ફિલ્મોમાં જુવાન દેખાય છે બોલીવુડની આ 5 અભિનેત્રીઓ, પણ અસલ જીવનમાં થઇ ચુકી છે ઘરડી…

0

કોઈપણ યુવતી માટે તેની સુંદરતા ખુબ જ મહત્વ રાખતી હોય છે. એમ પણ સુંદર કોણ દેખાવા માગતા નથી? દરેક કોઈની ઈચ્છા હોય છે કે તે સૌથી સુંદર અને આકર્ષક દેખાય. બૉલીવુડમાં અનેક એવી અભિનેત્રીઓ છે જેઓ આકર્ષક દેખાવા માટે જાત જાતની સર્જરી કરાવી ચુકી છે,  અભિનેત્રીઓ એવી પણ છે જેઓ સૌંદર્ય દેખાવા માટે અઢળક મેકઅપ કરતી હોય છે.

તેઓના ચેહરા પર એટલા પિમ્પલ કે દાગ-ધબ્બા છે કે તેને છુપાવા માટે મેકઅપ નો સહારો લેતી હોય છે. તેના સિવાય અમુકે અભિનેત્રીઓ એવી પણ છે જે પોતાની વધતી ઉંમર ને છુપાવવા માટે મેકઅપ ના સહારા દ્વારા પોતાના બુઢાપા ને છુપાવતી હોય છે. આજે અમે તમને એવી જ અમુક પાંચ અભિનેત્રીઓ વિશે જણાવીશું જેઓ પોતાની રિયલ લાઈફમાં ઘરડી થઇ ચુકી છે પણ ફિલ્મોમાં તેઓ એકદમ સુંદર, આકર્ષક અને યુવાન દેખાય છે.

1. માધુરી દીક્ષિત:બૉલીવુડ ની ધક ધક ગર્લ માધુરી દીક્ષિત ટીવી શોઝ અને ફિલ્મોમાં તો યુવાન અને સુંદર દેખાય જ છે પણ વાસ્તવમાં તે ઘરડી થઇ ચુકી છે.  મેકઅપ વગરની જોઈ લેશો તો તો તમે માધુરી ને ઓળખી જ નહિ શકો. 51 વર્ષ ની માધુરી એ 1999 માં અમેરિકા ના સર્જન ડોકટર શ્રીરામ નેને સાથે લગ્ન કર્યા હતા.

2. તબ્બુ:તબ્બુ બોલીવુડની એક જાણીતી અભિનેત્રી છે. તેની એક્ટિંગ ના દરેક કોઈ દીવાના રહ્યા છે. તેની ગણતરી બોલીવુડની સૌથી સશક્ત અભિનેત્રીઓમાં કરવામાં આવે છે. તબ્બુ એ પોતાના ફિલ્મી કેરિયર ની શરૂઆત વર્ષ 1985 માં આવેલી ફિલ્મ ‘હમ નૌજવાન’ દ્વારા કરી હતી. 46 વર્ષની તબ્બુ મેકઅપ વગર ખુબ જ ઉંમરવાન લાગે છે.

3. રેખા:એ વાતમાં કોઈ જ શંકા નથી કે રેખા પણ પોતાના જમાનાની સૌથી સુંદર અભિનેત્રી માનવામાં આવતી હતી. આજે 63 વર્ષ ની ઉંમરમાં પણ તે દરેક કોઈને સુંદરતા ના મામલામાં પાછળ છોડી દે છે. પણ જો તમે તેને મેકઅપ વગરની જોઈ લેશો તો તમને પણ જાણ થશે કે તેની સુંદર દેખાવાની પાછળ મેકઅપ નો કેટલો મોટો હાથ રહ્યો છે.

4. રવીના ટંડન:મસ્ત-મસ્ત ગર્લ રવીના ટંડને વર્ષ 2004 માં અનિલ થડાની સાથે લગ્ન કર્યા હતા. 43 વર્ષની રવીના ટંડન આજે પણ ફિલ્મોમાં યુવાન અને સુંદર નજરમાં આવે છે. હાલમાં જ આવેલી ફિલ્મ માતૃ માં તે ખુબ જ સુંદર નજરમાં આવી હતી. પણ મેકઅપ વગર તેના ચેહરા પર તેની ઉંમર સ્પષ્ટ દેખાઈ આવે છે.

5. કરિશ્મા કપૂર:કરિશ્મા કપૂર 90 ના દશક ની સૌથી ફેમસ અને સુંદર અભિનેત્રી ગણવામાં આવતી હતી. તેની પહેલી ફિલ્મ પ્રેમ કૈદી હતી. કરિશ્માએ સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે કે અને પોતાની ગ્લેમરસ તસ્વીરો શેયર કરે છે. ભલે આજે પણ તે મેકઅપ ની સાથે યુવાન દેખાય છે પણ મેકઅપ વગર તેને જો તમે જોઈ લેશો તો તે ઘરડી નજરમાં આવશે, હાલ કરિશ્મા ની ઉંમર 44 વર્ષની છે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here