ફરાળી બટાકા વડા😋❤ આ શ્રાવણ માસમાં સ્વાદિષ્ટ ફરાળી બટાકા વડા ટ્રાય કરો, જે ખૂબ સરળ છે બનાવવામાં.

0

હેલો ફ્રેન્ડસ,
આ શ્રાવણ માસમાં સ્વાદિષ્ટ ફરાળી બટાકા વડા ટ્રાય કરો, જે ખૂબ સરળ છે બનાવવામાં…લખી લો આની સ્ટેપ બાય સ્ટેપ રેસિપિ..❤

બનાવવા માટેની સામગ્રી :-

  • અડધો કપ રાજગરા નો લોટ
  • અડધો કપ મોરૈયો
  • એક કપ કાચું છીણેલું બટાકુ
  • 3 મોટી સાઇઝ ના બાફેલા બટાકા ( સ્મેશ કરેલા)
  • 2 ચમચી આદું-લીલા મરચાં અને જીરા ની પેસ્ટ
  • 1 કપ સમારેલી લીલી કોથમીર
  • 1 ચમચી લીંબુનો રસ
  • સિંધવ મીઠું સ્વાદ મુજબ
  • 1 ચમચી ખાંડ
  • 1 ચમચી લાલ મરચું પાઉડર

તેલ તળવા માટે

સર્વ કરવા માટે :-
દહીં અથવા લીલી ચટણી

બનાવવાની રીત :-
૧.સૌ પ્રથમ તો એક કઢાઈ લો અને તેમાં રાજગરા નો લોટ નાખો અને તેને શેકી લો..
તેવી જ રીતે મોરૈયા ને પણ શેકી લો.
ત્યાર બાદ મિક્સર જાર માં આ બેવ શેકેલા લોટ ને ક્રશ કરી લો અને સાઇડ પર રાખો.

૨.પછી એક બાઉલ લો. તેમાં સ્મેશ કરેલા બાફેલા બટાકા નાખો. ત્યાર બાદ તેમાં આદું-લીલાં મરચાં અને જીરા ની પેસ્ટ, સિંધવ મીઠું, ખાંડ અને લાલ મરચું પાઉડર નાખો અને મિકસ કરી લો.

૩.ત્યાર બાદ તેમાં લીંબુનો રસ અને સમારેલી કોથમીર નાખો અને મિકસ કરી લો.
( જ્યાં સુધી ખાંડ ના ઓગળે ત્યાં સુધી મિકસ કરતા રહો.)

4.ત્યાર બાદ આ મિશ્રણ માંથી નાના નાના લુંવા કરી દો. એટલે કે એને બટાકા વડા નો આકાર આપી દો.

5.આ બાજુ એક બીજી કઢાઈ લો અને તેમાં તેલ ને ગરમ કરવા મુકો.

6.ત્યાર બાદ એક બાઉલ લો અને તેમાં એક છીણેલું બટાકુ નાંખો અને તેમાં શેકેલો રાજગરા નો લોટ અને મોરૈયો નાંખો અને ત્યારબાદ તેમાં એક ચમચી સિંધવ મીઠું નાખી ને મિકસ કરી દો.

7.ત્યાર બાદ આ મિશ્રણ માં જરુર મુજબ પાણી નાખીને એક ખીરું તૈયાર કરો… ધીમે ધીમે પાણી નાખતા જાઓ અને ખીરું તૈયાર કરતા જાઓ.ધ્યાન રહે કે ખીરું ખૂબ જાડું કે પાતળું ના હોવું જોઈએ.

8.તેલ ગરમ થાય ત્યારે એક ચમચો ગરમ તેલ લઈને તેને ખીરામાં નાખીને સારી રીતે મિક્સ કરી લો.( ખીરા માં ગરમ તેલ નાખવાનો ફાયદો એ છે કે બટાકા વડા સોફ્ટ તૈયાર થશે અને તે વધારે તેલ નહીં પીવે)

9.ત્યાર બાદ જે લુવા તૈયાર કર્યા છે તે લો અને તૈયાર કરેલાં ખીરા માં બોળી ને તેને ગરમ તેલ માં તળો.
આવી જ રીતે બધા બટાકા વડા ને તળી લો.

તમે તેને દહીં કે લીલી ચટણી સાથે સર્વ કરી શકો છો.

તો તૈયાર છે શ્રાવણ સ્પેશિયલ સ્વાદિષ્ટ ફરાળી બટાકા વડા ❤

તો આ સ્વાદિષ્ટ ફરાળી બટાકા વડા બનાવવાનું ભૂલતાં નહીં…
ફેમિલી અને મિત્રો ને જરૂર થી આ ખવડાવજો..અને વાહ વાહી મેળવજો… 👍🏻😍

Recipe By: Suchita Jaiswal GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here