ફરીથી વિવાદોમાં કપિલ શર્મા, છોકરી માટે કહ્યા અપશબ્દ, જાણો વિગતે….

0

ટ્વીટર પર કહી ભદ્દી વાતો.

‘विनाश काले विपरीत बुद्धि’ જ્યારે ખરાબ સમય આવે ત્યારે દિમાગ કામ કરવાનું બંધ કરી દેતું હોય છે. તે તેવા બધા જ કામ કરવા લાગતા હોય છે જે તેના માટે યોગ્ય ન હોય ને તેની છવીને બગાડવામાં જવાબદાર હોય છે. હવે તમે જ જોઈ લો પહેલા સુનીલ ગ્રોવરની સાથે જગડો, પછી કપિલનો શો બંધ થઇ જવો અને તેના બાદ તેનું ડીપ્રેશનમાં જવું. મહિનાઓ બાદ જેમ-તેમ તે ટીવી પર પરત આવવાની કોશિશ જ કરી રહ્યા હતા કે એક નવો બખેડો શરુ થઇ ગયો.

પોતાના ફેવરીટ સલમાન ખાનના જૈલ જવા પર કપિલ શર્મા એટલી હદ સુધી ગુસ્સે થઇ ગયા કે તેણે પોતાના ટ્વીટર એકાઉન્ટથી સલમાનના વિરુદ્ધ ખોટી ન્યુઝ છાપનારને ખુબ જ ગાળો આપી. સાથે જ જ્યારે કપિલનો ગુસ્સો શાંત ન થયો તો તેણે તે જર્નલીસ્ટને ફોન કરીને ગાળો આપી અને સાથે જ તેની દીકરી માટે પણ અપશબ્દ અને ગાળો કહી હતી. જાણો આખરે શું છે પૂરો મામલો

જાણો પૂરી કહાની:

પહેલું ટ્વીટ:
આ કપિલનું પહેલું ટ્વીટ હતું, જેમાં તેણે સલમાનની સજાથી ગુસ્સાવતા સીસ્ટમ પર પોતાની ભડાસ નીકાળી.

2. જવાબ આવ્યા ગાળો દેવા પર:
તેના બાદ તેણે એક ન્યુઝ વેબસાઇટને ગાળો આપી હતી. સાથે જ તેના પર ફેક ન્યુઝ છાપવા માટેનો આરોપ પણ લગાવ્યો હતો.

3. એડિટરને પડી ગાળો:

તેના બાદ તેણે @Spotboye ના એડિટર-ઇન-ચીફ પર પણ પોતાનો ગુસ્સો નીકાળ્યો હતો.

4. કોણ છે સોર્સ?:

કપિલે પોતાની ચીઢ પોતાના ટ્વીટ પર નીકાળી દીધી.

5. ફૈન્સને લાગ્યો શોક્ડ:

કપિલનાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરવામાં આવેલા આવા વર્તવાથી ન તો માત્ર તેના ફૈન્સ પણ સાથે જ બોલીવુડ અને ટેલીવિજન ઇન્ડસ્ટ્રી પણ શોક્ડમાં છે.

6. લોકોએ કર્યો રીપ્લાઈ:

જ્યારે ટીવી અને મીડીયાના જર્નલીસ્ટે કપિલને શાંત રહેવાની સલાહ આપી, તો તેના પર કપિલે કઈક આવી રીતે જવાબ આપ્યો હતો.

7. કપિલે બતાવ્યું હૈક:

તેના બાદ કપિલે ટ્વીટર પર મૈસેજ કરીને જણાવ્યું જે તેનું એકાઉન્ટ હૈક કરી લેવામાં આવ્યું હતું અને તેણે નહિ પણ આ બધા ટ્વીટસ તેના હૈકર દ્વારા કરવામાં આવેલા છે. તેના બાદ ફૈન્સ પણ વિચારી રહ્યા છે કે કદાચ એવું જ થયું હશે.

8. પણ ફરી એક ઝટકો:

પણ છતાં પણ તે જ એકાઉન્ટ પરથી મૈસેજ આવ્યો કે જે પણ લખ્યું છે તે ખુદ કપિલે લખ્યું છે. તેના ટ્વીટર હેન્ડલે આ દરેક મેસેજીસ ડીલીટ કરી નાખ્યા હતા, પણ કપિલે ફરીથી તે મેસૈજ કરીને જણાવ્યું કે તે મૈસેજીસ તેના જ એટલે કે હૈકરના હતા.

9. SpotboyE  ના એડિટરે કહ્યું..

આ બાબત વિશે કપિલનું કહેવું છે કે SpotboyE ના એડિટરે તેની પાસે 25 લાખ રૂપિયાની માંગ કરી હતી. પણ જ્યારે કપિલે પૈસા આપવા માટેનો ઇનકાર કરી દીધો તો તે કપિલના વિરુદ્ધ કઈ પણ છાપી રહ્યા છે. જ્યારે એડિટરનું કહેવું છે કે કપિલે ફોન કરીને તેને ધમકી પણ આપી હતી. સાથે જ તેની દીરકી માટે પણ અપશબ્દ બોલ્યા હતા.

10. કપિલે દર્જ કરાવી રીપોર્ટ:

કપિલે આ જર્નલીસ્ટના વિરુદ્ધ 25 લાખ રૂપિયાની માંગનો કેસ દર્જ કરાવ્યો છે. હવે જોવાની વાત એ છે કે આ બધી પરેશાનીઓથી કપિલ છુટકારો મેળવી શકશે કે નહી.
લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.