જન્માષ્ટમીના ઉપવાસના દિવસે બનાવો આ નવીન રેસેપી – ફરાળી ભેળ ઉપવાસ નહિ હોય એ પણ ખાવા માટે લલચાઈ જશે.

ફરાળી ભેળ

મિત્રો શ્રાવણ મહિના માં ઘણાં લોકો ઉપવાસ કરતા હશે. અત્યારે તો જુવાનીયા પણ શ્રાવણ માસ કરે છે. તો એમને નવી વાનગી ખાવાનુ મન થાય એ સ્વાભાવિક છે. તો આજે હું તમને જણાંવા જઇ રહી છુ ફરાળી ભેળ ની રેસિપી.

સામગ્રી

  • સાબુદાણાં – ૨૫૦ ગ્રામ
  • ફરાળી ચેવડો – ૨૫૦ ગ્રામ
  • જીરૂ – જરૂર મુજબ
  • તેલ – જરૂર મુજબ
  • મીઠો લીમડો – વઘાર માટે
  • આદુ મરચા ની પેસ્ટ – જરૂર મુજબ
  • ફરાળી મીઠું – સ્વાદાનુસાર
  • લાલ મરચુ – સ્વાદાનુસાર
  • ફરાળી સેવ – ૨૫૦ ગ્રામ

સૌ પ્રથમ સાબુદાણા ને રાતનાં પલાળી રાખો. ત્યારબાદ તેને બાફી લો.
હવે એક કડાઇ માં થોડુ તેલ ઉમેરો. તેમાં જીરું અને મીઠો લીમડો ઉમેરી સાબુદાણાં વઘારો. તેમાં મીઠું, આદુ મરચા ની પેસ્ટ અને લાલ મરચુ ઉમેરી સાંતળો.

 

હવે તેને ઠંડુ થવા દો. ત્યારબાદ તેને એક બાઉલ માં લઇ તેમાં ફરાળી ચેવડો ઉમેરો. તેમાં ફરાળી સેવ ઉમેરો. ફરાળી સેવ આમતો બજાર માં મળતી જ હોય છે.અને ઘરે પણ લોકો બનાંવતા જ હોય છે.

જો તમને ફળ નાંખીને ભાવે તો એ પણ ઉમેરી શકો.

બધુ મિક્સ કરી તેમાં લીંબુ નો રસ ઉમેરી હલાવી લો. તો તૈયાર છે ફરાળી ભેળ. તમે જરૂર થી બનાંવો.

લેખક – બંસરી શિરીષભાઇ પંડ્યા GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!