દેશની પહેલી મહિલા શહીદ કિરણ સિંહ શેખાવત… માત્ર 27 વર્ષની ઉંમરે દેશ માટે આપી દીધો જીવ

0

લેફટનન્ટ કિરણ શેખાવત… આ નામ છે રાજસ્થાનની બહાદુર દીકરીનું… હરિયાણાની જાંબાઝ વહુનું અને આખા દેશનું માથું ગર્વથી ઊંચું કરી દેવાવાળી મહિલા ઓફિસરનું… 24 માર્ચ 2015ની રાતે ગોવામાં કોસ્ટ ગાર્ડનું ડોર્નિયર વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું હતું. એ જ દુર્ઘટનામાં કિરણ શેખાવત શહીદ થઇ હતી. કિરણ શેખાવત દેશમાં પોતાની ફરજ બજાવતા શહીદ થનાર પહેલી મહિલા ઓફિસર હતી.

1 મે 1988ના રોજ ગામ સેફરાગુવારમાં વિજેન્દ્ર સિંહ શેખાવતના ઘરે કિરણનો જન્મ થયો હતો. શહાદતના 5 વર્ષ પહેલા કિરણ ભારતીય નૌકાદળમાં જોડાઈ હતી. કિરણના લગ્ન મેવાતના કુથરલા ગામના વિવેક સિંહ છોકર સાથે થયા હતા. વિવેક છોકર પણ ભારતીય નૌકાદળમાં લેફટનન્ટના પદ પર કાર્યરત છે. ડોર્નિયર વિમાનની ઘટના સમયે વિવેકની ડ્યુટી કેરળમાં હતી. કિરણના પિતા વિજેન્દ્ર સિંહ શેખાવત અને સસરા શ્રીચંદ પણ નૌકાદળમાંથી નિવૃત છે. કિરણની સાસુ સુનિતા દેવી ગામના સરપંચ છે.

કિરણની જેઠાણી રાજશ્રી પણ કોસ્ટગાર્ડમાં પાયલોટ છે. 24 માર્ચ 2015ના ડોર્નિયર વિમાન દુર્ઘટનાનું શિકાર થયું હતું. વિમાનમાં ઓબ્ઝર્વર અધિકારી કિરણ શેખાવત પણ શહીદ થઇ ગઈ. બે દિવસ શોધખોળ ચાલ્યા બાદ, 26 માર્ચે તેમનો મૃતદેહ મળ્યો હતો. કિરણને અંતિમ વિદાઈ આપવા માટે હજારો લોકો ઉમટયા હતા. તેના અંતિમ સંસ્કાર એ જગ્યાએ કરવામાં આવ્યા, જે જગ્યા પર કિરણના વિવેક સાથે લગ્ન થયા હતા. તેની ચિતાને મુખાગ્નિ કિરણના પતિ વિવેક સિંહ છોકરે આપી હતી. બહાદુર દીકરી કિરણ શેખાવત પર આખા દેશને ગર્વ છે. વર્ષ 2015માં કિરણે ગણતંત્ર દિવસની પરેડમાં રાજપથ પર નૌકાદળની મહિલા ટુકડીનું નેતૃત્વ કરીને રાજસ્થાનનું નામ આખા દેશમાં રોશન કર્યું હતું.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે આપનો ખુબ ખુબ આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here