ફક્ત 7 દિવસમાં રૂપાળું થવું છે ? ફેર એન્ડ લવલી ની કાળી હકીકત જે આખી દુનિયાથી છુપાવવામાં આવી – જાણો આર્ટિકલમાં

0

આજ કાલ લોકોને સુંદર દેખાવું ખુબ પસંદ હોય છે. ખાસ કરીને મહિલાઓની બાબતમાં આ ધૂન તો જાણે દરેક સમયે ઘૂમ્યા કરે છે. સુંદરતાને લીધે તો આજના દિવસોમાં કોમ્પીટીશન પણ વધવા લાગ્યું છે. પાર્ટી, ફંકશન વગેરેમાં તો જાણે લોકો એવું વિચારતા હોય છે કે બસ બીજા કરતા વધારે કેવી રીતે સુંદર દેખાવું. આજના જમાના પ્રમાણે લોકોની માન્યતા કાઈક એવી છે કે જે લોકો સુંદર અને ગોરા હોય છે તેજ સારા વ્યક્તિ હોય છે. તો શું કાળા લોકો સારા નથી હોતા? આજના લોકો મન, સ્વભાવ વગેરે જોવાને બદલે તેના રંગ રૂપ ને વધારે માન આપે છે. ખાસ કરીને લગ્નની બાબતમાં તો જાણે કે કહેતા હોય છે કે , બસ અમારે તો રૂપાળી કન્યા કે રૂપાળો વર જોઈએ છે, કોઈ એમ કહે છે કે ભલે તે કાળા કે સાવલા હોય પણ સવ્ભાવ અને મન સારા હોવા જોઈએ.

આજ કાલ લોકો આવી ભાવનાને લીધે ચહેરાને ગોરો બનાવવા માટે અવનવા નુસ્ખા અજમાવતા હોય છે. આજ કાલ માર્કેટમાં ઘણી એવી કોસ્મેટીક્સ ક્રિમ પણ ઉપલબ્ધ છે. આ બધી પ્રેરણા લોકોને ટીવી એડ માંથી પ્રાપ્ત થાય છે. જેમ કે, ‘ફેર એન્ડ લવલી લાગાઈએ ઔર પાઈએ માત્ર એક હફ્તેમે ગોરા નિખાર’. સાથે જ ફેર એન્ડ હેન્ડસમ, ઈમામી, પોન્સ, લોરીઅલ વગેરે જેવી મોંઘી ક્રિમ મહિલાઓ ખરીદે છે. માત્ર મહિલાઓજ નહિ પુરુષોમાં પણ આજ કાલ ગોરા બનવાનો ક્રેઝ વધી ગયો છે.

પણ મુખ્ય વાત એ છે કે જો આ બધી ક્રિમ લગાડવાથી લોકો રૂપાળા બની જતા હોય તો આફ્રિકા દેશના લોકો કેમ આજ સુધી કાળા છે? આ બધી ક્રિમ કંપનીને એક પ્રકારનું પૈસા કમાવાનું માધ્યમજ છે. આપળા દેશના લોકો કાળાપણાને લીધે તેમાં ભોળવાઈ જાય છે અને ક્રીમો ને ખરીદે છે. જરા વિચારો કે,આ બધા થી ચેહરામા તો કાઈ બદલાવ આવતો નથી, પણ કંપની કેટલા કરોડો અબજોમાં આપળા આવા વિચારોને લીધે પૈસા કમાઈ છે.

બીજી વાત એ છે કે આપળા શરીરનો રંગ શરીરની અંદર આવેલા ‘મેલેનીન’ નાં આધારે હોય છે. જેમ મેલેનીનું પ્રમાણ વધુ એમ શરીરનો રંગ કાળો હોય છે. આફ્રિકન દેશોના લોકો માં મેલેનીન નું પ્રમાણ ભારી માત્રામાં હોય છે જેને લીધે તેઓનો રંગ કાળો છે. જ્યારે યુરોપીયન કન્ટ્રીનાં લોકો માં મેલેનીન નું પ્રમાણ એક દમ ઓછુ છે જેને લીધે તેઓનો રંગ ગોરો છે.

હવે વાત કરીએ આપળા ભારત દેશની તો લોકોમાં મેલેનીનનું પ્રમાણ એકદમ પરફેક્ટ માત્રામાં છે જેથી આપળો રંગ સાવલો કે ઘઉં વર્ણો છે જેને કાળો રંગ આપવો એકદમ વ્યર્થ છે.

કુદરતે આ જે રંગીન દુનિયા બનાવી છે તેને કોઈ બદલી ના શકે તો આ ક્રિમ ની શું ઔકાત કે ચહેરાને ગોરો બનાવી દે. આટલી મોંઘી ક્રિમ ખરીદવાને બદલે એક કિલો બદામ લઈને ખાવી વધુ સારી જેને લીધે ચહેરાની ચમક તો વધશેજ સાથે જ તંદુરસ્તીમાં પણ વધારો થાશે.

જાણવામાં આવ્યું છે કે ઘણી એવી યુવતીઓને પોતાના કાળા રંગ ને લીધે ઘણી સમસ્યા તેમજ શરમ નો સામનો કરવો પડતો હોય છે. લોકોએ માત્ર તેનો રંગજ જોયો છે,પણ શું એના મનની ભાવના કે લાગણી જાણવાની કોશિશ કરી છે ક્યારેય? ઘણી વખત આવી યુવતીઓ લગ્ન ના કરી શકવાને લીધે આત્મહત્યા જેવા પગલાં લેતી હોય છે.પહેલાની વાતો તો કઈક જુદીજ હતી પણ આજ કાલ નાં શિક્ષીત લોકો પણ માને છે કે જાણે છે કે ગોરા લોકોજ ટેલેન્ટેડ અને સારા મનના હોય છે. તો શું કાળા લોકો પાસે કોઈ પણ પ્રકારની ભાવના કે ટેલેન્ટ નથી હોતું? તો શું આવા લોકોને બધાની વચ્ચે માન સન્માનથી જીવવાનો કોઈ હક નથી?

જરા વિચારો ભગવાન કૃષ્ણ, રામ, શંકર વગેરે પણ સાવલા હતા, તો પણ આજે બધા એને પૂજે છે, તો આપળે ગોરા બનીને શું કરશું?  લોકોની સાચી પરખતો લોકોનું કામ, સવ્ભાવ અને ગુણ થી થાય છે ,ન કે તેના રંગ રૂપથી. જરા વિચારો કે દેશમાં મોટા ભાગે લોકો સાવલા છે તો જ્યારે તેઓને પોતાનો કાળો ચેહરો એક મજાક બનીને ઉભો રહી જાય છે ત્યારે તેના મન પર કેવી અસર થતી હશે?

જો આવીજ બિનજરૂરી ભાવના લોકોના દિલમાં રહેશે તો દેશ આગળ કઈ રીતે આવશે. જરૂર છે તો માત્ર લોકોને પોતાના વિચાર અને અન્ય પ્રત્યેની ભાવનાને બદલવાની દેશ પોતાની જાતેજ આગળ વધવાનો માર્ગ શોધી લેશે.

અહી રાજીવ દિક્ષિત દ્વારા અપાયેલા આ બાબત ના કથનમાં તમે દરેક વાત ને સહેલાઈથી સમજી શકશો.

લેખન સંકલન : પંકજ રાઠોડ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

મિત્રો આ લેખ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો.. 🙏 અમે હજુ વધારે લેખ લાવી રહ્યા છીએ એટલે તમારા મંતવ્ય અમારા માટે અગત્યનાં છે!! જો તમે પણ કોઈ હદયસ્પર્શી લેખ/વાર્તા લખી હોય અને એ બધા લોકો સુધી પહોંચાડવા માંગતા હોય તો અમને આ ઇમેલ પર મોકલો
theGujjuRocks@gmail.com

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here