ફક્ત 5 જ મિનિટમાં ચહેરાને કરો ફ્રેશ…ભાગદોડ ભરી અને સ્ટ્રેસ વળી જીંદગીમાં આ ટિપ્સ અપનાવો

0

ભાગદોડ ભરી જીંદગીમાં સમયનું ખૂબ જ મહત્વ છે. વિચારીએ કે જલ્દી જલ્દી કોઈ કાર્ય કરવું હોય, તેના માટે એકદમ ફ્રેશનેસ જોઈએ. પાંચ જ મિનિટમાં ફ્રેશ થવા માટે, થાક ઉતારવા માટે, સ્ટ્રેસ દૂર કરવા માટે સમય કાઢવો ખુબ જ જરૂરી છે.

એટલા માટે અમે તમને આજે એવી ટિપ્સ આપીશું કે જેમાં પાંચ જ મિનિટમાં તમારા ચહેરાને ફ્રેશ કરી શકો જેથી તમે રિલેક્સ રહી શકો.

  • ચહેરાની રિફ્રેશ કરવા માટે એલોવેરાનો જ્યુસ..

એલોવેરા ત્વચા માટે ખૂબ જ લાભદાયક છે. થાક મહેસુસ થાય ત્યારે એલોવેરાના પત્તાનો રસ કાઢીને તેને પોતાના ચહેરા ઉપર લગાડવો એક મિનિટ પછી નોર્મલ પાણીથી મોઢું ધોઇ લેવું થોડાક જ સમયમાં તમને ખૂબ જ ફ્રેશ ફિલ થશે.

  • ગુલાબ જળથી ચહેરાને રિફ્રેશ કરવો..

ગુલાબ જળમાં એન્ટિસેપ્ટિક ગુણ હોય છે જે ચહેરા ઉપર ખીલ નથી થવા દેતું. ગુલાબ જળ ખૂબ જ કોમળ અને ફ્રેશનેસ આપનારું હોય છે. ખૂબ જ ઓછા ખર્ચામાં ખૂબ જ અસરદાર પ્રાકૃતિક મેકઅપનું પ્રોડક્ટ પણ છે. તમને જો થાક લાગતો હોય તો ગુલાબ જળથી તમારા ચહેરાને ફ્રેશ કરીને રિલેક્સ થઇ શકો છો.

  • ચહેરા ઉપર તાજગી લાવવા માટે તાજા દૂધનો ઉપયોગ..

ચહેરાને રિફ્રેશ કરવા માટે ફ્રિજમાં રાખેલા ઠંડા દૂધના ઉપયોગ ડાયરેક ચહેરો ધોવામાં અથવા તો કોટનના કપડાની મદદથી દૂધને ચહેરા ઉપર લગાવીને નોર્મલ પાણીથી મોઢું ધોઇ લેવું. તેનાથી ચહેરાના છિદ્રો ખૂલી જાય છે અને તેમાં રહેલી ગંદકી દૂર થઈ જાય છે.

  • ચહેરાની તાજગી માટે ઠંડું પાણી એકદમ અસરદાર છે..

દિનભરનાં ભાગદોડ પછી એકદમ ફેસ નિર્જીવ જેવો થઈ જાય છે. તેનાથી મુક્તિ મેળવવા માટે ફ્રીઝરમાંથી બહાર કાઢો તેના પાણીથી પોતાના ચહેરાને ધોઈ લો.. આ ખૂબ જ સસ્તો અને કારગર રસ્તો છે સ્કીનના ટોનને વ્યવસ્થિત રાખવાનો..

  • ચહેરાની તાજગી માટે ગ્રીન ટીનો ઉપયોગ…

ગ્રીન ટીમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ તેમજ નેચરલ તત્વો ચહેરા માટે ખૂબ જ લાભદાયી છે. તે ત્વચાને કોમળ અને સ્વસ્થ બનાવે છે. ત્વચા ઉપર થાક મહેસુસ થવા પર ગ્રીન ટીને ચાર કપ નોર્મલ પાણીમાં નાખીને ચહેરો ધોવો. તો ચહેરા ઉપર તાજગીનો અનુભવ થશે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here