ફિલ્મ દુલ્હે રાજા માં ગોવિંદા ની સાથે કામ કરનારી આ એક્ટ્રેસની આજે હાલત જોઇને રહી જાશો દંગ…..

0

બોલીવુડમાં જેટલી ખાસ ભૂમિકા એક હીરોની હોય છે તેટલી જ ભૂમિકા એક કોમેડિયનની પણ હોય છે. જો તે ફિલ્મ બોરિંગ હોય તો પણ કોમેડીયનનાં સારા એવા પરફોર્મન્સને લીધે સુપરહિટ બની જ જાતી હોય છે. એક સારો એવો કોમેડિયન ફિલ્મમાં ચાર ચાંદ લગાવી દેતો હોય છે અને બોલીવુડમાં એવા ઘણા કોમેડિયન છે જેનું કામ માત્ર હસાવાનું છે પણ એવા અમુક કોમેડિયન આપણા બોલીવુડ માંથી ગાયબ થઇ ગયા છે. એવા જ એક કોમેડિયનની અમે વાત કરવા જઈ રહ્યા છીએ જેનું નામ છે ‘ગુડ્ડી મારુતિ’. આ અભિનેત્રી એટલી હદ સુધી બદલાઈ ગઈ છે કે કોઈપણ તેને ઓળખી નહિ શકે. તેણે બોલીવુડમાં કામ કરવાનું પણ છોડી દીધું છે.

તેણે ગોવિંદાની મુવી ‘દુલ્હે રાજા’ માં એક પોલીસ ઇન્સ્પેકટર અજગર સિંહની પત્નીનો રોલ પ્લે કર્યો હતો. જેમાં આ ઇન્સ્પેકટર જબરદસ્તી લોકો પાસેથી ફ્રી માં માલ લે છે અને તે કામમાં તેની આ પત્ની પણ તેનો સાથ આપે છે પણ બાદમાં ગોવિન્દા તેને સારો એક સબક શીખડાવે છે.
ગુડ્ડી મારુતિ ઘણી એવી બોલીવુડ ફિલ્મોમાં કામ કરી ચુકી છે, તેમણે 1996 થી 1999 સુધી ગોવિન્દાની ત્રણ ફિલ્મોમાં કામ કર્યું છે. આ ફિલ્મોનું નામ ‘દુલ્હે રાજા’, ‘બીવી નંબર-1’, ‘છોટે સરકાર’ છે.

સાથે જ તે અક્ષય કુમાર, અજય દેવગન, અને શાહરૂખ ખાન ની ફિલ્મોમાં પણ સાથે કામ કરી ચુકી છે. તેણે છેલ્લી ફિલ્મ 2015 માં કરી હતી જેનું નામ હતું ‘હમ સબ ઉલ્લુ હૈ’ તેના બાદથી જાણે કે તે બોલીવુડ થી ગાયબ થઇ ગઈ હતી. પબ હાલ તે ટીવી સીરીયલોમાં નાના મોટા રોલ કરતી નજરમાં આવે છે.  લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!