ફિલ્મ આપવાના બહાને ગુફામાં લઇ ગયો રહીમ, સુંદરી મોડલે કરી ગંદી હરકત, ચોંકાવનારા ખુલાસા

 

બે સાધ્વીઓ પર બળાત્કારના કેસમાં જેલમાં બંધ બાબા રામ રહીમને લઇને દરરોજ નવા નવા ખુલાસાઓ થઇ રહ્યા છે.

બાબા રામ રહીમની ખાસ મનાતી હનીપ્રીતની પોલીસે ધરપકડ કરી દીધી છે. હવે મોડલ અને એક્ટ્રેસ મરીના કુંવરે રામ રહીમ પર ગંભીર આરોપ લગાવ્યા છે.

મરીનાના કહેવા પ્રમાણે, બાબા ગુરમીત રામ રહીમ તેને ફિલ્મની ઓફરના બહાને બેડરૂમ સુધી લઇ ગયો હતો. એટલું જ નહી બાબા તેને ગુફામાં લઇ જઇ ખોટી રીતે સ્પર્શ કરતો હતો.

મરીનાના મતે બાબાની આ હરકતોને લઇને તેણે છ મહિના અગાઉ રાત્રે 1 વાગ્યે એક ટ્વિટ પણ કર્યું હતું પરંતુ બાદમાં તેના લોકો દ્ધારા ધમકી આપવાની શરૂઆત થઇ જતાં તેણે તે ટ્વિટ ડિલિટ કરી દીધું હતું.

રામ રહીમના જેલમાં ગયા બાદ મરીનાએ આ આરોપ લગાવ્યા હતા. મરીનાના મતે બાબા રામ રહીમ સાથે વધતા તેના સંબંધોને કારણે હનીપ્રીત તેને ખૂબ નફરત કરતી હતી.

 

મરીનાએ કહ્યું કે, રામ રહીમ મીટિંગ માટે તેને બોલાવતો હતો અને ખોટી નજરથી જોતો હતો. રામ રહીમને નશાની આદત છે અને તે ખૂબ દારૂ પીવે છે અને ડ્રગ્સ પણ લે છે.

મરીના અને તેના બોયફ્રેન્ડે આ વાત જાહેર કરવાનો નિર્ણય એટલા માટે લીધો કારણ કે હવે રામ રહીમ અને હનીપ્રીત જેલમાં છે.

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!