ભૂખના કારણે રડતી આ નાની બાળકીને જોઈને આ એરહોસ્ટેસે કર્યું ખૂબ વ્હાલ ને પછી કર્યું કશુક એવું કે એ બાળકી એકદમ શાંત થઈ સૂઈ ગઈ…..

0

પબ્લિક પ્લેસ માં બ્રેસ્ટ ફીડ (દૂધ પીવળાવવું ) કરાવવું આજકાલ ઘણા લોકો એને સહજ રીતે જોઈ રહ્યાં હોય છે. આવા સમાચાર ઘણી વખત સાંભળવામાં આવે છે, કે એક માતા જે પોતાના બાળકને જાહેર જગ્યા પર બ્રેસ્ટ ફીડ કરાવી રહી છે, તેને ત્યાંથી દૂર જવા પણ કહ્યું. પરંતુ હમણાં જ જે ઘટના વિશે આપણે વાત કરવા જઈ રહ્યાં છીએ તે તમને જરૂર પસંદ આવશે. આ વાત એ લોકોના મોઢા પર તમાચા બરાબર જ હશે જે લોકો આવી વાતોને પસંદ નથી કરતાં.

પેટ્રિશા ઓર્ગૅનો, ફિલિપિન્સ એરલાઇન્સ માં એર હોસ્ટેસ છે. તેણે અંદર વિમાનમાં મુસાફરી કરતી મહિલાની નવજાત બાળકીને દૂધ પીવળાવ્યું. એ પણ પોતાનું દૂધ. એટલે કે બ્રેસ્ટ ફીડ. પટ્રીશાએ તેના ફેસબુક એકાઉન્ટ પર બાળકની સાથેનો ફોટો શેર કર્યો હતો. અને આ સંપૂર્ણ ઘટના વિશે પણ જણાવ્યું હતું.

જણાવ્યું હતું કે વિમાનની અંદર એક માતા પોતાના નવજાત બાળકની સાથે બેઠેલી હતી. વિમાન જ્યારે ફ્લાઇટ ભરી ને ઊડી રહ્યું હતું ત્યારે તે બાળક ખૂબ જ રડવા લાગ્યું. કારણ કે, માતાની પાસે જે ફોર્મુલા દૂધ હતું તે પૂરું થઈ ગયું. ફોર્મુલા મિલ્ક, એટ્લે ઉપરી દૂધ કહેવામાં છે. ઘણીવાર એવું થાય છે કે માતા પોતાના બાળકને દૂધ નહીં આપી શકતી ત્યારે ડોક્ટર્સ તેમણે એવી સલાહ આપે છે કે બાળકને ઉપરનું દૂધ પીવડાવવુ, અથવા માતાને પ્રમાણમાં દૂધ નહીં આવે ત્યારે ડૉક્ટર્સ ફોર્મુલા દૂધ પીવળાવવાનું સૂચવે છે. આ માતાનું દૂધ નથી. આ ગાય કે સોયાના દૂધથી બનેલું દૂધ હોય છે.તો, જ્યારે વિમાનની અંદર બેઠી મહિલાનું ફોર્મુલા દૂધ પૂરું થઈ ગયું, ત્યારબાદ તેની દીકરી મોટેથી રડવા લાગે છે. પેટ્રીશાએ બાળકના રડવાનો અવાજ સાંભળી અને તે સ્ત્રીની પાસે પહોંચી. ત્યારે તે મહિલાએ કહ્યું કે તેના ફોર્મુલા દૂધ પૂરું થઈ ગયું છે અને તેની દીકરી ભૂખના કારણે રડી રહી છે.પછી પેટ્રીશાએ બાળકને પોતાનું દૂધ પીવળાવવાનું નક્કી કર્યું. તે બાળક અને બાળકની માતા સાથે વિમાનની ગૅલેરીમાં ગઈ જ્યાં તેણે તે રડતી બાળકીને બ્રેસ્ટ ફીડ કરાવ્યુ. બાળકી ખૂબ ભૂખી હતી, તેણે દૂધ પીવાનું શરૂ થયું. પેટ્રીશા ત્યાં સુધી બ્રેસ્ટ ફીડ કરાવતી રહી , જ્યાં સુધી બાળકી ઊંઘી ન ગઈ.પેટ્રિશા ફેસબુક પર લખે છે, ‘આ ફ્લાઇટ મારા માટે ખૂબ જ સ્પેશિયલ હતી. નહી એટલા માટે કે હું તેમાં કેબિન ક્રુ ઇવે્યુએટર હતી, પણ તેથી મને આ ફ્લાઇટમાં કોઈ ણે મદદ કરવાની તક મળી. મેં એક અજાણ છોકરીને દૂધ પીવળાવ્યું . થૅન્ક્યુ, લોર્ડ, માતાના દૂધની ભેટ. ‘ ફેસબુક પોસ્ટથી એ ખબર પડે છે કે આ ઇન્સીડેંટ 6 નવેમ્બરનું છે. જે ફોટા પેટ્ર્રીશાએ શેર કર્યો છે, તેમાં બાળકની ચહેરાની જગ્યા છે ઇમોજિ લાગેલું છે. પેટ્રીશાએ આટલું બાળકીનાં કુટુંબની પ્રાઈવસી માટે કર્યું છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here