શલગમ એક એવું શાક છે જેમાં બહુ જ ઓછી કેલરી હોય છે પણ તેની સાથે એન્ટી-ઓક્સીડેન્ટ, વિટામિન્સ, વધારે માત્રામાં પ્રોટીન અને મિનરલ્સ હોય છે. આયુર્વેદમાં કહેવામાં આવે છે જો ફક્ત શલગમ ખાવાથી શરીરને એ બધા તત્વો મળી જાય છે જેની તેને જરૂરત હોય છે. શલગમ એ તરત એનર્જી વધારવાની સાથે સાથે આપણી ઇમ્યુનિટીને વધારવાનું કામ પણ કરે છે. જો તમે રાતના સમયે શલગમ ખાવ છો તો તેનાથી હાનિકારક ફ્રી રેડિકલ્સથી છુટકારો મળે છે. જો ફેફસાની વાત કરીએ તો શલગમ ખાવાથી ફેફસાનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. શલગમના ઉપયોગથી શરીરની ગંદકી પણ સાફ થઇ જાય છે. શલગમના શાકને કોઈપણ બીમારીમાં ખાઈ શકાય છે. તમે વિશ્વાસ રાખો શલગમ ખાવાથી ફેફસાનું ગંદકી પણ સાફ થાય છે અને સાથે સાથે ફેફસાનો સોજો અને ફેફસામાં જામેલ કફથી પણ રાહત થાય છે.
ફેફસા માટે શલગમનો ઉપયોગ બહુ ફાયદાકારક છે. શલગમનું ફળ જ નહિ પણ તેના મૂળ પણ બહુ ઉપયોગી છે. શલગમનું મૂળ જેમાં ઘણા બધા મિનરલ્સ હોય છે. આમાં વિટામીન એ, વિટામીન સી, કેરોટીનોયડ અને લ્યુટીન જેવા એન્ટી-ઓક્સીડેન્ટ વધારે માત્રામાં હોય છે. આના સિવાય આના પાનમાં વિટામીન કે મળે છે. સાથે જ તેમાં કેલ્શિયમ, કોપર, આયરન અને મેગનીઝ જેવા મહત્વપૂર્ણ મિનરલ્સ પણ હોય છે. સ્મોકિંગ કરવાથી જેમના પણ ફેફસામાં કોઈ રોગ થઈ ગયો હોય છે તેમને માટે શલગમ એ બહુ ફાયદાકારક છે શલગમમાં રહેલ વિટામીન એ ફેફસામાં થતા સોજા, એમ્ફીસેમા અને ફેફસાની બીજી બીમારીઓ દુર કરે છે.
આવો તમને જણાવીએ શલગમ ખાવાના બીજા ફાયદા.
શલગમમાં રહેલ ઉચ્ચ માત્રામાં ફાયબર એ શરીરના પાચનતંત્રને મજબુત કરે છે. એક સંશોધન અનુસાર આમાં રહેલ ગ્લુકોસાઈનોલેટ્સ, હેલીકોબેક્ટર બેક્ટીરિયાને પેટની પ્રક્રિયામાં મદદ કરે છે.
શલગમમાં એન્ટીઓક્સીડેન્ટ અને ફાઈટોકેમિકલ્સ બહુ વધારે પ્રમાણમાં હોય છે જેનાથી કેન્સરના જોખમને ઓછું કરવામાં મદદ કરે છે. જે પણ મહિલાઓ સ્તન કેન્સરના જોખમને ઘટાડવા માંગે છે તેમણે પોતાના ભોજનમાં દરરોજ શલગમને સામેલ કરવી જોઈએ. આનાથી મળાશય અને ટ્યુમરને પણ ઓછું કરે છે.
શલગમમાં રહેલ વિટામીન એ ના કારણે તે એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણોથી ભરપુર હોય છે, આનાથી હાર્ટ એટેક, હાર્ટ સ્ટ્રોક અને અન્ય હૃદય રોગની બીમારી રોકવામાં મદદ કરે છે. શલગમ ફોલેટનો પણ એક બહુ સારો સ્ત્રોત છે જે હૃદય પ્રણાલીને વધારવામાં મદદ કરે છે.
કેલ્સિયમ અને પોટેશિયમનો એક બહુ મહત્વપૂર્ણ સ્ત્રોત છે. શલગમથી હાડકા પણ સ્વસ્થ રહે છે અને તેનો વિકાસ કરવામાં મદદ થાય છે. શલગમને નિયમિત ખાવાથી હાડકા બહુ ઓછા તૂટે છે. ગાંઠ પડવાની તકલીફ જેમને પણ હોય તેમણે દરરોજ શલગમનો ઉપયોગ કરવો જોઈએ.
શલગમમાં રોગ પ્રતિકારક શક્તિ વધારે પ્રમાણમાં હોય છે તેનાથી બીમારીઓ જેવી કે ભૂખ ઓછી લાગવી, બવાસીર વગેરેમાં ફાયદો થાય છે. નિયમિત શલગમનો ઉપયોગ કરવાથી કીડનીમાં પથરી હોય છે એ સરળતાથી નીકળી જાય છે.
શલગમમાં બહુ ઓછી કેલરી હોય છે જેના ઉપયોગથી વજનમાં ઘટાડો થઇ શકે છે.બીજી તરફ આમાં રહેલ ફાઈબરથી પાચનશક્તિ મજબુત બને છે. આવીરીતે પણ વજન ઘટાડવામાં મદદ મળે છે. શલગમથી પેટ સાથે જોડાયેલ સમસ્યા પણ મટી જાય છે.
શલગમમાં રહેલ વિટામીન સી એક શક્તિશાળી એન્ટીઓક્સીડેન્ટના ગુણ હોય છે જેનાથી અસ્થમાનો ઈલાજ અને તેના લક્ષણોને રોકવા માટેનું કામ કરે છે. એક નવી શોધ પ્રમાણે દમની બીમારીમાં છાતીમાંથી આવવાવાળો અવાજ ઓછો થઇ જાય છે.
ગરમીની ઋતુમાં શરીરમાંથી આવતી ગંધ એ સામાન્ય સમસ્યા છે. શલગમનો રસ શરીરની ગંધથી છુટકારો આપે છે. સામાન્ય રીતે શલગમનો રસ પીવો એ સ્વાસ્થ્ય માટે સારો છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks
