ચોરી પકડવા નહિ પણ આ કારણે ફળવાળાએ 11 હજાર બચાવીને લગાવ્યો CCTV કેમેરો

0

તકનીકના આ યુગમાં દરેક વ્યક્તિ તેનો લાભ લઈ રહ્યું છે. મૉલ હોય કે નાની દુકાન હોય, દરેક જગ્યાએ સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરીને દુકાનદાર તેમની વસ્તુઓનું ધ્યાન રાખી શકે છે. આ ઉપરાંત, આજના સમયમાં લોકો તેમના ઘરોમાં સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરીને ચોરો અથવા કોઈપણ ખોટી વ્યક્તિને પકડી શકે છે. તકનીકના યુગમાં ઘણા લોકો સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી રહ્યાં છે પરંતુ જો તમને ખબર પડે કે કોઈ લારીવાળાએ સીસીટીવીનો ઉપયોગ કર્યો છે તો તમે શું વિચારશો? એ જુદી વાત છે કે જયારે 11 હજાર બચાવીને ફળવાળાએ આ કારણે સીસીટીવી કેમેરા લગાવ્યા, પણ આમ કરવા પાછળનું કારણ કઈંક જુદું જ છે જે તમારે જાણવું જોઈએ.

11 હજાર બચાવીને ફળવાળાએ આ કારણે લગાવ્યા સીસીટીવી કેમેરાટેકનોલોજીના આ યુગમાં, સીસીટીવી કૅમેરો એક અદભૂત ગેજેટ છે, જેમાં ભાગી રહેલા ચોર પણ કેદ થઇ જાય છે અને એની મદદથી કોઈપણ આરોપીને કબજે કરી શકાય છે. આ જ કારણે લોકો તેને દુકાનોમાં અને મોલ્સમાં લગાવે છે. પરંતુ એક વ્યક્તિએ તેની લારી પર સીસીટીવી કૅમેરો લગાવ્યો અને હવે તે ચર્ચાઓનો ભાગ બની ગયો છે. કેમેરો લગાવવાનું કારણ એ નથી કે એ ચોરીથી બચાવી શકે પરંતુ એ છે કે તે પોતાની ઇમાનદારીનો પુરાવો આપી શકે.
આ મામલો બિહારના નવાદા શહેરના હિસુઆ બજારના મંગલા માર્કેટનો છે જ્યા એક ફળો વેચનાર વ્યક્તિએ પોતાની આરીની ઉપર એક સીસીટીવી કેમેરો લગાવ્યો છે. આ ફળ વેચનારનું નામ શુભમ છે. સીસીટીવી લગાવવાના કારણે તેની લારી આખા માર્કેટમાં ચર્ચિત થઇ ગઈ છે. પરંતુ શુભમ ફળોની રક્ષા માટે નહિ પણ પોતાની ઇમાનદારીનો પુરાવો આપવા માટે સીસીટીવી કૅમેરો લગાવ્યો છે. હવે ઘણા લોકોને એ સવાલ થશે કે સીસીટીવી લગાવવાને અને ઈમાનદારીની શું સંબંધ છે?

કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેટલાક દિવસો પહેલા શુભમની દુકાન પર એક ગ્રાહક આવ્યો અને ફળ ખરીદીને ગયા બાદ પરત ફર્યો અને પોતાનો મોબાઈલ ભૂલી ગયાની વાત તેને કહી. પરંતુ ઘણું શોધ્યા પાછું પણ મોબાઈલ ન મળ્યો અને પછી એ ગ્રાહકે શુભમ પર મોબાઈલ ચોરીનો આરોપ લગાવ્યો અને પોલીસને ફરિયાદ કરી દીધી. પોલીસે શુભમ અને તેના ભાઈને પકડીને પૂછતાછ કરી પરંતુ પુરાવાના અભાવે તેમને છોડી મુક્યા.આ ઘટના બાદ લગાવ્યો સીસીટીવી કેમેરા 

શુભમ સાથે આ ઘટના ઘટયા બાદ તેને પોતાની લારી પર સીસીટીવી લગાવવાનો વિચાર આવ્યો અને તેન લગભગ 11 હજાર રૂપિયા ભેગા કર્યા અને કેમેરા ખરીદ્યો. આ કેમેરાનું ટીવી તેને નજીકમાં જ ભાઈની કપડાંની દુકાન પર લગાવી દીધા. બંને ભાઈઓ જણાવે છે કે ચોરીના આરોપના કારણે તેમના સન્માનન હાનિ થઇ હતી. હવે કોઈ તેમના પર આરોપ લગાવે તો એ દ્વારા તેઓ પોતાની ઇમાનદારીનો પુરાવો આપી શકશે, અને લોકો તેમના આ પગલાના વખાણ કરી રહયા છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here