યાઓ ને મુક્તિ અપાવનારી સાધના કહેવામાં આવે છે.
આ મંત્ર ની કરો સાધના:ગણેશ સાધના પૂર્ણ સૌભાગ્ય, સૌંદર્ય અને સમૃદ્ધિ આપે છે. આ સાધના દરેક પાપો અને દોષો નો નાશ કરે છે, તંત્ર બાધા નું નિવારણ થઇ જાય છે. દરેક મનોકામનાઓ પૂર્ણ થઇ જાય છે, અને આ સાધનાથી મનુષ્ય ને મોક્ષ ની પ્રાપ્તિની સાથે ગણેશ દર્શન અને ગુરુ કૃપા પણ પ્રાપ્ત થાય છે.

મંત્ર:

।। ऊँ एकदन्ताय विहे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात् ।।

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here