રાત ના બચેલા લોટ ને ફ્રિજમાં રખાઈ કે નહિ? રોટલીથી થઈ શકે છે આવા ખતરનાક રોગ …સ્વાસ્થ્ય ટિપ્સ વાંચો

0

ઘણીવખત ઘરમાં જ્યારે ગુંથેલો લોટ બચે છે, તો તેને તમે ફ્રીઝ માં રાખી દો છો જેથી બીજા દિવસે કે સાંજે ઉપયોગ કરી લો અને લોટ ખરાબ થવાથી બચી જાય. તમને જણાવી દઈએ કે તમારી આ આદત તમને ઘણી બીમારીઓ નો શિકાર બનાવી શકે છે. ભલે તમે લોટ ને ફ્રીઝ માં રાખો છો અને ફ્રીઝ નુ તાપમાન ઘણુ ઓછુ હોય છે પરંતુ ભીના લોટ માં ફર્મેટેશન ની પ્રક્રિયા જલ્દી શરૂ થઈ જાય છે તેથી તે લોટ માં ઘણા પ્રકાર ના બેક્ટેરિયા અને હાનિકારક કેમિકલ્સ પેદા થઈ જાય છે.
શું થઈ શકે છે સમસ્યા:

ફ્રીઝ માં રાખેલો વાસી લોટ તમને ભલે ખરાબ ન લાગતો હોય અને તમે બીજા દિવસે તેની બનેલી રોટલી ખાઈ લેતા હોવ પરંતુ તે લોટ તમને પેટ ને સંબંધિત બીમારીઓ આપી શકે છે. આ લોટ ના પ્રયોગ થી મુશ્કેલી થઈ શકે છે.

પેટ માં દુખાવો અને ગેસ ની સમસ્યા માટે ક્યારેય વાસી ચીજ નુ સેવન ન કરવુ જોઈએ. બચેલા લોટ નુ ફરીથી સેવન કરવા પર કબજિયાત ની સમસ્યા નો ખતરો રહે છે. જે લોકો ને કબજિયાત ની સમસ્યા છે તે તેનુ સેવન બિલકુલ પણ ન કરે.પાચનક્રિયા ખરાબ થવા અને ઇમ્યુન સિસ્ટમ ના કમજોર થવાની પાછળ પણ વાસી અને બચેલો લોટ જવાબદાર હોઈ શકે છે. તેથી તેનાથી બચીને રહેવુ.

એક્સપર્ટ ટિપ્સ:

વાસી ભાત નુ સેવન પણ છે ખતરનાક:

પકવેલા ભાત ને રૂમ ટેમ્પરેચર પર રાખવાથી કે તેને ગરમ કરવાથી તેમાં રહેલા હાનિકારક બેક્ટેરિયા કેટલાય ગણા અધિક વધી જાય છે. ચોખા ખૂબ જલ્દી ખરાબ થાય છે તેથી વધુ સમય ના રહેલા ભાત ખાવાથી ઘણા પ્રકાર ની બીમારીઓ જેવીકે ડાયેરિયા, ઉલ્ટી, પેટદર્દ, ફૂડ પોઇઝનિંગ વગેરે થઈ શકે છે. ભાત ને બીજી વખત ગરમ કરવાથી પણ તેમાં રહેલા હાનિકારક બેક્ટેરિયા નથી મરતા અને તમારા સ્વાસ્થ્ય ને નુકશાન પહોંચાડે છે.

થકાન અને આળસ ની સમસ્યા:

વાસી ખાવાનુ ખાવાથી તમને આળસ અને થકાન ની સમસ્યા થઈ જાય છે. હકીકતમાં જયરેપણ તમે ખાવાનુ ફ્રીઝ માં પછી ખાવાના ઉદેશ્ય થી રાખો છો, તો તાપમાન ઓછુ હોવાના કારણે ભલે ખાવાનુ સડતુ નથી પણ તેમાં રહેલા પોષકતત્વો ખતમ થઈ જાય છે. ખાવાનુ ખાવાનો મુખ્ય ઉદેશ્ય તે પોષકતત્વો મેળવવાનો છે, જે તમને આખોદીવસ કામ કરવાની ઉર્જા આપે છે. તેવામાં વાસી ખાવાનુ ખાવાથી તમને આળસ અને થકાન ની સમસ્યા થવી સામાન્ય છે.

બાફેલા બટાટા બીજી વખત ગરમ ન કરવા:

બટાટા માં કાર્બોહાઇડ્રેટ અને વસા હોય છે. બટાટા માં રહેલા સ્ટાર્ચ ને કારણે કાપી ને રાખવાથી તેનો રંગ લાલ થવા લાગે છે. બાફેલા બટાટા માં ઘણા મહત્વપૂર્ણ મીનરલ્સ હોય છે પણ જો બટાટા ને મોડા સુધી રાખવામાં આવે કે તેને બીજી વખત ગરમ કરવામાં આવે, તો તેમાં રહેલા પોષકતત્વો ખતમ થઈ જાય છે. હકીકત માં સામાન્ય તાપમાન માં રાખવાથી કે બટાટા ને ગરમ કરવાથી તેમાં બોટયૂલીજમ નામના બેક્ટેરિયા પેદા થાય છે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here