ફિલ્મોમાં આવતા પહેલા કઈક આવી દેખાતી હતી ઐશ્વર્યા રાઈ, જુઓ દુનિયાની સૌથી સુંદર મહિલાની અનદેખી 10 તસ્વીરો…

0

ઐશ્વર્યા રાઈ ને આજે દરેક કોઈ ઓળખે જ છે. ઐશ્વર્યા એક એવી મહિલા છે જેમણે માત્ર સુંદરતા જ નહિ પણ પોતાના અભિનય ના દમ પર લોકો ના દિલોમાં એક ખાસ જગ્યા બનાવી છે. ઐશ એક સુંદરતાની મિસાલ છે. તેના જેવી સુંદર અદાકારા કદાચ જ આ દુનિયામાં કોઈ હશે. ભલે આજે પ્રિયંકા અને દીપિકા બૉલીવુડ માં પોતાનું નામ કમાઈ રહી હોય, પણ અસલ માં બૉલીવુડ ને દુનિયાભરમાં ઓળખ ઐશ્વર્યા એ જ અપાવી છે. ઐશ ના ફેન્સ દુનિયાભર માં રહેલા છે. જો કે ઐશ આજે જે મુકામ પર છે ત્યાં પહોંચવા માટે તેમણે ઘણી કઠિનાઈઓનો સામનો કર્યો છે.
બૉલીવુડ માં ઘણી એવી અભિનેત્રીઓ છે જે ફિલ્મોમાં કામ કરવાના પહેલા એક સામાન્ય અને સાધારણ યુવતી ની જેમ જ દેખાતી હતી ઐશ પણ તેમાંની એક છે. પણ આ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા પછી તેઓ લાખો લોકોની રોલ મૉડલ બની ગઈ,પણ ઐશ ની સાથે આવું ના થયું. આજે ભલે તેના પહેરવેશ માં બદલાવ આવ્યો હોય પણ તેની સુંદરતામાં આજે પણ કોઈ જ બદલાવ નથી આવ્યો. તે જેવી પહેલા હતી તેટલી જ સુંદર આજે આ ઉંમરે પણ છે. આજે અમે તમને ઐશ ના સંઘર્ષ ના દિવસો ની અમુક તસવીરો દેખાડીશું.
ઇવેન્ટના હોસ્ટ એ પૂછ્યું હતું ડેટ માટે:
જણાવી દઈએ કે ઐશ પોતાની પહેલી જાહેરાત કૈમીલ બ્રાન્ડ્સ માટે શૂટ કર્યું હતું ત્યારે તે માત્ર 9 માં ધોરણમાં જ ભણતી હતી. તેને આટલી નાની ઉમરં માં જ મોડેલિંગ નો પહેલો કોન્ટ્રેક્ટ મળ્યો હતો. આ સિવાય તેમણે પેપ્સી અને કોકાકોલા બંને બ્રાન્ડ ની જાહેરાતો કરેલી છે.
અત્યાર સુધીમાં પસંદ કરવામાં આવેલી દરેક મિસ વર્લ્ડસ માં વોટિંગ ના આધાર પર ઐશ ને બે વાર(વર્ષ 2000 અને 2010) સૌથી સુંદર મહિલા ઘોષિત કરવામાં આવી ચુકી છે. વર્ષ 1994 માં જ્યારે ઐશ એ મિસ વર્લ્ડ નો ખિતાબ જીત્યો હતો ત્યારે તેને ઇવેન્ટ ના હોસ્ટ એ તેને ડેટ પર જવા માટે પ્રસ્તાવ મુક્યો હતો,પણ તેનો આ પ્રસ્તાવ ઐશ એ સ્વીકાર્યો ન હતો.
આર્કિટેક્ચર બનવા માગતી હતી ઐશ:
ઐશ પોતાનો અભ્યાસ પૂરો કરીને મોડેલિંગ માં જાવા માગતી હતી. તે મેડિકલ નો અભ્યાસ પણ કરવા માગતી હતી અને કોલેજ માં જુઓલોજી તેનો પ્રિય વિષય હતો. પણ સુંદરતા ના લીધે તેને અનેક પ્રકારની ઓફરો આવવા લાગી હતી. જો કે શરૂઆત ના દિવસોમાં તે એક આર્કિટેક્ચર બનવા માગતી હતી પણ તેના ભાગ્ય માં કઈક બીજું જ લખેલું હતું.
ઐશ પહેલી એવી ભારતીય મહિલા છે જેમણે હોલીવુડ સુપરસ્ટાર બ્રેડ પીટ ની સાથે કામ કરવાનો ઇન્કાર કરી નાખ્યો હતો. તેને બ્રેડ ની સાથે ફિલ્મ ‘ટ્રોય’ ઓફર થયેલી હતી પણ ઐશ એ આ ફિલ્મ માટે ના કહી દીધી હતી. 1 નવેમ્બર 1973 ના રોજ જન્મલી ઐશ હાલ 44 વર્ષ ની થઇ ચુકી છે પણ તેની સુંદરતાથી તેની ઉમર નો અંદાજો લગાવવો થોડો મુશ્કિલ છે. તેને જોઈને એવું લાગે છે કે ઉંમર વધવાની સાથે સાથે તેની સુંદરતા માં પણ વધારો થઇ રહ્યો છે.
Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here