ફાસ્ટ ફ્રૂડ થી થતાં 6 નુકસાન…..જીવનભર ત્યાગી દેશો આર્ટિકલ વાંચ્યા પછી – માહિતી વાંચો અને શેર કરો

0

વડાપાઉ, સમોસા, દાબેલી, પીઝા,બર્ગર, રોલ, ચૌમીન, ચિલી, ફેંચ ફ્રાઈ અને કોલડ્રિંક વગેરે એ લોકો ની ખાણી પીણી પર કબ્જો કરી લીધો છે. આજે આપણે જોઈએ છીએ કે લોકો પોતાના પૌષ્ટિક આહાર પર ઓછું અને બજાર માં મળતા ફાસ્ટ ફ્રૂડ ને વધુ મહત્વ આપે છે. તેમાય જો રવિવાર હોય તો ફાસ્ટ ફ્રૂડ ની એક પણ લારી કે દુકાન ખાલી ના હોય. પગ મૂકવા ની પણ જગ્યા ના મળે. પરંતુ આ ફાસ્ટ ફ્રૂડે આપણાં જીવન ને એટલું નુકસાન પહોચાડ્યું છે કે જેનો તમે અંદાજ પણ ના કાઢી શકો. એક શોધખોળ માં જોવા મળ્યું છે કે ફાસ્ટ ફ્રૂડ થી મગજ માં ગડબડ થવા લાગે છે. ચાલો તો જાણીએ ફાસ્ટ ફ્રૂડ ના સેવન થી તમારા તબિયત ને કેટલું નુકસાન થાય છે.

નિરંતર જો તમે ફાસ્ટ ફ્રૂડ નું સેવન કરતાં હો તો તમે શિથિલ થઈ જશો.. તમે હંમેશા થાક નો અનુભવ કરશો. આપણાં શરીર ને આવશ્યક પૌષ્ટિક તત્વ જેવા કે પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ ની ઉણપના કારણે ફાસ્ટ ફ્રૂડ તમારી ઉર્જા ના સ્તર ને ઓછું કરી દે છે.
ફાસ્ટ ફ્રૂડ નું થતું સતત સેવન ટીનેજર્સ માં ડ્રિપ્રેશન નું કારણ બની શકે છે. વધતી ઉંમર ની સાથે બાળકો માં ઘણા પ્રકાર ના બાયોલોજિકલ ફેરફાર થવા લાગે છે. આવા સમયે ચૌમિન, પીઝા, બર્ગર, રોગ વગેરે ખાવું બાળકો માટે સમસ્યા બની શકે છે અને તે ડ્રિપ્રેશન માં પણ જઈ  શકે છે.

મેંદા અને તેલ થી બનેલા આ ફાસ્ટ ફ્રૂડ તમારી પાચન શક્તિ ને પણ પ્રભાવિત કરે છે. જેના થી કબજિયાત ની સમસ્યા ઊભી થઈ શકે છે. આ ખાણી-પીણી માં ફાઈબર નું પ્રમાણ ઓછું હોવાથી આ ખાદ્ય પદાર્થ પચવા માં ભારે પડે છે.
ખૂબ જ વધારે પ્રમાણ માં ફાસ્ટ ફ્રૂડ નું સેવન કરનાર લોકો માટે 80% હ્રદય ની બીમારી ની તકલીફ વધી જાય છે. આ પ્રકાર ના આહાર માં વધારે પ્રમાણ માં ફેટ હોય છે, જે શરીર માં કોલેસ્ટ્રોલ ના સ્તર ને વધારી દે છે.
વસા (જેમાં વિટામિન કે પ્રોટીન નથી તે) થી ભરપૂર આ ખાદ્યપદાર્થ હ્રદય, રક્ત વાહિકાઓ, જિગર ને લગતી બીમારીઓ નું કારણ બને છે. જેથી તનાવ પણ વધે છે. કૈફિન યુક્ત ખાદ્યપદાર્થ (ચા, કોફી, કોલા અને ચોકલેટ), સફેદ લોટ (મેંદો),મીઠું, સંતૃપ્ત વસા, પ્રસંસ્કૃત પદાર્થ એવા છે કે જે તમારા જીવન માં તનાવ ને વધારવા માં મદદ કરે છે.

ફાસ્ટ ફ્રૂડ થી થતાં નુકસાન માં એક નુકસાન એ પણ છે કે ફાસ્ટ ફ્રૂડ માથી  મળતી કેલોરી તમારૂ વજન વધવા નું કારણ બની શકે છે. જે તમને બેડોળ શરીર તરફ લઈ જાય છે. એટલે કે શરીર નું વજન વધી જાય છે. વજન વધવા થી શ્વાસ ની સમસ્યાઓ નું જોખમ વધી જાય છે. જેના થી અસ્થમા અને શ્વાસ લેવા માં તકલીફ પડે છે. તમે પોતે જોયું હશે કે તમે જ્યારે દાદરા ચડો  છો અથવા કસરત કરો છો ત્યારે તમને શ્વાસ લેવા ઘણી તકલીફ પડે છે.

ફાસ્ટ ફ્રૂડ ના અવયવો તમારા પ્રજજન ક્ષમતા પર પણ અસર કરે છે. એક અધ્યયન માં જોવા મળ્યું છે  કે આ ફ્રૂડ માં ફથાલેટ્સ હોય છે. જે એક એવું રસાયણ છે જે તમારા શરીર ના હોર્મોન કેમ કાર્ય કરે છે તેને બાધિત કરે છે. આ રસાયણો ના ઉચ્ચ સ્તર થી જન્મ ને લગતા દોષ સહિત પ્રજજન સંબંધી તકલીફ નું કારણ બની શકે છે.

ફાસ્ટ ફ્રૂડ ના નુકસાન માં એક નુકસાન એ પણ છે કે ફાસ્ટ ફ્રૂડ થોડા સમય માટે આપણી ભૂખ ને સંતોષી શકે છે પણ લાંબા સમય માટે નહીં. જે લોકો ફાસ્ટ ફ્રૂડ ખાય છે તે લોકો માં અવસાદ નું પ્રમાણ વધુ હોય છે જ્યારે ફાસ્ટ ફ્રૂડ ન ખાતા લોકો માં અવસાદ નું પ્રમાણ ઓછું હોય છે. એટલે કે ફાસ્ટ ફ્રૂડ ખાવા થી અવસાદ નું પ્રમાણ વધે છે.
ફાસ્ટ ફ્રૂડ માં રહેલા કાર્બન અને શુગર તમારા મોં માં એસિડ નું પ્રમાણ વધારે છે. અને આ એસિડ ટૂથ એનામોલ ને નષ્ટ કરી શકે છે. આ ટૂથ એનામોલ ના હોવા ને કારણે બેક્ટરીયા સામે દાંત ઉપર કૈવિટી નું નિર્માણ કરે છે.

આ રીતે આજે જે ફાસ્ટ ફ્રૂડ ખાવા નું વધી રહ્યું છે, જેને કારણે લોકો માં ઉંમર ઓછી હોવા છતાં થાક, ડ્રિપ્રેશન, અવસાદ વધી ગયા છે. જેને કારણે લોકો માં અનેક માનસિક તેમજ શારીરિક બીમારીઓ વધી ગઈ છે.

માધવી આશરા ‘ખત્રી’

Author: GujjuRocks Team
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here