ફરીથી આવી ગઈ છે ઘમૌરીયાની મૌસમ, છુટકારો મેળવવા માટે અપનાવો આ 12 ઘરેલું નુસ્ખાઓ..100% ફાયદો મળશે શેર કરો

0

चुभती जलती घमौरियों का मौसम आया।
સૌથી પહેલા તો એ જાણી લઈએ કે આખરે ઘમૌરીયા કઈ રીતે થાય છે? પસીનાના ગ્રંથીઓ બંધ થઇ જવાને લીધે આપણા શરીર પર નાના-નાના લાલ દાણા નીકળી આવે છે. જેમાં ખુજલી અને જલન થાય છે. સામાન્ય ભાષામાં તેને ઘમૌરી કહેવામાં આવે છે.

હું જ્યારે પણ ઘમૌરીયાનું નામ સાંભળું છું તો, દિમાગમાં ડર્મીકુલનું આ જિંગલ ઓટોપ્લે થાય છે.

चुभती जलती गर्मी, चुभती जलती गर्मी का मौसम आया,

चुभती जलती घमौरियां लाया,

आया मौसम ठन्डे-ठन्डे डर्मी कूल का।

ગરમીએ પોતાનો રોપ જમાવાનું શરુ કરી દીધુ છે. 12 વાગા પછી બહાર નીકળીએ તો જાણે એવું લાગે છે કે જાણે અગ્નિ વરસી રહી હોય. એવામાં ઘમૌરીયા થવું કોઈ નવી વાત નથી. ડર્મીકુલ અને બજારમાં મૌજુદ અન્ય પાઉડર તમને ઘમૌરીયાથી રાહત આપી શકે છે પણ જડથી મિટાવી શકતું નથી. જો તમે ઘમૌરીયાને જડથી ખત્મ કરવા માંગો છો તો તેના માટે આયુર્વેદમાં ઘણા એવા નુસખા બતાવામાં આવેલા છે.

1. હળદર છે ખુબ જ અસરકારક: હળદર સૌથી સારી એન્ટીસેપ્ટિક માનવામાં આવે છે. તે ઘમૌરીયો પર પણ ખુબ જ અસરકારક છે. તેના માટે નિમક, હળદર અને મેથી ને સરખી માત્રામાં લઈને પીસી લો અને ન્હાવાના 5 મિનીટ પહેલા પાણી મિલાવીને તેને સાબુની જેમ પુરા શરીર પર લગાવો અને 5 મિનીટ બાદ સ્નાન કરો.
2. સપ્તાહમાં એકવાર ઉપીયોગ કરવાથી થાશે ફાયદા:સપ્તાહમાં એકવાર આવો લેપ લગાવાથી ઘમૌરીયા, ફૂસીયા અને ત્વચાની દરેક બીમારીઓથી મુક્તિ મળે છે. તેનાથી ત્વચા મુલાયમ અને ચમકદાર પણ બની જાય છે.
3. આઈસ ક્યુબ્સ પણ આપે છે ઘમૌરીયામાં રાહત:આઈસ ક્યુબ્સથી ઘમૌરીયા માં ઘણી એવી રાહત મળે છે. તેને કપડામાં લપેટીને 5 થી 10 મિનીટ સુધી ઘમૌરીયા પર લગાવું જોઈએ.
4. મુલતાની માટી છે ખુબ જ અસરદાર:મુલતાની માટી પણ ઘમૌરીયા માટેની એક અસરદાર દવા છે. ગુલાબજળ અને મુલતાની માટીનો લેપ લગાવાથી ઘમૌરીયા થી થનારી ખુજલી માં ખુબ જ રાહત મળી શકે છે.
5. ઘમૌરીયા પર મલમનું કામ કરે છે ચંદન પાઉડર:ચંદનના લાકડામાં એન્ટી-ઇન્ફલેમેટરી અને થંડક પહોંચનારા ગુણ મળી આવે છે. તેને વધુ અસરદાર બનાવા માટે ચંદન પાઉડર અને ધનિયા પાઉડરને બરાબર માત્રામાં લઈને તેમાં ગુલાબજલ નાખીને લેપ બનાવો. પછી આ લેપને ઘમૌરીયા પર લગાવીને થોડીવાર રાખી ઠંડા પાણીથી ધોઈ લો.
6. ઘમૌરીયા પર જાદુઈ અસર કરે છે એલોવેરા:સ્કીનની વધુ પડતી સમસ્યાઓનો ઈલાજ માટે એલોવેરાનો ઉપીયોગ કરવામાં આવે છે. આ ઘમૌરીયા થી છુટકારો દેવા માટે ખુબ ફાયદેમંદ થાય છે.
7. પસીનાથી બચો:શરીર પર પસીનો જમા થવા ન દો. તેને સાફ કરતા રહો કેમ કે પસીનો ઘમૌરીયા ને નોતરું આપે છે.
8. પહેરો હલ્કા કપડા:પોલીસ્ટર અને નાયલોનની જગ્યાએ કોટનના કપડા પહેરો જે તમને પસીનાથી બચવામાં મદદ કરી શકશે.
9.ધૂપથી બચો:ધૂપથી બહાર નીકળવાના સમયે છત્રી કે ટોપી નો ઉપીયોગ કરો.
10. સનસ્ક્રીન લગાવો:ધૂપમાં નીકળવાના સમયે સનસ્ક્રીન લગાવાનું બિલકુલ પણ ન ભૂલો. ધૂપ ઘમૌરીયાની સાથે-સાથે તમારી ત્વચાને પણ નુકસાન પહોંચાડે છે.
11.ઘરેણાથી બચો:ગરમીના દિવસોમાં ઘરેણા પહેરવાથી બચો, ખાસ કરીને આર્ટીફીશીયલ ઘરેણા ત્વચાને ખુબ નુકસાન પહોંચાડે છે.
12. બોડીને હાઈડ્રેટ: ગરમીઓમાં બોડીને હાઈડ્રેટ રાખવું પણ જરૂરી હોય છે માટે વધુમાં વધુ પાણી પીવાનું રાખો.

લેખન સંકલન:  ગોપી વ્યાસ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.