ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ ની છુટકી હવે દેખાય છે એકદમ સુંદર, જુઓ નવા Photos ક્લિક કરીને

0

રોમેન્ટિક ફિલ્મોની વાત આવતા જ 90 નાં દશકની સુપરહિટ ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ નું નામ જીભ પર આવી જ જાતું હોય છે. તે સમયે બોક્સ ઓફીસ પર ધમાલ મચાવનારી આ ફિલ્મને જોઇને પ્રેમી યુગલોનો પ્રેમ પરવાન ચઢવા લાગ્યો હતો. ભારતીય સિનેમામાં સૌથી લાંબા સમય સુધી ચાલનારી આ ફિલ્મની કહાની અને સંગીત આજે પણ આપણા મનમાં આવે છે.જો કે ફિલ્મમાં રાજ અને સીમરનની રોમેન્ટિક કેમેસ્ટ્રીને ખુબ જ પસંદ કરવામાં આવી હતી, પણ આ ફિલ્મના અમુક અન્ય કીરદારો પણ હતા જેને પણ લોકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવ્યા હતા. તેમાનો એક કિરદાર ચુલબુલી ‘છુટકી’ નો હતો, જેણે લોકોના દિલોમાં પોતાની ખાસ જગ્યા બનાવી હતી. તો ચાલો આજે અમે તમને કાજોલની આ ઓનસ્ક્રીન સિસ્ટર સાથે મળવવા જઈ રહ્યા છીએ જે હાલ મોટી થઇ ગઈ છે અને ખુબ જ ગ્લેમર પણ દેખાવા લાગી છે. જો કે ફિલ્મમાં એ કિરદારને પૂજા રૂપારેલ એ નિભાવ્યો હતો. મિસ રાજેશ્વરી એટલે કે છુટકી ને આ કિરદારને ફિલ્મમાં ખુબ જ પસંદ કરવામાં આવ્યું હતું, જેના બાદ તે લાઈમલાઈટમાં આવી હતી. પણ હવે પૂજા દેખાવમાં એકદમ અલગ જ લાગી રહી છે. લેટેસ્ટ તસ્વીરો જોઇને તે વાતનો અંદાજો લગાવવો મુશ્કિલ છે કે આ ફિલ્મ ‘DDLG’ ની તે જ માસુમ એવી દેખાતી ચુલબુલી છુટકી છે.ઘણા લોકોને એવું લાગે છે કે પૂજાએ પોતાની ફિલ્મી સફરની શરૂઆત 1995 માં આવેલી ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ દ્વારા કરી હશે, પણ જણાવી દઈએ કે ચાઈલ્ડ આર્ટીસ્ટનાં તૌર પર 1993 માં આવેલી ફિલ્મ ‘કિંગ અંકલ’ દ્વારા તેણે અભિનયની શરૂઆત કરી હતી.આ ફિલ્મમાં તેની સાથે જેકી શ્રોફ પણ નજરમાં આવ્યા હતા. તેના બાદ આદિત્ય ચોપડાની સુપરહીટ ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે માં છુટકીનો કિરદાર નિભાવ્યો હતો.

મુંબઈમાં જન્મેલી પૂજા રૂપારેલે પ્રાથમિક શિક્ષા પૂરી કર્યા બાદ બોલીવુડમાં કદમ રાખ્યો હતો. તે બોલીવુડ ફિલ્મોની સાથે-સાથે ઘણી એવી ધારાવાહિક માં પણ અભિનય કરી ચુકી છેહાલ માં જ પૂજા રૂપારેલ અનીલ કપૂરના શો 24 માં પણ નજરમાં આવી હતી. સાથે જ DDLG નાં હજાર સપ્તાહ પુરા કર્યા બાદ તે કપિલ શર્મા નો શો ‘કોમેડી નાઈટ્સ વિથ કપિલ’ માં પણ નજરમાં આવી હતી.તેના અતિરિક્ત તે વર્ષ 2015 માં આવેલી ફિલ્મ ‘પાસ્ટ ઇજ પ્રજેંટ’ માં પણ અભિનય કરી ચુકી છે.
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.