ફિલ્મ ‘હમ આપકે હૈ કૌન’ ની આ ફેમસ અભિનેત્રી એટલી બદલાઈ ગઈ છે કે તમે ઓળખી નહિ શકો, જુઓ તસ્વીરો…..

0

90 ના દશક માં બૉલીવુડ માં ઘણી એવી સુપરહિટ ફિલ્મો આવી હતી જેની કહાની એટ્લી જબરદસ્ત રહી હતી કે આજ સુધી લોકો તે ફિલ્મોના દીવાના રહ્યા છે. આજે અમે વાત કરવાના છીએ 90 ના દશકમાં પોતાના સમયમાં સુપરહિટ હિન્દી ફિલ્મ ‘હમ આપકે હૈ કૌન’ જેનું નિર્માણ ‘સૂરજ બડજાત્યા’ એ 1994 માં કર્યું હતું. જણાવી દઈએ કે આ ફિલ્મમાં માધુરી દીક્ષિત અને સલમાન ખાન મુખ્ય કિરદારમાં હતા અને જેમાં માધુરી નું માનવું હતું કે સૂરજ બડજાત્યા નિર્દેશિત આ ફિલ્મ એટલા માટે સુપરહિટ રહી કેમ કે તેની કહાની એક સામાન્ય ભારતીય પરિવારોની હકીકત જેવી હતી.
આ ફિલ્મને 5 ઓગસ્ટ 1994 ના રોજ સીનેમાંઘરોમાં રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મના હિટ થવાની સાથે જ ભારતીય સિનેમા નું રૂપ જ બદલાવી નાખ્યું. હમ આપકે હૈ કૌન જો કે ફિલ્મનું નામ છે પણ તે પોતાનું લાગે છે જાણે કે કોઈ નજીકનું દોસ્ત, પોતાની કહાની, પોતાનો જ પરિવાર, પોતાના જ લોકો.જણાવી દઈએ કે ફિલ્મમાં રીટા ની ભૂમિકા ભજવનારી એક્ટ્રેસ ‘સાહિલા ચઢ્ઢા’ હાલના દિવસોમાં ફિલ્મો થી ખુબ જ દૂર છે. ફિલ્મમાં રીટાએ સલમાન ખાનને પટાવાની ખુબ જ કોશિશ કરી પણ પોતાની નાદાની ને લીધે ખુદ જ તેના પ્રયાસો પર પાણી ફેરવી નાખતી હોય છે.
જણાવી દઈએ કે સાહિલા એ અન્ય ઘણા ફિલ્મોમાં કામ કર્યું છે પણ તેને સૌથી વધુ કામિયાબી અને લોકપ્રિયતા આ ફિલ્મ દ્વારા મળી હતી. જો કે આ ફિલ્મમાં તેના ચુલબુલા અંદાજ ને લોકો દ્વારા ખુબ જ પસંદ કર્યો હતો. પણ તેની બોલીવુડમાં કઈ ખાસ કિસ્મત ચમકી શકી ન હતી.
સાહિલા એ રવીના ટંડન અને જ્યા પ્રદા જેવી ઘણી સુપરહિટ એક્ટ્રેસેસ સાથે કામ પણ કર્યું છે. જણાવી દઈએ કે સાહિલા ને ફિલ્મોમાં કઈ ખાસ સફળતા ન મળવાને લીધે તેણે એક્ટર નિયમ બાલી સાથે લગ્ન કરી લીધા હતા.
હાલ બંનેની એક ક્યૂટ દીકરી પણ છે જેની સાથે સાહિલા ફિલ્મોથી દૂર પોતાના પરિવારની સાથે લાઈફ એન્જોય કરી રહી છે.આજે ભલે સાહિલા લાઇમલાઈટથી દૂર હોય પણ આજે પણ તેને કોઈ પાર્ટી કે ઇવેન્ટમાં સ્પોટ કરવામાં આવે છે. સાહિલા હવે પોતની પર્સનલ લાઈફમાં ખુબ જ વ્યસ્ત બની ગઈ છે અને તે પોતાની દીકરી અને પતિ સાથે ખુબ જ ખુશ છે.Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!