ફરી એક વાર સાથે જોવા મળશે બોલીવુડ ના કરણ-અર્જુન, આ જગ્યા એ થશે મોટી અને ખાસ મુલાકાત…

0

લાગે છે સલમાન અને શાહરૂખ પોતાની વચ્ચે કોઈ પણ પ્રકાર નો મનભેદ નથી રેહવા દેવા માંગતા. એટલે તો બંને ખાન વારંવાર ઘણા કાર્યક્રમ માં એકસાથે ખુશ જોવા મળે છે. આવી રીતે જ બીજી વાર બંને ખાન એક સાથે સાથે જોવા મળવાના છે.

સુત્રો નાં જણાવ્યા અનુસાર, સલમાન તો હાલમાં ટીવી નો રીયાલીટી શો 10 કા દમ માં વ્યસ્ત છે અને આ શો માં ઘણા ફિલ્મી સીતારાઓ આવી ચુક્યા છે. અને આવામાં શાહરૂખ આ શો માં આવે તેવું જણાઈ રહ્યું છે. અત્યરે તો એવું માનવામાં આવે છે કે કિંગ ખાન શો નાં ફાઈનલ માં જોવા મળશે.

તમને જણાવી દઈએ કે આ પેહલી વાર નથી કે બંને ખાન વચ્ચે લાંબા સમય સુધી વિવાદ પછી પેહલી વાર મળતા હોય. તે પેહલા પણ શાહરૂખ વર્ષ ૨૦૧૫ માં સલમાન નાં શો બીગ બોસ માં મહેમાન બન્યા હતા. તે ઉપરાંત ગયા વર્ષે બીગ બોસ ૧૧ માં પણ શાહરૂખ મેહેમાન રૂપે જોવા મળ્યા હતા. હકીકત માં શાહરૂખ પોતાની ફિલ્મ રઈસ અને દિલવાલે નાં પ્રમોશન માટે ગયા હતા.

ત્યાંજ, સલમાન ખાન ની ફિલ્મ ટ્યુબલાઈટ માં પણ શાહરૂખ એ એક જાદુગર નો કેમિયો પાત્ર ભજવ્યું હતું. હવે દબંગ ખાન ને શાહરૂખ ની આવનારી ફિલ્મ ઝીરો નાં ટીઝર માં દેખાઈ રહ્યો છે. બંને ની ફિલ્મ નાં એક જ ગીત પર સાથે સાથે નાચતા અને મસ્તી કરતા જોવા મળ્યા છે.

Author: GujjuRocks Team
બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!