અધધધધ ફક્ત બે જ દિવસમાં બજેટ કરતા વધુ કમાઈ ગઈ ‘પદ્માવત’, કરી રેકોર્ડ બ્રેક કમાણી – વાંચો અહેવાલ

0

આજકાલ તમે ન્યુઝપેપર કે ઓનલાઇન ન્યુઝ વાંચશો મોટા ભાગની ન્યુઝ પદમાવતના વિરોધ પ્રદર્શની હશે. આ ફિલ્મ 25 જાન્યુઆરીએ રીલીઝ થયેલી હતી અને ડાયરેક્શન સંજય લીલા ભણશાલીએ કરેલું છે. એટલો વિરોધ છતાંય ફિલ્મે તાબડતોબ કમાણી કરી લીધી છે. કરણી સેનાની ધમકીઓ અને હંગામા વચ્ચે દર્શકોએ દીપિકા-રણવીર-શાહિદની આ ફિલ્મને સમર્થન આપ્યુ. દીપિકા અને રણવીર હાથમાં હાથ નાખીને ફિલ્મનો પ્રીમિઅર શોમાં જોવા માંડ્યા હતા. પત્ની મીરા સાથે શાહિદ પણ જોવા માંડ્યો હતો.

બોક્સ ઑફિસ ઈન્ડિયાની રિપોર્ટ અનુસાર પદ્માવતે બીજા દિવસે 32 કરોડની કમાણી કરી છે. ફિલ્મે પહેલા દિવસે 19 કરોડ રૂપિયા કમાયા હતા જ્યારે 24 જાન્યુઆરીએ યોજાયેલા પેઈડ પ્રિવ્યુમાં ફિલ્મ 5 કરોડ કમાઈ ગઈ હતી. આ રીતે ફિલ્મ અત્યાર સુધી કુલ આશરે 56 કરોડ કમાઈ ચૂકી છે.

પદ્માવતનું બજેટ 200 કરોડ જેટલું છે. તેના ડિજિટલ રાઈટ્સ 25 કરોડમાં વેચાયા છે જ્યારે સેટેલાઈટ રાઈટ્સ 75 કરોડ રૂપિયામાં વેચાયા છે. વિદેશમાં ફિલ્મ રીલીઝ કરવા માટે 50 કરોડ રૂપિયાનો સોદો કર્યો હતો. આ રીતે કુલ કમાણી મળીને ફિલ્મ પોતાના બજેટ કરતા વધારે એટલે કે 206 કરોડ કમાઈ ગઈ છે. મતલબ કે જેટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું એટલા તો ફક્ત 2 જ દિવસમાં કમાઈ લીધા, હવે જે આગળના દિવસોમાં કમાણી થશે એ Pure Profit હશે..

જો કે ફિલ્મ હજુ 4 રાજ્યમાં રિલીઝ થઇ નથી

ફિલ્મ ‘પદ્માવત’ ની આ 10 હકીકતો જે કોઈને નથી ખબર, રણવીરને ખાવી પડી હતી 24 થપ્પડો, જાણો પૂરી બાબત….10 તથ્યો

સંજય લીલા ભંસાલી ‘પદ્માવત’ ફિલ્મને ઘણા વર્ષોથી બનાવાની કોશીસ કરી રહ્યા હતા. ફિલ્મના કીરદારથી લઈને મેકિંગ સુધીની દરેક પહેલુંમાં ખુબ બારીકીથી કામ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મને લઈને ભલે પૂરા દેશમાં કરણી સેનાએ કોહરામ મચાવી નાખ્યો હોય, પણ આ ફિલ્મને બનાવામાં ભંસાલીથી લઈને દરેક કલાકારોએ કડી મહેનત કરેલી છે. આવો તો જાણીએ ‘પદ્માવત’ ફિલ્મ સાથે જોડાયેલી એવી 10 હકીકતો.

1. રણવીરને ખાવી પડી 24 થપ્પડ:

રણવીર સિંહને એક સીન માટે ‘રજા મુરાદ’ ના હાથે થપ્પડ ખાવાની હતી. ફિલ્મના આજ સીનને શૂટ કરવા માટે જ્યારે પહેલી વાર રજા મુરાદે રણવીરને થપ્પડ મારી તો નિર્દેશક સંજય લીલા ભંસાલીને આ શોટ કઈ ખાસ પસંદ માં આવ્યો ન હતો. ભંસાલી આ સીનને પરફેક્ટ રીતે જોવા માંગતા હતા, માટે સીનને વારંવાર રીપીટ કરવામાં આવ્યો છે. આખરે રજા મુરાદનાં હાથે 24 થપ્પડ ખાધા બાદ ભંસાલીએ આ સીનને હા કહ્યું. હાશ…!

2. પહેર્યા 35 કિલોના કોસ્ટયુંમ્સ:

દીપિકા પદુકોણનાં લુકને રીયલ દેખાડવા માટે શાહી પરિધાન બનાવામાં આવ્યા હતા. જાણકારી અનુસાર દીપિકાને લગભગ 35 કીલોના કોસ્ટયુંમ્સ નો ભાર જેલવો પડ્યો હતો. આ ફિલ્મમાં દીપિકાના દુપટ્ટાનો વજન 4 કીલો હતો, સાથે જ તેનો લહેંગા 20 કિલો નો હતો. આટલા વજનદાર કોસ્ટયુંમ્સની સાથે દીપિકાએ આ ફિલ્મને શૂટ કરી હતી. તેની સાથે જ દીપિકાને પોતાના લુક્સ માટે હૈવી મેક-અપ પણ કરવો પડ્યો હતો. ફિલ્મમાં દીપિકાએ લગભગ 11 કિલો વજનના ઘરેણા પહેરેલા છે. તેની સાથે શોટ માટે શૃંગારની સાથે પૂરી રીતે રેડી થવા પર દીપિકાનો વજન 58 કિલોમાંથી સીધો જ 93 કિલો સુધી પહોંચી જતો હતો.

3. નેગેટીવ રોલ માટે રણવીર ને લેવી પડી મનોચિકિત્સકની મદદ:

રણવીર સિંહ તે એક્ટર્સ માના એક છે જેઓ પોતાના કામમાં પૂરી રીતે ડૂબી જતા હોય છે. કોઈ કેરેક્ટરમાં ઉતરવા માટે રણવીર તે જ દર્દ માંથી પસાર થાય છે, જેવા પ્રકારની દર્દની અપેક્ષાઓ તે કેરેક્ટરથી હોય છે. રણવીર ફિલહાલ સંજય લીલા ભંસાલીની ફિલ્મ ‘પદ્માવત’ માં ક્રૂર શાસક ‘અલાઉદીન ખીલજી’ ની ભૂમિકા નિભાવી રહ્યા છે. જાણકારી આધારે રણવીરને આ રોલ માટે ખુબ મહેનત કરવી પડી હતી. આ રોલ માટે તેમણે ખુદને પોતાના અપાર્ટમેન્ટમાં હફ્તાઓ સુધી બંધ રાખ્યો. જેથી તે પોતાનું દિમાગ આ કિરદાર માટે તૈયાર કરી શકે. કિરદારમાં આટલા લાંબા સમય સુધી બની રહેવું મુશ્કેલ હતું, એવામાં તેમના વ્યવહાર માં પણ ખુબ પરિવર્તન આવ્યો હતો. તેમના મિત્રોએ તેમને સલાહ આપી હતી કે આ સમસ્યાથી બહાર આવવા માટે તેને મનોચિકિત્સકની મદદ લેવી જોઈએ. ઘણીવાર રણવીર ડાર્ક મુડમાં રહેતા હતા અને ઈચ્છતો હતો કે તેની આસ-પાસ પણ કોઈ ન જાય. ફિલ્મના દરેક શેડ્યુલ બાદ હોલીડે પર પણ જતા હતા.

4. 6 મહિના જીમમાં પસીનો વહાવ્યા બાદ રણવીર બન્યો ‘ખીલજી’ :

આ ફિલ્મ માટે રણવીર સિંહને જીમમાં 6 મહિનાથી વધુ મહેનત કરી હતી. અલાઉદીન ખીલજી જેવા શક્તિશાળી કિરદારમાં ઢળવા માટે રણવીર સિંહ દિવસમાં બે વાર અને હફ્તામાં 6 દિવસ જીમમાં પસીનો પાળતો હતો. સાથે જ આ સેશનના સમયે તેમણે મીઠી વસ્તુને હાથ પણ નથી લગાવ્યો. પણ હા, તેના જીમ ઇંસટ્રકટર ‘મુસ્તફા’ રણવીરને હફ્તામાં માત્ર એકવાર મીઠું ખાવાની મંજુરી આપતા હતા. આવી રીતે તેમને આ કિરદારને અદા કરવા માટે ભારી લુક મેળવ્યો.

5. શાહિદની સ્પેશીયલ ડાઈટ, 15 દિવસ સુધી ખાંડ-નિમક છોડયું:

‘પદ્માવત’ ફિલ્મમાં શાહિદ ચીતૌડ નાં મહારાજા અને મહારાણી પદ્માવતી નાં પતી ‘મહારાવલ રતન સિંહ’ નાં કિરદારમાં નજરમાં આવી રહ્યા છે. આ ફિલ્મમાં પોતાના રોલને દમદાર બનાવા માટે અભિનેતા શાહિદે જબરજસ્ત ફીજીકલ ટ્રાન્સફોર્મેશન કર્યું છે. તેના માટે તેમણે  વર્કઆઉટ કરવાની સાથે સ્પેશીયલ ડાયેટ પણ ફોલો કરી છે. એક્ટરની ડાયેટમાં 50 ગ્રામ બ્રાઉન રાઈઝ, બાફેલા શાકબાજી શામિલ હતા. 15 દિવસો સુધી તેમણે નિમક કે ખાંડ નો ઉપીયોગ બિલકુલ પણ નથી કર્યો.

6. 200 મજુરોએ 600 દિવસ સુધી કર્યું કામ:

મીડિયા રીપોર્ટસમાં જણાવામાં આવ્યું હતું કે ફિલ્મમાં રાની પદ્માવતીનાં કિરદારને શૂટ કરવા માટે સંજય લીલા ભંસાલીની ફિલ્મમાં શાહી ઘરેણા માટે તનિષ્કના 200 કારીગરોએ 600 દિવસ સુધી કામ કરેલું છે. તેના માટે 400 કિલો સોનાને મોલ્ડ કરવામાં આવ્યું હતું. ઘરેણામાં ઘણા સ્ટોન લગાવવામાં આવ્યા હતા. ‘કુંદન’ અને ‘મીનાકારી’ વર્કના દરેક પીસ માટે 5 કારીગરો હતા. રાજપુતાના કલ્ચર મોર, ઘોડા, હાથી ની થીમ પર બની ઘરેણાઓ પર ફોકસ કરવામાં આવ્યું હતું.

7. 7 કિલોનું કવચ રણવીરે પહેર્યું:

પદ્માવત માં રાજા રતન રાવલ સિંહ બનેલા શાહિદ કપૂર અને અલાઉ દિન ખીલજી બનેલા રણવીર સિંહે જે કવચ પહેર્યું હતું તે સ્પેશીયલ આધાર પર દિલ્લીમાં તૈયાર કરાવામાં આવ્યું હતું. રણવીર સિંહ માટે બનાવાયેલા કવચનો વજન 7 કિલો કરતા પણ વધુ હતો. જ્યારે શાહિદ કપૂરે પહેરેલા કવચનો વજન 4 કિલો હતો. કહેવામાં આવે છે કે દિલ્લીનાં નિવાસી વિપુલ અમર અને હરશીન અરોડા એ આ બંને કલાકારો માટે આ શાનદાર કવચ ડીઝાઈન કર્યા હતા.

8. ઘૂમરમાં દીપિકાએ લગાવ્યા 66 ચક્કર:

ઘૂમર સોંગ રીલીઝ થયા બાદ જ હીટ થઇ ગયું હતું. આ સોંગમાં દીપિકાએ વજનદાર લહેન્ગા પહેરીને 66 ચક્કર લગાવ્યા હતા. દીપિકાને આ ડાંસ અને આ સ્ટેપ્સ ‘જ્યોતિ ડી તોમર’ એ શીખવ્યા હતા.

9. ‘હમ દિલ દે ચુકે સનમ’ ફિલ્મ બાદ ભંસાલી આ ફિલ્મ સલમાન ખાન અને ઐશ્વર્યા રાઈ સાથે બનાવા માંગતા હતા. પણ અમુક દીક્કતો અને સમસ્યાઓનાં ચાલતા તે સમયે આ પ્રોજેક્ટ શરુ થઇ શક્યો ન હતો.

10. તેના પહેલા પણ ભંસાલી ‘ભારત એક ખોજ’ માં પદ્માવત સાથે જોડાયેલા હિસ્સાઓમાં કામ કરી ચુક્યા છે. રીપોર્ટસનાં આધારે ભારત એક ખોજ માં એક કહાની ખીલજી અને પદ્માવતી ની પણ હતી, આ એપિસોડ ભંસાલી એ પણ અસિસ્ટ કર્યો હતો.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!