ફિલ્મોથી કમ નથી આ 9 ભારતીય ક્રિકેટર્સની લવ સ્ટોરીસ, આ ક્રિકેટરે પોતાની ગર્લફ્રેન્ડ સાથે કર્યા હતા ભાગીને લગ્ન…..વાંચો અહેવાલ

0

તમારા ફેવરીટ ક્રિકેટર્સ પણ છે શામિલ.

ભારતીય ક્રિકેટ ટીમનાં ક્રિકેટર્સને મેદાન પર ચોકે-છક્કે મારતા તો આપણે બધાએ જોયા જ છે. ઇન્ડિયન ક્રિકેટર્સ ખુબ જ લોકપ્રિય રહ્યા છે. ફેંસ તેમના વિશે જાણવા માટે હંમેશા જ ઉત્સુક રહેતા હોય છે. અને વાત જો તેઓના પર્શનલ લાઈફની હોય તો પછી તો શું કહેવું.

હાલના દિવસોમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પોતાના અફેઈર્સને લીધે ચર્ચામાં રહેલા છે. પણ આ પહેલી વાર નથી કે આવું થયું હોય. સચિન તેંદુલકરથી લઈને એમએસ ધોની સુધીની લવ સ્ટોરી મીડિયામાં છવાયેલી છે. ફેંસ લોકો વચ્ચે તેની ખુબજ ચર્ચા થતી હોય છે.

આજે અમે તમારી સામે એવા જ અમુક ક્રિકેટનાં સિતારાઓની વાત લઈને આવ્યા છીએ. એવા ખીલાડી જેઓની પ્રેમ કહાનીઓ ફિલ્મોની સમાન આસાન રહી ન હતી. આખરે બધુજ ઠીક થઈ ગયું જેવું ફિલ્મોના એન્ડમાં થતું હોય છે. આવો તો જાણીએ આવા ક્રિકેટર્સ વિશે.

1. આંખો ને આંખો માં જ ઇશારા થઇ ગયા:

સૌરવ ગાંગુલીની વાત કરીએ તો તેની કહાની કોઈ ફિલ્મથી કમ નથી. ‘ડોના રોય’ અને સૌરવ ગાંગુલીનાં પિતા પહેલા બીઝનેસ પાર્ટનર હતા. પણ બાદમાં હાલાત બગડી ગયા હતા. બન્નેની દોસ્તી એકાએક દુશ્મનીમાં બદલાઈ ગઈ હતી. બન્ને દુશ્મનોનાં બાળકોને એકબીજા સાથે પ્રેમ થઇ ગયો હતો. બાદમાં બંનેએ પરિવાર થી છુપાઈને વર્ષ 1996 માં લગ્ન કરી લીધા હતા. બાદમાં ખબર પડતા પરિવારનાં લોકો નારાજ થઇ ગયા હતા. પણ બાદમાં બધા માની ગયા હતા.

2. થયો એક તરફો પ્રેમ:

સચિન તેંદુલકર અને અંજલિની મુલાકાત વર્ષ 1995 માં મુંબઈ એઈરપોર્ટ પર પહેલી વાર થઇ હતી. 5 વર્ષ બાદ બંનેએ લગ્ન કરી લીધા હતા. જણાવી દઈએ કે અંજલિની ઉંમર સચિન કરતા પુરા 6 વર્ષ મોટી છે. પણ આ વાતની અસર તેઓના રિશ્તા પર ક્યારેય પણ નથી પડી.

3. 7 વર્ષના હતા ત્યારથી છે પ્રેમ:

વીરેન્દ્ર સહેવાગની મુલાકાત આરતી સાથે જ્યારે થઇ ત્યારે માત્ર તે 7 વર્ષનાં જ હતા. 21 વર્ષની ઉમરમાં સહેવાગે આરતી સાથે પોતાના પ્રેમનો ઈઝહાર કર્યો હતો. વર્ષ 2004 માં બંનેએ લગ્ન કર્યા હતા. તમને જણાવી દઈએ કે વીરેન્દ્ર અને આરતીના બે દીકરા પણ છે.

4. આવી રીતે થયા લગ્ન:

રાહુલ દ્રવિડનાં લગ્ન વિજેતા પેન્ઢકર સાથે વર્ષ 2003 માં થયા હતા. તેમનો પરિવાર વર્ષોથી એક-બીજાને ઓળખતા હતા. તમને જણાવી દઈએ કે વિજેતા એક સર્જન છે. બાદમાં રાહુલે પણ વિજેતાને પસંદ કરવા લાગ્યા હતા. ઘરના લોકોએ બિલકુલ પણ વાર નાં લગાડી અને તેઓના લગ્ન કરાવી દિધા હતા.

5. માહી ની અનટોલ્ડ સ્ટોરી:

જ્યાં સુધી મહેન્દ્ર સિંહ ધોની અને સાક્ષી ની લવ સ્ટોરીનો સવાલ હોય તો તેના વિશેની આપણે ફિલ્મ જોઈ જ લીધી છે. પણ અસલમાં તો બંને એક-બીજા સાથે બચપનથી જ જાણે છે. કેમ કે તે દિવસોમાં પિતા રાંચી માં એક સાથે કામ કરતા હતા. સાલો બાદ તેઓની મુલાકાત અચાનક એક હોટેલમાં થઇ હતી. ત્યારે સાક્ષી પણ ધોની વિશે કાઈ પણ જાણતી ન હતી. તેઓના લગ્ન 2010 માં થયા હતા. બન્નેની એક પ્યારી દીકરી પણ છે.

6. બોલીવુડની અદાકારાએ કર્યો ક્લીન બોલ્ડ:

હરભજન સિંહનાં લગ્ન એક્ટ્રેસ ગીતા બસરા સાથે વર્ષ 2015 માં થયા હતા. જો કે ગીતા બસરા બોલીવુડ એક્ટ્રેસ છે પણ ફિલ્મોમાં તેઓનું કેરિયર કઈ ખાસ ચાલી શક્યું ન હતું. બંનેની એક દીકરી પણ છે.

7. કોણે ચોર્યું રૈનાનું ચૈન:

સુરેશ રૈના ભારતીય ક્રિકેટ ટીમનાં બેહતરીન ખિલાડીઓમાં શુમાર છે. જો કે તેની પાછળ યુવતીઓ પાગલ છે, પણ આ પત્ની પ્રિયંકાનાં પ્રેમમાં પાગલ છે. પ્રિયંકા સાથે તેઓના લગ્ન 2015 માં થયા હતા. પ્રિયંકા ચૌધરી તેના કોચની દીકરી અને બાળપણની દોસ્ત છે.

8. આમનો તો અંદાજ જ કઈક અલગ છે:

રીતિકા સહદેજ ટીમની સ્પોર્ટ્સ મેનેજર છે. રોહિતે તેને આ ક્રિકેટ ગ્રાઉન્ડ પર પ્રપોજ કર્યું હતું, જ્યાં રોહિતે 11 વર્ષની ઉમરમાં પોતાનો પહેલો મૈચ ખેલ્યો હતો. તેઓના લગ્ન 2015 માં થયા હતા.

9. હેજલ સાથે થયો પ્રેમ:

તમને બોડીગાર્ડ ફિલ્મમાં કરીના કપૂરની સહેલી તો યાદ જ હશે. તે બીજું કોઈ નહિ પણ યુવી ની વાઈફ છે. હેજલ સાથે યુવી નાં લગ્ન વર્ષ 2016 માં થયા હતા. ઘણા સિતારાઓ તેઓના લગ્નામાં શામિલ થયા હતા.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.