ફિલ્મ ‘કરન-અર્જુન’ તો તમે ઘણી વાર જોઈ હશે, પણ શું તમે ક્યારેય નોટીસ કરી છે આ ફિલ્મની 10 મોટી ભૂલો, ઘણા લોકો ભૂલ શોધવામાં થયા છે ફેઈલ….

0

અમુક ફિલ્મો એવી હોય છે કે જેને એક  વાર જોયા બાદ ફરી જો ટીવી પર આવતી હોય તો આપળે ફટ દઈને ચૈનલ બદલી નાખતા હોઈએ છીએ. જયારે અમુક ફિલ્મો એવી હોય છે કે કેટલી વાર પણ ટીવી પર કેમ ન આવતી હોય છતાં પણ તેમને જોવાનું મન થઇ જ જાય છે.

રોચક તથ્ય 1995ની સુપર હીટ ફિલ્મ ‘કરન અર્જુન’ ના રીલીઝ થયાની 21 વર્ષ પુરા થઇ ગયા છે. પૂરી ફિલ્મ ‘રાજસ્થાન’ ના વિભીન્ન લોકેશન પર શૂટ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને, બે જગ્યાઓ વિશે જણાવવું ખુબ જરૂરી છે. જેના પર પૂરી કહાની ઘૂમે છે. એક ઠાકુર દુર્જન સિંહ(અમરેશ પૂરી)ની હવેલી અને બીજુ કરન-અર્જુનનું ગામ.

આ ફિલ્મમાં સલમાન-શાહરુખ ખાનની જોડી નજરમાં આવી છે. પુનર્જન્મ અને બદલાની ભાવનાએ આ કહાનીને નિર્દેશન કર્યું છે રાકેશ રોશને. ફિલ્મમાં મ્યુઝીક પણ રાકેશ રોશનનું જ છે. 90’sના બાળકો તો બાળપણથી જ આ ફિલ્મ જોતા આવ્યા છે. તે છતાં પણ આજે પણ આ ફિલ્મ દરેકની ફેવરીટમાની એક છે.

જો કે આ ફિલ્મને તો તમે ઘણીવાર જોઈ હશે પણ શું તમારું ધ્યાન ક્યારેય તેમાં થયેલી ભૂલો પર નહી ગયું હોય. અને જો નથી ગયું તો ચાલો અમે તમને જણાવી દઈએ આ ફિલ્મ થયેલી અમુક એવી ભૂલો.

1. બદલી ગયો લોટો:

એક સીનમાં જયારે સલમાન પોતાની માતાજી ને લોટો આપે છે ત્યારે તે નાનો હોય છે પણ બીજા સીનમાં તે તરતજ મોટો બની જાય છે.લાગે છે કે જાદુઈ લોટો છે.

2. ઈજા ક્યાંક, ખૂન ક્યાંક:

કરન-અર્જુનની માતાજીના એક સીનમાં તેમને ડાબી બાજુએ ઈજા થયેલી છે જયારે બીજા સીનમાં તે જયારે મંદિર પહોંચે છે ત્યારે તેને જમણી બાજુએ લોહી નીકળતું દેખાઈ છે.

3. ગાયબ થઇ ગયા લોકો:

ફિલ્મના એક સીનમાં જયારે લોકો કમાઈ લેવા માટે લાઈનમાં ઉભા છે ત્યારે કરન-અર્જુન લાઈનમાં દુર-દુર સુધી જોવા નથી મળતા. પણ ત્રણ લોકોની કમાણી લીધા બાદ તરતજ બંન્નેનો નંબર આવે છે અને પાછળના લોકો પણ ગાયબ થઇ ગયેલા જોવા મળે છે.

4. બાળક થઇ ગયું ગંદુ:

ફિલ્મમાં જયારે ડોક્ટર બાળકને જન્મ અપાવીને હાથમાં લે છે ત્યારે તે એકદમ સાફ હોય છે પણ બીજા જ સીનમાં તે ગંદુ દેખાઈ આવે છે.

5. સલમાન પાસે આવી ગયા પથ્થર:

ફિલ્મના એક સીનમાં જયારે સલમાન નદીની પાસે સૂતેલો હોય છે ત્યારે આસપાસ કાઈ પણ નથી હોતું. પણ બાદમાં પછીના સીનમાં તેની આસપાસ મોટા-મોટા પથ્થર આવી જાય છે.

6. બદલાઈ ગયો ઘાવ:

ફિલ્મમાં જયારે સલમાન-શાહરૂખ કાલીયા સાથે લડાઈ કરે છે તો તેના મુક્કા બાદ કાલીયાના આંખ પરથી ખૂન નીકળવા લાગે છે જયારે બીજા સીનમાં આંખની નીચેથી લોહી નીકળતું દેખાઈ છે.

7. આ પુરુષ ક્યાંથી આવી ગયો:

ફિલ્મમાં દુર્જન સિંહની કાર દુર્ગાના એકદમ નજીક પહોંચવા જવાની હોય છે ત્યારે, ત્યાં આસપાસ તો શું પણ દુર-દુર સુધી કોઈજ હોતું નથી. પણ પછીના સીનમાં એક પુરુષ ક્યાંકથી ટપકી પડે છે અને દુર્ગાનો જીવ બચાવી લે છે.

8. અચાનક આવી ગઈ આ વસ્તુઓ:

ઈમેજમાં બતાવેલા ફિલ્મના સીનમાં ટેબલ ઉપર વધુ વસ્તુઓ નથી હોતી પણ પછીના જ સીનમાં તેજ જગ્યા પર સોફા, ટેલીફોન, જેવી અન્ય વસ્તુઓ નજરમાં આવે છે.

9. બદલાઈ ગયું બેકગ્રાઉન્ડ:

ફિલ્મના એક સીનમાં જ્યારે મુંશી, દુર્ગાના ઘરે અંદર આવીને બેસે છે ત્યારે ત્યાનું બેકગ્રાઉન્ડ અને પછીના સીનનું બેકગ્રાઉન્ડ અલગ-અલગ જોવા મળે છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!