Oh My God: રણવીર સિંહ સાથે લગ્ન કર્યા પછી ફિલ્મોમાં હવે આ કામ નહિ કરે દીપિકા પાદુકોણ…

0

દીપવીર ના લગ્ન ની ચર્ચા હજી પણ સોશિયલ મીડિયા પર ચાલી રહી છે, દરેક કોઈ હજી પણ તણા લગ્ન ને લઈને વાતો કરી રહ્યા છે. બંને ના લોકપ્રિય હોવાનો અંદાજો એ વાત પરથી લાગી શકે છે કે હાલના દિવસો માં લોકોએ ગુગલ પર એટલા વધુ વાર સર્ચ કર્યા છે કે તેઓના નામ લિસ્ટ માં પાંચ માં નંબર પર આવે છે. જણાવી દઈએ કે ગુગલ એ લિસ્ટ રિલીઝ કરી છે જેમાં વર્ષ 2018 ના સૌથી વધુ સર્ચ કરનારા લગ્ન વિશે જણાવામાં આવ્યું છે, જેમાં દીપવીર ના લગ્ન ને પણ એક ખાસ જગ્યા મળી છે.દીપ-વીર એકબીજાને કેટલો પ્રેમ કરે છે તે તો દરેક કોઈ જાણે જ છે. બંને એ ઇટલી ના ફેમસ લેક કોમો માં લગ્ન કર્યા હતા અને તેના પછી મુંબઈ અને સાઉથ માં પોતાના લગ્નનું રીશેપ્શન આપ્યું હતું. જયારે બંને ને પોતાના હનીમૂન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે હાલ પહેલા બંને પોત પોતાની ફિલ્મોમાં કામ કરશે જેને પૂરું કર્યા પછી જ તેઓ હનીમૂન વિશે વિચાર કરશે.જે રીતે બંને એ પોતાના હનીમૂન ને ટાળીને પોતાના કામ ને પહેલા મહત્વતા આપી છે તેને જોતા લાગે છે કે બંને પોતાના કામ અને કેરીયર પ્રતિ ખુબ જ ગંભીર અને પ્રોફેશનલ છે અને પોતાની પર્સનલ લાઈફ ને પ્રોફેશનલ લાઈફ માં નથી મિલાવતા.પણ હાલમાં જ જયારે દીપિકાને સવાલ પૂછવામાં આવ્યો જેના જવાબ પછી દરેક કોઈ હેરાન જ રહી ગયા હતા.

એક ઇન્ટરવ્યૂ દરમિયાન દીપિકા ને પૂછવામાં આવ્યું કે શું તે હવે ફિલ્મોમાં ઓનસ્ક્રીન કિસ કરશે તો તેના પર તેણે ‘છી’ કહીને ઇન્કાર કર્યો હતો. જેના પછી સ્પષ્ટ થઇ ગયું છે કે દીપિકા હવે તે કિરદારોની લિસ્ટ માં શામિલ થઇ ગઈ છે જેઓ ઓનસ્ક્રીન કિસ નથી કરતા.જણાવી દઈએ કે જલ્દી જ રણવીર સિંહ ની ફિલ્મ સિમ્બા રિલીઝ થવાની છે અને તે હાલના દિવસોમાં પોતાની ફિલ્મ ના પ્રમોશન માં વ્યસ્ત છે, જયારે દીપિકા પણ પોતાની આવનારી ફિલ્મોમાં કામ કરી છે આ ફિલ્મ ને મેઘના ગુલજાર ડાયરેક્ટ કરી રહ્યા છે, જે એક એસિડ અટૈક પીડિતા લક્ષ્મી અગ્રવાલ પર બનાવામાં આવેલી છે. જણાવી દઈએ કે લક્ષ્મી પર માત્ર 15 વર્ષ ની ઉંમર માં જ તેજાબ ફેંકવામાં આવ્યો હતો.
Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here