ખેડૂતોને 24 ફેબ્રુઆરીથી મળશે સરકાર તરફથી 6,000 રૂપિયા, જાણો શું કરવાનું રહેશે? મેળવો જાણકારી

0

દેશના નાના અને સીમંત ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ 24 ફેબ્રુઆરીના રોજ પહેલો હપ્તો આપવામાં આવશે. ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાના હસ્તાંતરણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગોરખપુરમાં રેલી શરુ થતા પહેલા કરી દેવામાં આવશે. સરકારે આ માટે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન (NPCI) ને આદેશ આપી દીધા છે. પીએમ કિસાન યોજનાના મુખ્ય કાર્યકારી અધિકારી વિવેક અગ્રવાલ દ્વારા NPCIને આદેશ મોકલવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે NPCIના સિસ્ટમ પર 22 ફેબ્રુઆરીએ સંબંધિત ખેડૂતો સાથે જોડાયેલી જાણકારી મળશે. કોર્પોરેશને એ નિશ્ચિત કરવાનું રહેશે કે 24 ફેબ્રુઆરીએ સવારે લાભાર્થીઓને ખાતામાં સફળતાથી પહેલો હપ્તો પહોંચી જાય.

સરકારે આ યોજના હેઠળ 12 કરોડ ખેડૂતોને 6000 રૂપિયા વાર્ષિક આર્થિક સહાય આપવાનું નક્કી કર્યું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે બધા જ રાજ્યો દ્વારા ખેડૂતો વિશે સૂચના અપાઈ ગઈ છે. યોજના અંતર્ગત લાભાર્થીઓને આપવામાં આવતા પહેલા હપ્તા માટે આધારકાર્ડ અનિવાર્ય નથી. જ્યારે બીજા હપ્તાથી આધાર કે આધારની નોંધણી કરાવવી જરૂરી છે. પહેલા હપ્તામાં આધાર કે તેની નોંધણીના બદલે વોટર આઈડી, લાઇસન્સ અને નરેગા જોબ કાર્ડ લાભાર્થીઓની ઓળખના વિકલ્પ હશે.

લાભાર્થીઓની યાદી કિસાન પોર્ટલ પર ઉપલબ્ધરાજ્યો દ્વારા જિલ્લાવાર લાભાર્થીઓની એક યાદી પીએમ કિસાન પોર્ટલ પર અપલોડ કરવામાં આવી છે. જે ખેડૂતોની સુચનામાં કોઈ ખામી કે સ્પષ્ટીકરણ નથી, તેઓને ઠીક કર્યા બાદ 31 માર્ચ સુધીમાં હપ્તો આપવામાં આવશે. સરકારે ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયા પર નજર રાખવા માટે પ્રોજેક્ટ મોનિટરિંગ યુનિટ (પીએમયુ)નું ગઠન પણ કરી દીધું છે.

25 ફેબ્રુઆરી સુધીમાં જે લોકોએ પોતાનું નામ આ યોજના હેઠળ નોંધાવ્યું હશે તેમને માર્ચ 2019ના અંત સુધીમાં તેમના ખાતામાં 2000 રૂપિયા મળી જશે. આ માટે જે લોકો પાસે ઓછામાં ઓછી બે એકર જમીન હશે તે દરેક વ્યક્તિને આ યોજનામાં લાભ મળશે.કોને નહિ મળે આ યોજનાનો લાભ

જેમના પરિવારમાંથી કોઈ પણ સભ્ય સાંસદ, વિધાયક અથવા તો સરકારી નોકરીમાં હોય, ગયા વર્ષે ઇનકમ ટેક્સ ભર્યો ન હોય, તેમજ જે લોકો ઈન્ક્મટેક્સના દાયરામાં આવે છે, ઉપરાંત ડોક્ટર, વકીલ, એન્જીનીયર, સીએ, આર્કિટેક્ટ, અને બીજા પ્રોફેશનલ વ્યક્તિઓ આ યોજનાનો લાભ નહિ લઇ શકે.

આ ઉપરાંત જે ખેડૂતો હાલમાં બંધારણ પદ પર રહી ચકયા છે, પણ હાલ એ પદ પર નથી તેઓને પણ આ યોજનાનો લાભ નહિ મળે. મેયર, કલેકટર અથવા તો જિલ્લા પંચાયતના અધ્યક્ષ રહી ચુકેલા વ્યક્તિને પણ લાભ નહિ મળે. મંત્રી પદ ધરાવતા કોઈ પણ વ્યક્તિને આ યોજનામાં સામેલ નથી કરવામાં આવ્યા અને જે લોકો 10,000 રૂપિયાનું માસિક પેંશન મેળવે છે તેમને પણ આ યોજનાનો લાભ નહિ મળે.પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના માટે ખેડૂત પાસે નીચેના પુરાવા હોવા જરૂરી છે.

  1.  આધાર કાર્ડની સ્વ-પ્રમાણિત નકલ
  2.  ખેડૂત ખાતેદારના ખાતાની વિગત
  3.  બેન્ક પાસબુક/બેન્ક ખાતા નંબર અને IFSC કોડ
  4.  એકરાર નામું સહિતના આધાર પુરાવાઓ

ઉપર દર્શાવેલા દરેક પુરાવા તેમની પાસે લઈને ખેડૂતે તેમના ગામના તલાટી કમ મંત્રી સંપર્ક કરવાનો રહેશે. દરેક તલાટી પાસેથી તમને આ માટે ફોર્મ પ્રાપ્ત થશે. ખેડૂતને તેમના જમીનની વિગત ગ્રામપંચાયતમાંથી એકરારનામામાથી મળી રહેશે. જેમાં તેઓએ પોતાની દરેક વિગત ભરીને રજૂ કરવાની રહેશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here