10 એવા ફળ જેના છોતરાના ફાયદા સાંભળીને તમે આશ્ચર્યચકિત થઇ જશો… હવેથી છોતરાને ફેકો નહીં તેના ઉપયોગ કરો…

0

કિચન એવી વસ્તુ છે જ્યાં મહિલાઓને સૌથી વધારે સમય પસાર થાય છે. આપણા કિચનમાં એવી ઘણી વસ્તુઓ છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. ભલે એ કાચા શાકભાજીઓ હોય કે ફળોના છોતરાઓ.. તો આજે આપણે 10 ફળોના છોતરાના ફાયદા વિશે જાણીશું…

ફળથી આપણને વિટામિન્સ મળે છે તેવી રીતે છોતરાનુ પણ ખૂબ જ મહત્વ છે… એટલા માટે છોતરાને ફેકો નહીં તેનો ઉપયોગ કરો…

1) સંતરા

Image Source

સંતરાના છાલમા વિટામિન સી અને એન્ટીઓક્સિડેન્ટ પ્રચૂર માત્રામાં જોવા મળે છે. જે શરીરમાં રહેલા ફેટને દૂર કરે છે. તેમજ ડાયજેશન જેવી બીમારીને પણ દૂર કરે છે. દાંતને મજબૂત બનાવે છે અને સ્કિન માટે સ્ક્રબ તરીકે પણ કામ કરી શકાય છે.

2) કેળા

Image Source

કેળાના છાલની દાંત પર ઘસવાથી દાંતના પીળો પણ દૂર થાય છે. તેમજ ત્વચાની ખંજવાડ પણ દૂર થાય છે.

3) દાડમ

Image Source

દાડમના છાલમા પોષક તત્વો તેમજ વિટામિન્સ આવેલા હોય છે. તેના છાલને સૂકવીને તેનો પાઉડર બનાવી તેને ગરમ પાણી સાથે પીવાથી કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટે છે. ગળાના રોગો પણ દૂર થાય છે. અને હાડકા મજબુત થાય છે.

4) તરબૂચ

Image Source

તરબૂચના જે છે સફેદ ભાગ હોય છે તેને ખાવાથી વજનમાં ઘટાડો થાય છે. તેમજ ત્વચા અને વાળને સ્વસ્થ અને નેચરલ ચમક પ્રદાન કરે છે.

5) સફરજન

Image Source

સફરજનના છાલ ડાયજેશનને દૂર કરે છે. અને ઈમ્યુનીટી સિસ્ટમને મજબૂત બનાવે છે. સફરજનની છાલમાં ભરપૂર માત્રામાં ફાઇબર જોવા મળે છે. તેમજ સફરજનના છાલને સ્કિન પર ઘસવાથી ત્વચાની મૃત કોશિકાઓ સાફ થઈ જાય છે.

6) લીંબુ

Image Source

લીંબુના છાલમાં વિટામીન સી જોવા મળે છે. જે મોં પેટની ઘણી સમસ્યાને દૂર કરે છે. અને જો વાસણોમાં કટાસ લાગી હોય તો લીંબુ ઘસવાથી તે દુર થાય છે.

7) નાશપતિ

Image Source

નાશપતિને છાલમાં ભરપૂર માત્રામાં ફાઇબર જોવા મળે છે. જે તમારી ત્વચાને સુંદર બનાવે છે સાથે-સાથે ચહેરાનો રંગ નિખાર આવે છે. નાસપતિની છાલને ત્વચા ઉપર ઘસવાથી સ્કીન સાફ થાય છે અને ગ્લોઈંગ બને છે.

8) આલુ

Image Source

આલુમાં વિટામિન એ અને સી જોવા મળે છે તેની છાલમાં એન્ટિઓક્સિડેન્ટ જોવા મળે છે જે શરીરના સુજનને ઓછું કરે છે.

9) જામફળ

Image Source

જામફળના છાલમાં ઘણા બધા પૌષ્ટિક તત્વો આવેલા છે. તેના ઉપરના ભાગમાં કોલેસ્ટ્રોલ ઓછો કરવાની ક્ષમતા હોય છે. જો તેને છાલ સાથે ખાવામાં આવે તો તે વજન ઓછું કરે છે.

10) અનાનસ

Image Source

અનાનસનું છાલ કઠણ અને સ્વાદમાં થોડું કડવું હોય છે. પરંતુ તેમાં ફાઇબર ભરપૂર માત્રામાં જોવા મળે છે. જે આપણા શરીરની ડાઈજેસ્ટ સિસ્ટમને સારું કરે છે. તેમજ આપણા શરીરને ઈમ્યુનિટી પાવર વધારે છે. અને કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદરૂપ છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here