ફ્રીજમાં મૂકેલ લોટની રોટલી ખાવી જોઈએ કે નહી ? જાણો વૈજ્ઞાનિક અને ધાર્મિક કારણો ….કામની માહિતી વાંચો

0

મોટાભાગના ઘરોમાં અત્યારે ફ્રિજની સગવડતા હોય છે એટ્લે ગૃહિણીઓને એક સગવડતા ઊભી તાહિ છે. કે ફ્રીજમાં વાતાવરણ એકદમ ઠંડુ હોવાથી રાંધેલ ખોરાક કે શાકભાજીનો બગાડ ઓછો થાય છે. દૂધ, દહી, શાકભાજી, ફ્રૂટ આ બધુ મોટેભાગે ફ્રીજમાં જ સ્ટોર કરવામાં આવે છે. જે સારું છે કે બગાડ તો ઓછો થાય છે.

આમ જોઈએ તો નોકરિયાત મહિલાઓ માટે કે હાઉસવાઈફ મહિલાઓ માટે આ ફ્રિજનું ઉપકરણ કખૂબ ઉપયોગી સાબિત થયું છે. એટ્લે મોટાભાગની મહિલાઓ રોટલી કરવા માટે બાંધેલો લોટ પણ ફ્રીજમાં મૂકી દેતી હોય છે. પરંતુ જોવા જઈએ તો લોટને ફ્રીજમાં મૂકી પછી તેનો લાંબા સમયે વપરાશ વૈજ્ઞાનિક રીતે પણ યોગ્ય નથી અને ધાર્મિક રીતે પણ નહી.

તો ચાલો આજે જાણીએ કે ફ્રીજમાં મૂકેલ લોટની રોટલી ખાવી જોઈએ કે નહી.

વૈજ્ઞાનિક કારણ :

મોટાભાગના ઘરોમાં આ જ વસ્તુ બને છે, લોટ બાંધ્યો, રોટલી બનાવી ને વધારે પડતો લોટ બંધાઈ ગયો એટ્લે લોટ ફ્રીજમાં મૂકી દેવાનો. ને ફરી જ્યારે રોટલી બનાવવી હોય ત્યારે સમય પણ બચે ને લોટ પણ ન ભાંધવો પડે ને જ્યારે રોટલી બનાવવી હોય ત્યારે બની શકે. આ આજકાલની મહિલાઓની આદત પડી ગઈ છે. પરંતુ સમયની બચતના કારણે તમે તમારા અને તમારા પરિવારનું સ્વાસ્થ્ય જોખમમાં મૂકી રહ્યા છો.

એનું તમે વિચાર્યું ક્યારેય ? જી હા, સાચે જ આવી રીતે જો તમે રોજ લોટનો ઉપયોગ કરશો તો તમારા બધા જ પૈસા ડોક્ટર ને જ આપવાનો વારો આવશે એક દિવસ.

ફ્રીજમાં લોટ મૂકી રાખવાથી લોટમાં સમય જતાં રસાયણીક પ્રક્રિયા ઉદભવે છે. જેમાં ધીરે ધીરે લોટમાં બેક્ટેરિયા એકત્રિત થવા લાગે છે. બેક્ટેરિયા અતિ સૂક્ષ્મ હોવાથી નથી જોઈ શકાતા કે નથી ખ્યાલ આવતો. પરંતુ એ જ બેક્ટેરિયા જો વ્યક્તિના પેટમાં જાય તો ઘણા બધા રોગ થવાની શક્યતા રહેલી છે.

ફ્રીજમાં મૂકેલ એ બેક્ટેરિયા વાળા લોટની તમે રોટલી બનાવશો…એટ્લે સૌ પ્રથમ તો રોટલીમાં મીઠાશ નહી રહે. બીજું કે એ રોટલી જો રોજ ખાવામાં આવે તો સૌથી પહેલી અસર પાચનતંત્ર પર પડે છે, જેના કારણે પચનશક્તિ નબળી પડે છે ને ત્યારે જ થાય છે શરીર નબળું બનવાની શરૂઆત.સમય જતાં, અપચો, મરડો જેવી બીમારી થશે, ત્યારબાદ મોટાપો જીએચઆર કરશે ને એ જ બેક્ટેરિયા વડે શરીરમાં દાખલ થશે મોટા રોગો.

માટે જ સંસોધકો અનુસાર, ફ્રીજમાં મુકેલ લોટ ઉપર જણાવેલ કારણોના હિસાબે વાપરવો કે રોટલી બનાવવી એ ખુદના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવા બરાબર છે.

ધાર્મિક કારણ :

ધાર્મિક કારણ મુજબ, બાંધી ને રાખેલ લોટ પિંડમાં સમાવેશ પામે છે. ને કહેવાય છે કે પિંડમાં આત્માનો વાસ હોય છે. અને રોજ રાત્રે વાતાવરણમાં ફરતા આત્મા પીંડમાં વાસ કરે છે. એટ્લે કે ફ્રીજમાં રાખેલા લોટને પીંડ સમજી આત્મા એમાં વાસ કરે છે. ને પછી એ જ લોટણી આપણે રોટલી બનાવી જમતા હોઈએ છીએ. જો સારો આત્મા હશે તો એ રોટલી ખાનારના વાણી, વર્તન અને વ્યવહાર સારા બનશે, પરંતુ જો ખરાબ આત્મા હશે તો જ્યાં સુધી એ રોટલી વ્યક્તિના શરીરમાં હશે ત્યાં સુધી તેની અસર તે વ્યક્તિમાં જોવા મળશે. આવું શાસ્ત્રી જણાવી રહ્યા છે. માટે આખી રાત ફ્રીજમાં મૂકેલ લોટણી રોટલી ક્યારેય બનાવવી જોઈએ નહી.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here