એકદમ ગુજરાતી સ્ટાઇલથી બનાવેલી સોફ્ટ ને ક્રિસ્પી ફરસી પૂરીની રેસીપી નોંધી લો ભૂલ્યાં વગર …..

0

ફરસી પૂરી

ફરસી પૂરીનો ટેસ્ટ એકદમ લાજવાબ હોય છે. ગુજરાતી ફરસી પૂરીનો ટેસ્ટ સોફ્ટ ,કડક ને ખસ્તા હોય છે. એટલા માટે આ પૂરીને ખસ્તા પૂરી અથવા ફરસી પૂરી કહેવામા આવે છે. આ પૂરી બનાવવામાં મેંદો, મરી પાઉડર, જીરું  તેમજ બીજા મસાલાનો ઉપયોગ કરી બનાવવામાં આવે છે. પહેલાનાં જમાનામાં લોકો આ પૂરીને ખાસ કરીને ત્યોહારના સમયમાં નાસ્તા માટે સ્પેશિયલ બનાવતા હતા. આ પૂરી ગાળ્યા અને ખાટાં અથાણાં સાથે અથવા કોફી કે ચા સાથે નાસ્તામાં ખૂબ ટેસ્ટી લાગે છે.

 • પૂર્વ તૈયારી : 15 મિનિટ
 • બનાવવા માટે લાગતો સમય : 25 મિનિટ
 • કેટલાં લોકો માટે : 6

સામગ્રી :

 • 1 કપ, મેંદો,
 • 3 ટેબલસ્પૂન, સોજીનો લોટ (રવાનો લોટ)
 • 1 ટેબલસ્પૂન, મરી પાઉડર ,
 • 3 ટેબલસ્પૂન, ઘી ,
 • 1 ટેબલસ્પૂન, જીરું ,
 • તળવા માટે તેલ,
 • સ્વાદ અનુસાર મીંઠુ,
 • અને પાણી .

રીત :

એક વાસણમાં મેંદો, સોજી લો એને સરખી રીતે હલાવી મિક્સ કરો. એમાં ઘી અથવા તેલ અને મીંઠું ઉમેરો ને સરસ મિક્સ કરી દો.

ત્યારબાદ એમાં જરૂર મિજબનું પાણી એડ કરીને હળવા હાથે મસળીને લોટની કણક તૈયાર કરો. આ લોટ પરોઠા અને મસાલા પૂરીના લોટ કરતાં થોડો કઠણ રાખવાનો છે.

તૈયાર કરેલ લોટની કણકને ઢાંકીને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે. જેથી બધો જ લોટ અંદરથી પલળી જાય. ત્યારબાદ, બાંધેલ લોટના બે ત્રણ  ભાગ કરો ને હાથની મદદથી એક એક ભાગને લંબગોળ શેપ આપી દો ને પાટલીની ઉપર એ તૈયાર કરેલ લંબગોળ ભાગને મૂકી એના પર ચપ્પાની મદદથી એક સરખા જ નાના નાના લૂઆ જેવા આકારમાં કાપી લો. ( ફોટામાં બાતાવ્યા મૂજબ )

પાટલી વેલણની મદદથી એક એક પુરીને થોડી જાડી ને થોડી મોટી વણી લો. હવે એ વણેલી ફરાસી પૂરીણી ઉપર 2 કે 3 કાળા મરીને ખાંડીને સ્પ્રેડ કરો ને વેલણની મદદથી હળવા હાથે પાછું થોડું વણી લો એટ્લે મરી પૂરીમાં ભળી જશે ને પછી ચપ્પાની મદદથી તૈયાર પૂરીમાં કાણાં પાડો જેથી પૂરી ફુલાઈ ન જાય ને એકદમ સરસ ક્રિસ્પી તળાય.

હવે એક કડાઈમાં ગેસ પર તળવા માટે તેલ મૂકો, જ્યારે તેલ મધ્યમ ગરમ થાય ત્યારે એમાં તૈયાર કરેલ ફરસી પૂરી તળવા માટે નાખો. આ પૂરીને ધીમી આંચે બંનેબાજુ ગુલાબી ન થઈ જાય ત્યાં સુધી તળો. જ્યાં સુધી એકદમ ક્રિસ્પી ન બની જાય ત્યાં સુધી તળો ને વચ્ચે વચ્ચે ફેરવતું પણ જવું.

તો તૈયાર છે ફરસી પૂરી. એક પ્લેટમાં પેપર નેપકિન મૂકો ને એના પર તળાઈને તૈયાર થયેલ પૂરીને રાખી દો. જેથી પૂરીમાં રર્હેલું તેલ શોષાઈ જશે. આ પૂરી થોડી ઠંડી થાય પછી વધારે ગોલ્ડન કલરની લાગે છે. બાકીણી બધી જ પૂરીને પણ આ રીતે તળી લો અને ઠંડી થાય એટ્લે એક એરટાઈટ ડબ્બામાં ભરી દો. 15 થી 20 દિવસ સુધી આ પૂરી એકદમ ફ્રેશ રહે છે.

નોંધ :

પૂરીને સોફ્ટ ને ક્રિસ્પી બનાવવા માટે લોટને એકદમ કઠણ  બાંધવો.

જો તમને આખા મરી પાઉડરનો ટેસ્ટ પસંદ નથી. તો મરીનો પાઉડર બનાવીને પણ નાખી શકો છો. અને જ્યારે લોટ બાંધો ત્યારે જ લોટમાં જ મરી પાઉડર મિક્સ કરી દેવો જેથી મરી લોટમાં પહેલેથી જ સરસ ભળી જાય.

ફરસી પૂરીને થોડી વધારે સોફ્ટ ને ક્રિસ્પી બનાવવામાટે 1 ટેબલસ્પૂન તેલ અથવા ઘીનું મોણ વધારે નાખવું.

ટેસ્ટ : નમકીન ને કુરકુરી

ફરસી પૂરીને સર્વ કરવની રીત :

ફરસી પૂરી ને સાંજના નાસ્તામાં ચા કે કોફી સાથે સર્વ કરી શકાય છે. તેમજ બાળકોને લાંચ બોક્સમાં પણ આપી શકો છો.

Author: GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here