ગડા ઈલેક્ટ્રોનિક્સ દુકાનના માલિક જેઠાલાલ નથી, આજે મળો એનાં સાચ્ચા માલિકને, મળી રહ્યા છે આ દુકાનના ભાડાપેટે રકમ રૂપિયા **** લાખ

0

ઘણાં સમયથી આખા ભારતભરમાં જે ટી.વી સિરિયલે ડંકો વગાડયો છે અને એની ટી.આ.પી પણ ટોપ લેવલની છે એવી નાના મોટા સૌની માનીતી ટી.વી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ 2008થી ટીવી પર આવી રહી છે.

ટેલીવિઝન જગતમાં આટલા વર્ષો સુધી ચાહકોને જકડી રાખવાનો રેકોર્ડ છે આ સિરિયલના નામે. આ સિરિયલ વિશેની પડદા પાછળની ઘણી બધી રસપ્રદ વાતો સામે આવી રહી છે. જે જાણીને લોકો પણ આશ્ચર્ય પામી રહ્યાં છે. અને એવી ઘણી બાબત છે જે એનાં ચાહક વર્ગને ખ્યાલ પણ નથી. આ સિરિયલના કલાકારોમાં જેઠાલાલથી માંડીને નટુકાકા પણ ફેમસ થઈ ગયા છે. બધા કલાકારો તો ફેમસ છે જ પણ આ સિરિયલમાં જેટલી વસ્તુઓ વપરાઉઇ છે અથવા આ સિરિયલ બનાવવામાં જે વસ્તુઓનો ઉપયોગ થઈ રહ્યો છે એ પણ લોકોના દિલો દિમાગમાં છવાઈ ગઈ છે. પછી ભલે તે ગોકુલધામ સોસાયટી હોય કે પછી ગડા ઇલેક્ટ્રીક શોપ હોય કે પોપટલાલની ન્યૂઝ ઓફિસ.. સાચું ને મિત્રો ?

તો ચાલો આજે એવી જ દિલચસ્પ ને રસપ્રદ વાત જાણીશું જેઠાલાલનાં ગડા ઇલેક્ટ્રીક શોપ વિશેની.  તમને આ શોપ વિષે જાણીને 640ના વોલ્ટનો જોરદાર ઝટકો લાગે તો નવાઈ નથી.

આજે વાત કરવી છે. આ સીરિયલમાં સૌથી વધુ વાર બતાવવામાં આવતી આપણાં જેઠાલાલની દુકાન ગડા ઈલેક્ટ્રોનિક્સ અંગેની.  ઘણા બધા ચાહકોને એવો પ્રશ્ન હશે જ કે આ શોપ સાચે જેઠાલાલની છે કે પછી સેટ ઊભો કરવામાં આવ્યો છે. સાચું ને ? પણ, ગડા ઈલેકટ્રીક શોપ એ કોઈ સેટ નથી પણ સાચ્ચે જ ઇલેકટ્રીક શોપ છે.

જો આ દુકાન કોઈ સેટ નથી તો કોની હશે આ દુકાન ?

રોજ રોજ આ સિરિયલમાં બતાવવામાં આવતી આ શોપના માલિક ભલે જેઠાલાલને દેખાડવામાં આવતાં. પણ આ શોપ કોઈ જેઠાલાલની નથી. આ શોપનાં ઓરિજિનલ માલીકનું નામ છે ‘શેખર ગડિયા’ આ દુકાન પણ મુંબઈના જ એક વિસ્તારમાં આવેલી છે. એક ઇન્ટરવ્યૂમાં આ દુકાનના માલિકે જણાવ્યુ હતું કે, “ આ દુકાન મે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, સ્સિરિયલને શૂટિંગ માટે ભાડે આપી છે. અને મને ભાડા પેટે દર મહિને રૂપિયા પૂરા ૮૦ લાખ મળી રહ્યાં છે.

બાપરે આટલું બધુ ભાડું મળે છે ? કેટલો નસીબદાર છે આ માલિક ? આવા જ પ્રશ્નો થતાં હશે ને તમને પણ આ જાણીને મનમાં . સાચું ને ? તો ચાલો જાણીએ હજી વધુ રસપ્રદ વાતો આ સ્ટોર અને એનાં માલિક વિશેની આના સિવાયની વાતો.

જ્યારે આ સિરિયલ નવી નવી ચાલુ થઈ ત્યારે શેખરના એક મિત્રએ શેખરને ફક્ત એક જ દિવસ માટે ઓફર કરી હતી કે , એની આ ઇલેક્ટ્રીક શોપમાં એક દિવસ પૂરતું શૂટિંગ કરવા દે. પરંતુ આ સાંભળતા જ શેખરે સ્પષ્ટ શબ્દોમાં ના કહી દીધી હતી. કે મારે મારા બિઝનેસમાં તકલીફ પડે. ચાલુ શૂટિંગે મારા કસ્ટમર હેરાન પરેશાન થઈ જાય. અને મારી શોપમાં વેચાણ અર્થે મૂકેલી મારી વસ્તુઓને પણ નૂકશાન પહોંચે.

આ સાંભળી એનાં એ મિત્રએ એને વિશ્વાસબતાવ્યો કે , બધી જવાબદારી મારી જો કોઈ તમારી શોપને નૂકશાન પડશે નહી કે ચાલુ શૂટિંગે તમારા કોઈ ગ્રાહકને નૂકશાન પણ નહી થવા દઈએ. ત્યારે માંડ માંડ હા કહેલી માત્ર એક જ દિવસનાં શૂટિંગ માટેની.

એ પછી ફક્ત એક જ દિવસનું શૂટ બની ગયું વર્ષો સુધીનું યાદગાર સ્થાન.

એ  એક દિવસમાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નું શૂટિંગ કરવામાં આવ્યું હતું. આ એક દિવસમાં જ આ સીરિયલના પ્રોડ્યુસર અસિત મોદીને શેખર સાથે દિલથી સંબંધો બંધાઈ ગયા ને આ જ શોપ પર એક નહી ૨૫૦૦થી વધુ એપિસોડનું શૂટિંગ કરવામાં આવ્યું. ને ગહરે ગહરે એની શોપ આખી દુનિયામાં પ્રચલિત થઈ ગઈ જેનો આજે શેખરને ગર્વ થઈ રહ્યો છે.

વાંચો ગડા ઇલેક્ટ્રીક શોપનું સાચું નામ શું છે એનાં વિષે :

અત્યારે દુનિયાભરમાં ગડા ઇલેક્ટ્રીકના નામથી ઓળખાતી આ દુકાનનું નામ કઈ ગડા ઇલેક્ટ્રીક શોપ નથી. આ દુકાનનું સાચું નામ તો ‘કન્ઝ્યુમર શોપ’ હતું . પરંતુ જેમ જેમ શૂટિંગ ચાલતું ગયું એમ એમ આ દુકાનનું નવું નામ ગડા ઇલેક્ટ્રીક શોપ જ પડી ગયું. આ દુકાનની કિમત રૂપિયા ૮૦ લાખ જેટલી તો હશે જ .

એક દુકાન બની ગઈ પીકનિક પોઈન્ટ :

તમને પણ આ વાત જાણીને આશ્ચર્ય થશે કે દેશ વિદેશના લોકો જ્યારે આ દુકાન પાસે નીકળે તો આ દુકાનને જોઈને જ લોકો ઘણાં બધા આશ્ચર્ય સાથે આ દુકાનની મુલાકાત લેવાનું ચૂકતા નહી. શરૂઆતમાં તો થોડા જ લોકો આવતા હતા. અત્યારે તો આ દુકાન પ્રવાસીઓ માટે પિકનિક પોઈન્ટ બની ચૂકી છે.   વધુમાં આ દુકાનનો માલિક જણાવી રહ્યો છે કે, તે પોતે માલિક હોવા છ્તા ૨૬ થી વધુ વાર એક સામાન્ય ગ્રાહક બનીને જેઠાલાલ પાસેથી વસ્તુની ખરીદી કરવા આવી ચૂક્યો છે.

છે ને ગડા ઇલેક્ટ્રીક શોપનાં બંને માલિકોની રસપ્રદ કહાની …?

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here