પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ આધારિત ફિલ્મ પછી હવે સામે આવ્યું હાલના વડાપ્રધાનની બાયોપિકનું પોસ્ટર, જાણો મોદી ની ભૂમિકા કોણ નિભાવશે?

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi)નો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે. આ બાયોપિકનું પહેલું પોસ્ટર રિલીઝ થઇ ચૂક્યું છે. પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi)માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પાત્ર બોલિવૂડ અભિનેતા વિવેક ઓબેરોય ભજવી રહ્યા છે.

પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) નું દિગ્દર્શન સરબજીત અને મેરી કોમ જેવી બાયોપિક બનાવી ચૂકેલા ઓમંગ કુમાર કરી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ ફિલ્મ ટ્રેડ એક્સપર્ટ તરણ આદર્શએ આ ફિલ્મની વિગતો જાહેર કરી હતી, અને આ ફિલ્મને લઈને ચર્ચાઓનો વંટોળ ઉભો થયો હતો.

ફિલ્મનું પોસ્ટર 23 ભાષાઓમાં રિલીઝ કરવામાં આવ્યું છે. પોસ્ટરને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસએ રિલીઝ કર્યું છે. ફિલ્મની ટેગલાઈન છે: ‘देशभक्ति ही मेरी शक्ति है.’

લોકસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi)’ને રાજનૈતિક મુદ્દો બનાવવામાં આવી રહી છે. આ પહેલા જ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પર આધારિત ફિલ્મ ‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર (he Accidental Prime Minister)’ ને લઈને માહોલમાં ગરમાગરમી ચાલી રહી છે. જોકે હાલ બધાનીજ નજર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ બાયોપિક પર છે કારણકે આ ફિલ્મમાં તેમના જીવનની ઘણી ઘટનાઓ દર્શાવવામાં આવશે, જેના પર વિરોધીઓની નજર રહેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક ‘પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi)’ની સાથે બોલિવૂડ અભિનેતા વિવેક ઓબેરી બોલિવૂડમાં ફરીથી કામ કરવા જઈ  રહ્યા છે. ફિલ્મના નિર્માતાઓમ વિવેક ઓબેરોયના પિતા સુરેશ ઓબેરોય પણ સામેલ છે. લાંબા સમયથી વિવેક ઓબેરોય બોલિવૂડમાં ફિલ્મો નથી કરી રહ્યા.

વિવેક ઓબેરોય સાઉથની ફિલ્મોમાં ઘણા એક્ટિવ છે, અને તેણે અજિત કુમાર સાથે ‘વિવેગમ’ જેવી સુપરહિટ ફિલ્મ પણ આપી છે. તેની આગામી ફિલ્મ મલયાલમના ટોચના અભિનેતા મોહનલાલ સાથે ‘લુસીફર (Lucifer)’ છે. આના સિવાય કન્નડ ફિલ્મ ‘રુસ્તમ’ અને તેલુગુ ફિલ્મ ‘વિનય વિધેય રામા’માં પણ નજરે ચઢશે.

Author: GujjuRocks Team
બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here