ફક્ત આટલા હજારના ડ્રેસ માટે આ બોલિવૂડ લોકપ્રિય અભિનેત્રી એ કામવાળી સાથે મારપીટ કરી – વાંચો અહેવાલ

0

બૉલીવુડ એક્ટ્રેસ કિમ શર્મા ના વિરુદ્ધ નોન-કોગ્નીજેબલ(ગૈર સંજ્ઞેય) અપરાધનો મામલો દર્જ કરવાની ખબરો ચર્ચામાં છે. કહેવામાં આવે છે કે કિમ પર તેના ઘરે કામ કરનારી એક મહિલાએ પોતાની સાથે માર-પીટનો આરોપ છે. જાણવામાં આવ્યું છે કે કામ કરનારી તે મહિલાની ભૂલ માત્ર એટલીજ હતી કે તે કપડાને ધોતી વખતે સફેદ કપડાને અલગ કરવાનું ભૂલી ગઈ હતી. આ ઘટના મૈં મહિનાની જણાવામાં આવી રહી છે. 

31 વર્ષની ‘એસ્થર ખેસ’ જે કીમના ઘરે 27 એપ્રિલથી કામ પર લાગી હતી, અને તે દિવસે તે કપડાં ધોવાનું કામ કરી રહી હતી.જ્યારે તે લાઈટ અને ડાર્ક કલરના કપડાને અલગ કરવાનું ભૂલી ગઈ હતી. ખેરે કહ્યું કે, ”મેં કપડા ધોઈ નાખ્યા તો મને જાણ થઇ કે બ્લેક બ્લાઉઝનો રંગ સફેદ કલરની ટીશર્ટ પર લાગી ગયો હતો, ત્યારે મને મારી આ ભૂલની જાણ થઇ અને હું તરત જ આ વાત કિમ મેડમને જણાવા માટે તેની પાસે ગઈ”.

કિમ પાર લાગ્યો મારપીટનો આરોપ:આ જોઈને કિમ ગુસ્સે થઇ અને તેના પર હાથ પણ ઉપાડ્યો. સાન્ટાક્રુઝમાં રહેનારી એસ્થરે જણાવ્યું કે, ”તેણે મને ઘરની બહાર ધક્કો મારીને કાઢી મૂકી અને ક્યારેય પાછું ન આવવા માટેની ધમકી આપી. તેણે મને અમુક ભદ્દા શબ્દો પણ કહ્યા હતા”.તેણે આરોપ લગાવ્યો કે તેના અત્યાર સુધીના જે પૈસા બનતા હતા તે પણ કિમે આપવા માટેનો ઇન્કાર કરી દીધો હતો. એસ્થરે કહ્યું કે,”મેં ઘણીવાર મારી સેલેરી લેવાની કોશિશ કરી હતી, જ્યારે તેમણે પૈસા આપવાનો ઇન્કાર કરી નાખ્યો તો 27 જૂન ના રોજ મારે પોલીસમાં ફરિયાદ નોંધાવી પડી”.જો કે તેનો આરોપ છે કે પોલીસે હજી સુધી કોઈ કારવાઈ કરી નથી અને ન તો તેની ફરિયાદનું સ્ટેટ્સ તેને જણાવ્યું છે.

જો કે ખાર પોલીસનું કહેવું છે કે તેના વિરુદ્ધ આ નોન-કોગ્નીજેબલ અપરાધનો મામલો, આઈપીસી ધારા 323, 504 ના ચાલતા દર્જ કરવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે નિયમના આધારે આ ફરિયાસ કાનૂની કારવાઈ માટે કોર્ટ સુધી પણ જઈ શકે છે.

કિમને જ્યારે આ મામલા વિશે પૂછવામાં આવ્યું તો તેણે જણાવ્યું કે તે દરેક મહિનાની 7 તારીખે તેને સેલેરી આપે છે. કિમે કહ્યું કે, ”ખેસને જણાવામાં આવ્યું હતું કે તેની બાકી બચેલી સેલેરી 7 તારીખે આપી દેવામાં આવશે, મેં તેની સાથે કોઈ મારી-પીટ કરી નથી. તેણે મારા 70,000 ના કપડાને ખરાબ કરી નાખ્યા છે, ત્યારે મેં તેને માત્ર ઘરની બહાર જ નીકળી જવા માટે કહ્યું હતું ”.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!