આ 10 બૉલીવુડ સ્ટાર્સ એ ફિલ્મ માં કર્યો હતો ફ્રી માં રોલ, આ અભિનેત્રી એ તો પહેલી જ ફિલ્મ માં ન લીઘી ફી…

0

આજ બૉલીવુડ માં કેરિયર બનાવવું ખુબ જ મુશ્કિલ થતું જઈ રહ્યું છે, પણ આજ મુશ્કિલો નો સામનો કરીને કોઈ એક્ટર પોતાનું કેરિયર બનાવી લે છે તો તેના પછી તેની પાસે ફિલ્મો ની ખામી નથી રહેતી અને જેના ચાલતા તેઓની ફી પણ ખુબ જ વધી જાતી હોય છે, એવામાં અમુક ફિલ્મ પ્રોડ્યુસર ને તેઓને વધુ ફી આપવામાં અણગમો થતો હોય છે. પણ જણાવી દઈએ કે બૉલીવુડ માં એવા ઘણા સિતારાઓ છે જેઓને ફિલ્મ પ્રોડ્યુસર સાથે સારા સંબંધ હોવાને લીધે તેઓ ફિલ્મોમાં નાના મોટા કિરદારો માટે ફી નથી લેતા અને ફ્રી માં જ રોલ નિભાવે છે. આજે અમે તમને એવા જ અમુક કિરદારો વિશે જણાવીશું. જેમાના અમુક એ તો પોતાની ડેબ્યુ ફિલ્મ ની ફી પણ નથી લીધી.

1. ભાગ મિલ્ખા ભાગ:
આ ફિલ્મ માં સોનમ કપૂર એ માત્ર 11 રૂપિયા જ ફી લીધી હતી.

2. દબંગ-2:સલમાન ની આ ફિલ્મ માં કરીના કપૂરે એક આઈટમ સોન્ગ કર્યું હતું, જેના માટે કરીના એ એકપણ રૂપિયો લીધો ન હતો.

3. હૈદર:આ ફિલ્મ માં અભિનેતા શાહિદ કપૂર એ લીડ રોલ નિભાવ્યો હતો તેના છતાં પણ તેમણે માત્ર 11 રૂપિયા જ શુકન ના લીધા હતા.

4. કભી ખુશી કભી ગમ:ફિલ્મ કભી ખુશી કભી ગમ માં અભિનેત્રી રાની મુખર્જી એ ઘણું કામ કર્યું હતું પણ તેના માટે તેમણે એક પણ પૈસો લીધો ન હતો.

5. બૉસ:અક્ષય કુમાર ની ફિલ્મ બૉસ માં સોનાક્ષી એ એક સોન્ગ કર્યું હતું, ‘હર કિસી કો નહિ મિલતા યહા પ્યાર ઝીંદગી મૈં’ જે ખુબ જ હિટ પણ રહ્યું હતું. જો કે આ સોન્ગ માટે સોનાક્ષી એ ફી લીધી ન હતી.

6. સન ઑફ સરદાર:અજય દેવગન ની આ ફિલ્મમાં સલમાન ખાન એ પોં-પોં-પોં સોન્ગ કર્યું હતું અને નાનો એવો કિરદાર પણ નિભાવ્યો હતો અને તેના માટે તેમણે એકપણ રૂપિયો લીધો ન હતો.

7. તીસ માર ખાં:આ ફિલ્મ માં સાલમન ખાને વલ્લાહ રે વલ્લાહ સોન્ગ કર્યું હતું, જેમાં તેમણે ફ્રી માં કામ કર્યું હતું.

8.બિલ્લુ:ફિલ્મ બિલ્લુ માં પ્રિયંકા ચોપરા એ એક સોન્ગ ફિલ્માવાપર ફી લીધી ન હતી. જયારે તેના ઘરે ચેક પણ મોકલવામાં આવ્યો હતો પણ તેણે ચેક ને પાછો મોકલી દીધો હતો.

9. મૈં કૃષ્ણા હું:તમને જણાવી દઈએ કે આ ફિલ્મ ને કૈટરીના કૈફ ની હેયરસ્ટાઈલિશ એ પ્રોડ્યુસ કરી હતી અને તેમાં કૈટરીના એ નાનો એવો કિરદાર પણ નિભાવ્યો હતો. જેના માટે કૈટરીના એ કોઈ જ ચાર્જ લીધો હતો આ સિવાય ફિલ્મના પ્રમોશન માં પણ કૈટરીના સાથે રહી હતી.

10. ઓમ શાંતિ ઓમ:પોતાની પહેલી ફિલ્મ થી ડેબ્યુ કરવા છતાં પણ અભિનેત્રી દીપિકા એ આ ફિલ્મ માટે એકપણ પૈસો લીધો ન હતો. દીપિકા એ જણાવ્યું હતું કે તે સમયે શાહરુખ ખાન ની સાથે કામ કરવું જ તેના માટે એક મોટી વાત હતી.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here