10 Best Tips- ફૂલેલું પેટ અંદર કરવા રોજ પીવો આ 1 ડ્રિંક અને ખાઓ કાચું લસણ

પેટ પર વધેલાં ફેટને દૂર કરવા માટે કેટલીક નાની-નાની પણ અસરકારક ટિપ્સ.

રીરમાં સૌથી પહેલાં પેટ પર ખૂબ જ ઝડપથી ચરબીના થર વધે છે. જેના કારણે શરીર રોગોનું ઘર પણ બને છે. જો સમય રહેતાં ધ્યાન ન આપવામાં આવે તો પેટ ફૂલતું જાય છે. જેને એબ્ડોમિનલ ઓબેસિટી કહેવાય છે. પુરૂષોમાં પેટનો ઘેરાવો 102 સેમી. અને સ્ત્રીઓમાં 88 સેમી.થી વધારે હોય તો તેને એબ્ડોમિનલ ઓબેસિટી કહેવાય છે. જેથી આજે અમે તમને પેટનો ઘેરાવો ઓછો કરવા માટે લસણ, વરિયાળી, ગ્રીન ટી, પ્રોટીન ફૂડ, ફ્રૂટ અને વેજિટેબલને કઈ રીતે લેવા તેમજ વાઈટ રાઈસ સહિતની કઈ વસ્તુથી દૂર રહેવું, આવી તમને 10 અસરકારક ટિપ્સ જણાવીશું.

1. નવશેકું લીંબુપાણી:

દિવસની શરૂઆત લીંબુપાણીથી જ કરવી. સમયાંતરે લીંબુપાણી પીવાથી શરીરના ટોક્સીન્સ બહાર નીકળે છે અને પાચન સારી રીતે થાય છે.

2. સવારે લસણની બે કળી:

રોજ સવારે લસણની બે-ત્રણ કળી ચાવીને ખાઓ. બોડીમાં ફેટ બર્નિંગ પ્રોસેસ જડપથી બનશે.

3. અડધી ચમચી વરીયાળી:

રોજ અડધી ચમચી વરીયાળી એક કપ પાણીમાં નાખી 10 મિનીટ ઉકાળી ઠંડુ થયા બાદ પીઓ.

4. 3-4 કપ ગ્રીન ટી:

ગ્રીન ટી માં રહેલું એન્ટીઓક્સીડંટ વજન કન્ટ્રોલ કરે છે. દિવસમાં 3-4 કપ ગ્રીન ટી ફાયદો કરાવશે.

5. ખાઓ પણ જરા થોડું-થોડું:

ફેટ વધારતી વસ્તુઓ છોડી દો, દિવસમાં 6 વાર થોડું થોડું ખાઓ. ભરપેટ ન ખાવું.

6. વ્હાઈટ રાઈસ ટાળો:

વ્હાઈટ રાઈસ ને બદલે બ્રાઉન રાઈસ ખાઓ. બ્રાઉન રાઈસમાં વિટામીન, મિનરલ્સ સહીત ફાઈબર્સ હોય છે.

7. ઓછુ કરો નોન વેઈજ:

મીટ, તળેલા નાસ્તા, પ્રોસેસ્ડ ફૂડ, સ્વીટ્સ ફેટ વધારે છે. એ બધું છોડી નેચરલ પ્રોડક્ટ્સ તરફ વધો.

8. ફ્રુટ અને વેજીટેબલ છે બેસ્ટ:

ડાયેટમાં ફ્રુટ્સ અને વેજીટેબલ્સને ઉમેરો. તે ભૂખને શાંત કરી કેલેરીને પણ કંટ્રોલ કરશે.

9. સુગરથી રહો દુર:

ફૂડ આઈટમ્સની રીફાઇન્ડ સુગર લીવરમાં ફ્રુકટોઝ તત્વને વધારે છે, જે ફેટમાં પરિવર્તિત થાય છે.

10. પ્રોટીન ફૂડ લો:

રોજ પ્રોટીન વાળો ખોરાક(પનીર,સોયાબીન,દાળ)ખાઓ. તે મેટાબોલીઝમને વધારે છે. જે એક્સ્ટ્રા ફેટને કંટ્રોલ કરે છે.

Credit: DivyaBhaskar

17 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે ગુજરાતનું લોકલાડીલું આપણું ફેસબુક પેઈજ લાઈક કર્યું ?
દોસ્તો, આ પોસ્ટ ગમી હોય તો તમારા મિત્રો ને પણ શેર કરી મોકલજો.. જય જય ગરવી ગુજરાત!