ફક્ત 60 રૂપિયામાં ઘરે લઈ જાવ AC, TV અને બીજું ઘણું બધું, વાંચો કઈ કંપની આપી રહી છે આ બધું અને ક્યારે મળશે.

0

હા તમે બરાબર જ વાંચ્યું છે કે એક એવી કંપની છે જે પોતાની દરેક પ્રોડક્ટ એકદમ નજીવી કીમતે આપી રહ્યા છે. વધુ માહિતી જાણવા માટે અંત સુધી વાંચજો. એક તરફ જ્યાં લોકો કહી રહ્યા છે કે હવે ઘરવપરાશની વસ્તુઓ મોંઘી થશે અને કસ્ટમ ડ્યુટીના કારણે પણ વસ્તુઓના ભાવ વધી જશે ત્યાં જ બીજી તરફ બીજી તરફ આપણા દેશની ગોદરેજ કંપની એક સરસ અને સસ્તી ઓફર લઈને આવી છે. ગોદરેજ કંપની એ રેફ્રીજરેટર અને એસી જેવી વસ્તુઓની સાથે પોતાની દરેક પ્રીમીયમ ઘરવપરાશની વસ્તુઓ ફક્ત ૬૦ રૂપિયામાં ઘરે લઇ જવા આપી રહી છે. આવો તમને વિગતે જણાવીએ શું છે પૂરી માહિતી.

ગોદરેજ કંપનીને થઇ રહ્યા છે ૬૦ વર્ષ પુરા

ગોદરેજ એપ્લાયન્સ કંપની એ પોતાના ૬૦ વર્ષ પુરા કર્યાની ઉજવણી કરી રહ્યું છે. કંપની એ પોતાના ગ્રાહકોને પણ પોતાના આ સેલિબ્રેશનમાં સામેલ કરવા માંગે છે. અને તેના માટે જ તેઓ પોતાના ગ્રાહકો માટે આ ઓફર લાવ્યા છે જેમાં ગ્રાહક એ તેમની પ્રીમીયમ પ્રોડક્ટ ફક્ત ૬૦ રૂપિયા ભરીને ઘરે લઇ જવા આપશે અને ત્યારબાદ જે રકમ વધેલી છે તે ગ્રાહક એ વગર વ્યાજના ઈએમઆઈ દ્વારા ચૂકવી શકશે. એક રીપોર્ટ અનુસાર કંપનીએ “સોચ કે બનાયા હે” આ થીમના અન્ડરમાં આ સ્કીમ બહાર પાડી છે. કંપનીએ આ ઓફર એ તહેવારો આવી રહ્યા છે એ નિમિત્તે બહાર પાડી છે. કંપનીની આ ઓફર એ ૧લી ઓક્ટોબરથી શરુ થશે અને ૧૫ નવેમ્બર ૨૦૧૮ સુધી ચાલુ રહેશે.

ફ્રીઝ અને વોશિંગ મશીનના ૪૨ મોડલ બનાવ્યા

કંપનીએ આ ઓફર અંતર્ગત રેફ્રીજરેટર અને વોશિંગ મશીનના ૪૨ નવા મોડેલ માર્કેટમાં ઉતારવામાં આવ્યા છે. જેમાં ૩૨ મોડેલ ફ્રીઝના છે અને બાકીના ૧૦ મોડેલ વોશિંગ મશીનના છે. આના સિવાય માઈક્રોવેવ અને એસીના પણ નવા મોડેલ લોન્ચ કાર્ય છે. ગ્રાહક આ પ્રોડક્ટમાંથી કોઈપણ પ્રોડક્ટ ફક્ત ૬૦ રૂપિયા આપીને ઘરે લઇ જઈ શકે છે. મતલબ કે તેઓએ ફક્ત ૬૦ રૂપિયા જ ડાઉન પેમેન્ટ કરવાનું રહેશે. આના સિવાય કંપનીએ પોતાની દરેક પ્રોડક્ટ પર બીજી ઘણીબધી ફાઈનાન્સ સ્કીમો પણ બહાર પાડી છે. આમાં રેફ્રીજરેટર, વોશિંગ મશીન, માઈક્રોવેવ ફક્ત ૯૯૯ ભરીને ઘરે લઇ જઈ શકે છે. એસી અને ચેસ્ટ ફ્રીઝર માટે ગ્રાહકે ફક્ત ૨૪૯૯ રૂપિયા ડાઉન પેમેન્ટ કરવાનું રહેશે.

ઘણો બધો સમાન મળશે મફત

ગોદરેજ કંપનીએ માઈક્રોવેવ ઓવન માટે એક સ્પેસીઅલ સ્કીમ લોન્ચ કરી છે. આ સ્કીમના અંતર્ગત માઈક્રોવેવ ખરીદી કરવાવાળા ગ્રાહકને ૯૯૯ રૂપિયાના ટ્રયો બાઉલ ફ્રી મળશે. ગોદરેજની બીજી પ્રોડક્ટ સાથે સલુનના ફ્રી વાઉચર, ફૂડના ફ્રી વાઉચર, અને હોલીડે પેકેજ જેવા ગીફ્ટ મળશે. ગોદરેજ કંપનીએ આ સ્કીમ માટે બીજી ઘણી ઈ-કોમર્સ કંપનીઓ સાથે ડીલ કરી છે. જેવી કે એમેઝોન, પેન્ટાલૂન, લાઈફસ્ટાઈલ, તનિષ્ક અને બીજી ઘણી કંપનીઓ સાથે ડીલ કરેલ છે.

Author: GujjuRocks Team
દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!