શું તમે ઓછી મહેનતએ પૈસા કમાવવા માંગો છો? તો આ 9 નોકરી કરો….કમાશો ડોલરમાં – વાંચો આર્ટિકલ

0

જોબ ને લઈ આપણા બધા સપનાઓ હોય છે. બધા ઇચ્છતા હોય કે એમની ઈચ્છા મુજબ એમને નોકરી મળે. ગમતું કામ, જોઈતી સેલેરી મળી જાય તો બસ મજા જ આવી જાય. આ બધી વાતો ની વચ્ચે ઘણી ટેન્શન પણ હોય છે. જેમ ગમતી નોકરી મળી ગઈ તો કંપની કેવી હશે? ત્યાં ના લોકો કેવા હશે? મને જે કામ મળશે એ મારા થી થશે કે નહીં.?

એના સિવાય કેટલાક લોકો માટે રોજ રોજ 9 થી 5 નું રૂટિન ફોલો કરવુ પણ ઘણી અઘરી બાબત છે. એવા માં ફ્રીલાસિંગ જોબ તમારા માટે બેસ્ટ વિકલ્પ હોઈ શકે છે. હવે સમસ્યા ત્યાં આવે છે કે ઘણા લોકો ને લાગે છે કે ફ્રીલાસિંગ જોબ માં વધુ સ્કોપ નથી હોતો કે પછી ઘરે બેઠા એક બે કામ સિવાય કંઈ નથી થઈ શકતું. જો તમે પણ એવું વિચારો છો તો જરા ઉભા રહો.

આજે અમે તમારા માટે ફ્રીલાસિંગ જોબ ના 9 શાનદાર વિકલ્પ લઈ ને આવ્યા છીએ. તમારા ઇંટ્રેસ્ટ અનુસાર આમાં થી કોઈ પણ કામ ને પસંદ કરી નામ અને પૈસા બંને કમાઈ શકો છો. આખી સ્ટોરી ખૂબ ધ્યાન થી વાંચજો. અંતે સવાલ કરીઅર નો છે ને.

ઓનલાઇન એન્ટરપ્રુયર

કોઈ લોકો પોતાનો બિઝનેસ તો શરૂ કરવા ઈચ્છે છે પણ ભાડા રેન્ટ જેવી જંજટ માં નથી પડવા ઇચ્છતા. એવા લોકો માટે ઓનલાઇન બિઝનેસ એક સારો વિકલ્પ છે. ફ્લિપકાર્ટ , ઇ-બે જેવા સ્ટોર્સ એના ઉદાહરણ છે.

આસિસ્ટન્ટ

ઓનલાઇન કારોબાર ને વધતી માંગ ને કારણે ઓનલાઇન આસિસ્ટન્ટ ની પણ ઘણી ડિમાન્ડ છે. જો તમારી પાસે મેનેજમેન્ટ નો અનુભવ છે તો તમે બીજા માટે શ્કેડ્યુઅલ , પ્લાનિંગ જેવા કામ કરી શકો છો.

વેબ સાઇટ ડેવલપર

જો તમે વેબસાઈટ બનાવા નું અને કોડિંગ વગેરે નો શોખ છે તો જરૂરી નથી કે એના માટે ઓફિસ એ જવા ની જરૂર નથી. આ કામ તમે ઘર બેઠા તમારા લેપટોપ થી પણ કરી શકો છો. એવું કરી ને તમે ખાસ્સી એવી રકમ કમાઈ શકો છો.

ટ્રાવેલ એજન્ટ

જેમને નવી નવી જગ્યાઓ ના વિશે જાણવા અને જોવા નો શોખ હોય આ કામ એમની માટે છે. આમાં તમે લોકો માટે ટ્રીપ પ્લાન કરી શકો છો કે પછી નવી નવી જગ્યાઓ વિશે રિસર્ચ કરી ટુરિસ્ટ ગાઈડ નું કામ પણ કરી શકો છો.

ફ્રીલાઇન્સર રાઇટર.

બિઝનેસ ની વાત કરો કે ઇ-શોપ ની , રાઇટર ની જરૂર બધી જગ્યા એ હોય છે. જો તમારી અંદર લખવા નું ટેલેન્ટ છે તો પછી આ કામ થી તમે સારા પૈસા કમાઈ શકો છો.

સોશિયલ મીડિયા મેનેજર

જે લોકો પોતા નો વધુ પડતો સમય સોશિયલ મીડિયા પર વિતાવો છો , એ સોશિયલ મીડિયા ના મેનેજર તરીકે કામ કરી શકે છે. એમાં તમને કંપનીઓ ના સોશિયલ એકાઉન્ટ અને પેજ વગેરે ની સંભાળ કરવા ની રહે છે.

ગ્રાફિક ડિઝાઈનર

ઘણા લોકો ડિઝાઇનિંગ ને ખાલી શોખ માની ચાલે છે પણ એવું નથી એમાં પણ સારું કરીઅર બનાવી શકાય છે. આજકાલ શબ્દો થી વધુ ગ્રાફિક્સ ને પસંદ કરાય છે . જો તમારા માં આ હુન્નર છે તો પછી એનો ફાયદો ઉઠાવો જોઈએ.

ડેટા એન્ટ્રી ઓપરેટર.

ફ્રીલાસિંગ જોબ્સ માં સૌથી પ્રસિદ્ધ અને આસાન કામ ડેટા એન્ટ્રી નું છે. એને કરવા માટે કોઈ ખાસ ડિગ્રી ની જરૂર નથી હોતી . જો તમે જરા પણ ટેકનો ફ્રેન્ડલી છો તો પછી આ કામ તમે આરામ થી કરી શકો છો.

કોલ સેન્ટર રિપ્રેઝએન્ટીવ

ઘણી કંપનીઓ તેમના ગ્રાહકો માટે 24*7 સુવિધા દે છે. એવા માં તેમને લોકો ની જરૂર પડતી હોય છે. જે કોલ કે ચેટિંગ દ્વારા કસ્ટમર ની પરેશાની ને હલ કરી શકે. તમે તમારી સુવિધા અનુસાર તમારી ઈચ્છા ના સમય મુજબ આ કામ કરી શકો છો.

Author: GujjuRocks Team
દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here