ગણેશ ચતુર્થી પર મનપસંદ વરદાન મેળવવા માંગો છો કરો આ ગણપતિ મંત્રના જાપ….વાંચો આર્ટિકલ

0

આવનારી ૧૩ તારીખે ગણેશ ચતુર્થી છે અને ઘરે ઘરે અને દરેક સોસાયટીમાં ગણપતિ બાપનું આગમન થશે. દરેક લોકો ગણપતિના સ્વાગત માટે અનેક પ્રકારની તૈયારી કરતા હોય છે હસી ખુશી અને આનંદ પ્રમોદ કરતા વાજતે ગાજતે ગણપતિનું સ્વાગત કરતા હોય છે. ભગવાન ગણપતિની પૂજામાં ગણેશ મંત્ર બહુ શુભ માનવામાં આવે છે. ભગવાન ગણેશની મહિમા અપરંપાર છે. આપણા દેશમાં અલગ અલગ લોકો અલગ અલગ રીતે ગણપતિ બાપાની પૂજા અર્ચના કરતા હોય છે. આમ તો ઘણી બધી અલગ અલગ રીતો છે ગણપતિ બાપા’ની પૂજા કરવા માટેની પણ આજે અમે તમને આ લેખ દ્વારા જણાવીશું કે પૂજા દરમિયાન કેવા મંત્રનો જાપ કરવો જોઈએ અને તેનાથી શું ફાયદો થશે.

મંત્ર – वक्र तुंडाय हुम्

વિધિ : છ લાખ મંત્રનો જાપ કરીને પૂજા પૂર્ણ થશે. ત્યારબાદ શેરડી, કેળા, પૌંઆનો કેવડો, તલ, મોદક, નારિયલ અને ધાન આ બધાને સમાન પ્રમાણમાં લઈને દશાંશ હવાન કરવાનો રહેશે. આ હવન કરવાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થશે. આ વિધિ પછી ઉપર જણાવેલ દરેક વસ્તુઓ થોડા ઓછા પ્રમાણમાં લઈને તેમાં નારીયેર, કેવડો, અને મરિયા મિક્ષ કરીને એક હજાર મંત્રથી એક મહિના સુધી હવાન કરવો, આ હવન પૂર્ણ થયા પછી તમને અનેક લાભ થશે. જીરું, સિંધવ મીઠું, અને મરિયા સાથે પંદર દિવસ એક હજાર મંત્ર થી હવન કરવાથી પણ ધનલાભ મળશે. મૂળ મંત્ર દરરોજ ૪૪૪ વાર તર્પણ કરવામાં આવે તો એક જ મહિનામાં પૂર્ણ થશે તમારી મનોકામના પૂર્ણ.

ધ્યાન

उद्यदिनेश्वर रूचिं निजहस्तपद्मै:
पाशांकुशा भयवरान् दधतं गजास्यां
रक्तां वरम् सकल दुख हरं गणेशं
ज्ञायेत् प्रसन्न मखिरा भरणाभिरामम्

उच्छिष्ट गणेश

વિધિ : આ મંત્રની વિધિ કરવા માટે તમારે કોઈપણ પ્રકારની તૈયારી કે હવન નથી કરવાનો. આ મંત્ર એ તરત ફળ આપનારો મંત્ર છે. ગણપતિ એ અખૂટ ભંડારના દેવતા છે. પ્રાચીન સમયમાં આ મંત્રના જાપ કરીને અમુક સાધકો બહુ થોડા ભોજનમાં અઢળક લોકોને ભોજન કરાવતા હતા. આ મંત્રના જાપ કરો ત્યારે મોઢામાં કોઈપણ વસ્તુ હોય જોઈએ આમાં મોઢામાં ગોળ, પતાશું, લવિંગ, ઈલાયચી, પાન કાઈ પણ ચાલે, તમે ઈચ્છો તો ભોજન કરો ત્યારે પણ આ મંત્રનો જાપ કરી શકો.લવિંગ અને ઈલાયચી મોઢામાં રાખીને મંત્ર જાપ કરવાથી વશીકરણ દુર થાય છે. સોપારીથી તમને મનગમતું કામ પાર પાડી શકો છો. ગોળને મોઢામાં રાખીને મંત્ર જાપ કરવાથી અન્ન અને ધનની વૃદ્ધિ થાય છે. આવી રીતે કરવામાં આવતી પૂજાથી ગણપતિ બાપા જાતક પર કોઈપણ પ્રકારની સમસ્યા આવવા દેતા નથી.

ધ્યાન

शरान्धनु: पाशसृणि पहस्तै दधानमारक्त सरोरुहस्थम्.
विवस्त्र पतन्या सुरत प्रवृत्त मुच्छिष्ट ममवासुतमाश्रयेहम्..

मंत्र– हस्ति पिशाचि लिखे स्वाहा

વિધિ : આ મંત્રના ફક્ત ૧૬ હજાર જાપ તમને મનગમતું ફળ આપશે એવું શાસ્ત્રોમાં પણ જણાવ્યું છે. પણ જો તમે ઓછામાં ઓછા ૧૬ – ૧૬ મંત્રોના દિવસમાં ત્રણવાર જાપ કરશો તો પણ ફાયદાકારક રહેશે. આમાં કોઈપણ હવન કરવાની જરૂરત નથી. દિવસના અંતે નીચે જણાવ્યા પ્રમાણે કાર્ય કરો.

જમવાનું શરુ કરો એ પહેલા ગણપતિના ભાગની થોડી પ્રસાદ સાઈડ પર કાઢો. પછી ભોજન કરતા કરતા જાપ કરો. આવી રીતે રોજ જાપ કરવાથી તેનું ફળ મળશે. કુબેર ભગવાને પણ આ જ જાપ કરીને અનેક સિધ્ધિઓ પ્રાપ્ત કરી હતી. વિભીષણ અને સુગ્રીવે પણ આ જ મંત્રના જાપ કરીને સિહાસન પ્રાપ્ત કર્યું હતું.

हेरम्ब गणपति

મંત્ર : गुं नम:

વિધિ : એક લાખ જાપ કરવાથી કોઈપણ દેવી કે દેવતાની ઉપાસના કરવામાં આવતી કોઈપણ બધા દુર થઇ જાય છે. જાતકમાં આત્મવિશ્વાસ અને ઘરમાં પૈસા આવે છે.

लक्ष्मी-विनायक

મંત્ર : श्रीं गं सौम्याय गणपतये वर वरद सर्वजनं मे वशमानाय स्वाहा।

વિધિ : ત્રણ લાખ જાપ પછી દશાંશ હવન કરો. દ્રાક્ષના વેલા નીચે બેસીને જાપ કરવાથી ધનની વૃદ્ધિ થાય છે. આસોપાલવના ઝાડના લાકડાથી હવન પ્રજવલિત કરીને ઘી માં મિક્ષ કરેલા ચોખાની આહુતિ આપવાથી કોઈપણ જાતની મેલી વિદ્યા અને વશીકરણમાંથી મુક્ત થવાય છે. પ્રવાહી પદાર્થથી હવન કરવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.

બીજા કેટલાક સરળ મંત્ર.

गं क्षित्र प्रसादनाय नम:

વિધિ : જો કોઈપણ પૂજામાં વિઘ્ન આવી રહ્યું છે, અનેક પ્રયત્ન છતાં સફળતા નથી મળતી, અને ઘરમાં પણ અનેક પરેશાની અને કંકાસ રહે છે તો ઉપર જણાવેલ મંત્રનો રોજ એક હજાર જાપ કરવાથી થોડા જ દિવસમાં બધી તકલીફોમાં રાહત થશે.

श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वर वरद सर्वजन में वशमानाय स्वाहा.

વિધિ : જે પણ મિત્રો કોઈને આકર્ષિત કરવા માંગે છે તેમણે ઉપર જણાવેલ મંત્રનો દરરોજ જાપ કરવો જોઈએ. તમારા વિરોધીઓ તમારાથી પરાસ્ત થઇ જશે.

Author: GujjuRocks Team
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here