પુરી રાત ગાંડા ની જેમ ખાડો ખોદતી રહી માદા હાથી, સવારે લોકોએ પાસે જઈને જોયું તો ભાવુક થયા…

0

માતા ને ભગવાન નું બીજું રૂપ માનવામાં આવે છે.કહેવાય છે કે ધરતી પર ભગવાન દરેક જગ્યાએ, દરેક સમયે નથી રહેતા માટે જ તેઓએ માતા ને બનાવી છે. મોટાભાગે એ જોવામાં આવતું હોય છે કે જયારે પણ પોતાના બાળક પર કોઈ સમસ્યા આવતી હોય છે તો માં તેની રક્ષા માટે ગમે તે કરવા માટે પણ તૈયાર હોય છે. એવામાં પ્રાણીઓમાં પણ માં ની મમતા કઈ ઓછી નથી હોતી. એવી જ એક માદા હાથી ની મમતા ભરી કહાની આજના દિવસોમાં સોશિયલ મીડિયા પર ખુબ શેયર કરવામાં આવી રહી છે.
બચ્ચાં ને બચાવવા માટે 11 કલાક સુધી ખાડો ખોદતી રહી માદા હાથી:સોશિયલ મીડિયા પર હાલના દિવસોમાં એક માદા હાથી ની ભાવુક સ્ટોરી શેયર કરવામાં આવી રહી છે જેમાં એક માદા હાથી ખાડા માં પડેલા પોતાના બચ્ચાં ને બચાવવા માટે લગાતાર માટી માં ખાડો ખોદતી જોવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ માદા હાથી આગળના દિવસે પોતાના બચ્ચા ની સાથે જંગલ ને પાર કરી રહી હતી. કે ત્યારે જ તેનું બચ્ચું ખાડા માં પડી ગયું. ખાડો ખુબ જ ઊંડો હતો અને હાથીનું બચ્ચું ખુબ જ નાનું હતું, માટે તે આ ખાડા ને પાર કરવામાં અસમર્થ હતું, પણ તેને બહાર કાઢવા માટે હાથી એ ખુબ સંઘર્ષ કર્યો હતો. એ પણ કહેવામાં આવે છે કે તેમણે લગાતાર રોકાયા વગર જ સતત 11 કલાક સુધી ખાડો ખોદ્યો હતો.

સવારે હાથીની ચીખ સાંભળીને દોડી આવ્યા ગામના લોકો:રાતના સમયે જંગલ ને પાર કરી રહેલી માદા હાથી ખુબ ચિંતિત થઇ ગઈ જયારે તેનું નાનું એવું બચ્ચું રસ્તામાં બનેલા એક ખાડા માં પડી ગયું. આ માંતા એ પોતાના બચ્ચા ને બહાર કાઢવા માટે ખુબ જ સંઘર્ષ કર્યો હતો અને લગાતાર 11 કલાક સુધી ખાડો ખોદ્યો હતો. જો કે છતાં પણ તે પોતાના બચ્ચા ને બહાર ન કાઢી શકી પણ તેણે હાર પણ ના માની અને જોર જોર થી અવાજ કરવા લાગી. તેના અવાજો સાંભળતા જ આસપાસ ના લોકો ત્યાં દોડી આવ્યા, તેની આ સમસ્યા જોઈને ગામના લોકો પણ ભાવુક થઈ ગયા હતા.

માદા હાથીને લાલચ આપીને બચ્ચાંને કાઢ્યું બહાર:હાથી ઘબરાટ માં આવીને પોતાના બચ્ચા પર વધારે માટી નાખી રહી હતી જેને લીધે બચ્ચું વધારે અંદર ફસાઈ જઈ રહ્યું હતું, ગામના લોકો આ ઘટના સમજી ગયા અને બચ્ચાં ને બહાર કાઢવા માટેની યોજના બનાવી. તેઓએ સૌથી પહેલા માદા હાથી નું ધ્યાન ભટકાવ્યું,તેના માટે તેઓ અમુક કેળા ને તેની પાસે લઇ ગયા. પુરી રાતની ભૂખી અને બેહાલ હાથીએ જયારે કેળા જોયા તો તેને ખાવાની લાલચમાં તે ત્યાં થી દૂર હટી ગઈ અને ગામના લોકોએ બચ્ચા ને બહાર કાઢવા માટેના પ્રયાસો શરૂ કરી દીધા અને થોડા પ્રયાસો પછી તેઓ હાથીના બચ્ચા ને બહાર કાઢવામાં કામિયાબ રહ્યા. બચ્ચા ને ખાડા ની બહાર જોઈને હાથી પણ ખુશ થઇ ગઈ અને તેને લઈને જંગલના તરફ ચાલી ગઈ.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો. ➡➡

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here