ફ્રિજમાં ભૂલથી પણ ન રાખો આ 11 ચીજો, ભોગવવા પડશે ઘણા એવા નુકસાન…

0

રોજિંદા જીવનમાં તમે પણ કદાચ અમુક એવી ચીજો જેને ફ્રિજમાં મૂકી દેતા હોય છે, જો તમે પણ આવું કરો છો તો તેને આજે જ કરવાનું બંધ કરી દો. આજે અમે એવી અમુક વસ્તુ વિશે જણાવીશું જેને ફ્રિજમાં મુકવાથી ઘણા એવા નુકસાન થઇ શકે છે આવો તો જાણીએ આખરે કઈ છે આ ચીજો.

1. કોફી: જણાવી દઈએ કે ફ્રિજમાં ક્યારેય પણ કોફી ને મુકવી ન જોઈએ. કેમ કે તેને ફ્રિજમાં મુકવાથી તેમાં અન્ય ચીજો ની સુગંધ લાગી જાય છે સાથે જ અન્ય ચીજો કોફી ની સુગંધ ને શોષી લે છે અને તે જલ્દી જ ખરાબ થઇ જાય છે.

2.મધ:મધ ને ક્યારેય પણ ફ્રિજમાં મૂકવું ન જોઈએ. મધ તો પહેલાથી જ પ્રિઝર્વ રહેતું હોય છે. તેને સામાન્ય રિતે બરણીમાં જ બંધ કરીને રાખો. મધ ને ફ્રિજમાં મુકવાથી તેમાં ક્રિસ્ટલ બની જાય છે અને તેને બરણી માંથી બહાર કાઢવું પણ મુશ્કેલ બની જાય છે.

3. અથાણું:અથાણા માં વિનેગર હોય છે, જેને ફ્રિજમાં રાખવાથી તે પોતાની સાથે-સાથે અન્ય ચીજોંને પણ ખરાબ કરી નાખે છે.

4.કેળા:કેળા ને ફ્રિજમાં રાખવાથી તે કાળા પડી જાય છે, તેનાથી ઈથાઈલીન નામનો ગેસ નીકળે છે જેનાથી તે પોતાની આસપાસ ફળો ને પણ ખરાબ કરી નાખે છે.

5. ટમેટા:ટમેટા ફ્રિજમાં મુકવાથી તે જલ્દી જ ગાળવા લાગે છે અને તેનો ટેસ્ટ પણ ખરાબ થવા લાગે છે.

6. બટેટા:બટેટા ને ફ્રિજમાં મુકવાથી તેમાનું સ્ટાર્ચ શ્યુગરમાં બદલવા લાગે છે જેનાથી તેના સ્વાદ પર પણ અસર પડે છે.

7. ખાટા ફળો:સંતરા, લીંબુ, મોસંબી જેવા ફળો પણ ફ્રિજ માં રાખવા ન જોઈએ. જો તમે આવા ફળો ને ફ્રિજમાં મુકશો તો તેની છાલ કાળી પડવા લાગશે અને તેમાનો રસ પણ સુકાવા લાગે છે.

8. તરબૂચ અને ખરબૂજા:કાપ્યા વગરના તરબૂચ કે ખરબૂજા ને ફ્રિજમાં મુકવા ન જોઈએ. તેનાથી ઘણી માત્રા માં એન્ટીઓક્સિડેન્ટ હોય છે જે ફ્રિજમાં રાખવાથી ખરાબ થવા લાગે છે.

9. ડુંગળી:ડુંગળી ને પણ ક્યારેય ફ્રિજમાં મુકવી ન જોઈએ કેમ કે ડુંગળી ની સુગંધ પુરા ફ્રિજમાં આવવા લાગશે અને સાથે જ તે ખરાબ પણ બની જાશે.

10. લસણ:લસણ ને ફ્રિજમાં મુકવાથી તે જલ્દી જ અંકુરિત થવા લાગે છે અને ઢીલું પડીને ખરાબ થવા લાગે છે.

11. તેલ:અમુક તેલ જેવા કે નારિયેળ અને ઓલિવ ઓયલ ને ફ્રિજમાં મુકવા ન જોઈએ. ફ્રિજમાં રાખવા પર તે ઘાટું બનવા લાગશે અને ફ્રિજ માંથી બહાર કાઢ્યા પછી તેને સામાન્ય તાપમાન પર આવવામાં ઘણો સમય લાગશે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here