ફુગ્ગા ની જેમ ફુલાઈ રહ્યું હતું આ મહિલા નું પેટ, પ્રેગ્નેન્સી સમજીને કરાવ્યું અલ્ટ્રાસાઉન્ડ, હકીકત જાણીને ડોકટર પણ રહી ગયા હેરાન…

1

મહિલાઓ પોતાના વજન ને લઈને ખુબ ચિંતિત રહેતી હોય છે અને પોતાના ડાઈટિંગ પર વિશેષ ધ્યાન આપતી હોય છે. પણ ઇંગ્લેન્ડ માં એક મહિલાની સાથે કઈક એવું બન્યું કે તેને જોઈને ડોકટરો પણ હેરાન રહી ગયા હતા. એક મહિલાનું પેટ લગાતાર વધતું જઈ રહ્યું હતું, અલ્ટ્રાસાઉન્ડ રિપોર્ટ જોયા પછી મહિલા ડરી ગઈ અને ડોકટર્સ પણ હેરાન રહી ગયા હતા.ઘટના ઇંગ્લેન્ડ ના સ્વાનસી શહેર માં રહેનારી 28 વર્ષ ની કીલી ફાવેલ ની છે. તેનું વજન અચાનક વધવા લાગ્યું હતું અને પેટ ધીમે ધીમે ફુલતું જઈ રહ્યું હતું. ત્યારે કીલી ને લાગ્યું કે તે ગર્ભવતી છે. પ્રેગ્નેન્સી વિશે જાણીને તેનો પાર્ટનર જૈમી ગિબીન્સ ખુબ ખુશ થઇ ગયો હતો. તેઓ બંને આગળના 10 વર્ષોથી રિલેશનમાં હતા.
જો કે જયારે કીલી એ પ્રેગ્નેન્સી રિપોર્ટ ટેસ્ટ કરાવ્યા તો તે નેગેટિવ આવ્યા. પછી તેને લાગ્યું કે કદાચ વજન વધવાને લીધે આવું થઇ રહ્યું છે. વર્ષ 2016 માં જ્યારે કીલી ની સમસ્યા ખુબ વધી ગઈ ત્યારે તેણે ડોકટર પાસે જાવાનો નિર્ણય લીધો.બ્લડ ટેસ્ટ રિપોર્ટ જોયા પછી ડોકટરો એ કહ્યું કે દવા ની સાઈડ ઇફેક્ટ ને લીધે આવું થઇ રહ્યું છે પણ કીલી એ જણાવ્યું કે તેણે તે દવા લેવાનું આગળના છ મહિનાથી બંધ કરી દીધું છે. ત્યારે ડોક્ટર ને પણ લાગ્યું કે તે ગર્ભવતી છે અને કન્ફોર્મ કરવા માટે તેમણે તેનું અલ્ટ્રાસાઉન્ડ સ્કેન કરાવ્યું.કીલી એ આગળના વર્ષે જાન્યુઆરી માં અલ્ટ્રાસાઉન્ડ કરાવ્યું. આ દરમિયાન રેડિયોલોજિસ્ટ ને જયારે પેટની આસપાસ ડિવાઇસ ફેરવ્યું તો સ્ક્રીન પર કંઈ પણ નજરમાં ન આવ્યું. જેના પછી કીલી ખુબ ચિંતિત થઇ ગઈ. જયારે કીલી એ અલ્ટ્રાસાઉન્ડ કરાવ્યું તો જાણ થઇ કે તેના પેટ માં ઓવેરિયન સિસ્ટ(ટ્યુમર, ગાંઠ) બની ગઈ છે, જેને લીધે તેનું પેટ લગાતાર ફુલતું જઈ રહ્યું હતું અને તેને લીધે તેનો વજન પણ વધતો જઈ રહ્યો હતો. પછી ડોકટરો એ 5 કલાક ની સર્જરી કર્યા પછી કીલી ના પેટ માંથી સિસ્ટ ને બહાર કાઢ્યું. કીલી ના પેટ માં 25 કિલો ની સિસ્ટ(ટ્યુમર, ગાંઠ) હતી, જે સાત નવજાત બાળકોના વજન ના બરાબર હતી. સર્જરી ને લીધે કીલી નું ડાબી બાજીનું ગર્ભાશય પણ કાઢવું પડ્યું હતું.

જો કે હાલ ડોકટર્સ નું કહેવું છે કે તેનાથી તેની ભવિષ્યમાં માં બનવાની ક્ષમતા પર કોઈ જ અસર નહીં આવે. સર્જરી પછી કીલી ના પેટ માં 30 સેમી જેટલું લાંબુ નિશાન બની ગયું છે. કીલી નું કહેવું છે કે મારી ઉંમર 28 વર્ષ ની થઇ ચુકી છે, પણ માં બન્યા વગર જ મારા પેટ પર સ્ટ્રેચ માર્ક્સ બની ગયા છે.
Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here