બ્રિગેડિયર ઉસ્માનના નામથી ડરે છે પાકિસ્તાન, 100 પાકિસ્તાની સૈનિકો મારીને ભારતને પાછું આપાવ્યું હતું કાશ્મીર

0

આજે એક એવું વ્યક્તિત્વ વિશે વાત કરીશું કે જેને આઝાદી પછી થયેલા પહેલા ભારત પાકિસ્તાન યુદ્ધમાં ભારત માટે લડતા લડતા જીવ આપી દીધો હતો. બ્રિગેડિયર મોહમ્મદ ઉસ્માન નામના આ વ્યક્તિત્વ કોઈના પરિચયને આધિન નથી.

નૌશેરા ઘાટીમાં થયેલી લડાઈમાં શહીદ થયેલ બ્રિગેડિયર ઉસ્માન 1948ના આ યુદ્ધમાં શહીદ થયેલા સૌથી મોટા ભારતીય સૈન્યના ઓફિસર હતા. 15 જુલાઈ 1912ના રોજ આઝમગઢ જનપદ (હાલ માઉ) ના બીબીપુર નામના ગામમાં જન્મેલા મોહમ્મદ ઉસ્માનના પિતા એક પોલીસ અધિકારી હતા. તેમના પિતા તેમને સિવિલ સર્વિસમાં જોડાવવા ઇચ્છતા હતા. પરંતુ તેમને સૈન્યમાં જોડાવું હતું.

તેઓ એટલા હિમ્મતવાળા હતા કે 12 વર્ષની ઉંમરમાં તેઓ એક ડૂબતા બાળકને બચાવવા માટે કુવામાં કૂદી પડયા હતા. આવી જ લીડરશીપ કવોલિટીના કારણે તેઓ ખૂબ ઓછા સમયમાં સૈન્યમાં બ્રિગેડિયર બની ગયા હતા. તેમને 1947ના યુદ્ધમાં જે રીતે જમ્મુ અને કાશ્મીરમાં નૌશેરા અને જનગડને બચાવવામાં જે ભાગ ભજવેલો તેને કારણે તેઓ વૉર હીરો બની ગયા હતા.

માત્ર 20 વર્ષની ઉંમરે મોહમ્મદ ઉસ્માન ઇંગ્લેન્ડની રોયલ મિલિટરી એકેડમી (RMA) માં એડમિશન લેવામાં સફળ થયા હતા. વર્ષ 1932માં એકેડમીમાં જવાવાળા 10 વિદ્યાર્થીઓમાંથી તેઓ એક હતા. અને આ ઈંગ્લેન્ડમાં મળતી ટ્રેનિંગ માટે ભારતથી જવાવાળો છેલ્લો બેચ હતો. કારણકે એ જ વર્ષે દેહરાદૂનમાં ઇન્ડિયન મિલિટરી એકેડમી (IMA) શરુ થઇ હતી.

એ સમયે ફરજીયાત હતું કે જે પણ ભારતીય RMA માં ટ્રેનિંગ લઈને આવ્યા છે તેઓએ એક વર્ષ માટે બ્રિટિશ આર્મીમાં સેવા આપવી. ત્યારે એક વર્ષ બ્રિટિશ આર્મીમાં સેવા આપ્યા બાદ મોહમ્મદ ઉસ્માન 23 વર્ષની ઉંમરે જ બલુચ રેજિમેન્ટમાં જોડાયા હતા અને તેઓ વિશ્વ યુદ્ધ સમયે અફઘાનિસ્તાન અને બર્મામાં લડયા હતા. બર્મામાં તેમનું નેતૃત્વ જોઈને તેમને મેજરના પદ પર બઢતી આપવામાં આવી હતી.

દેશની આઝાદી પછી ભાગલા પડયા ત્યારે આર્મી ઓફિસરોને પસંદ કરવાની આઝાદી આપી કે તેઓ ભારતમાં રહે કે પાકિસ્તાન ચાલ્યા જાય, પરંતુ બ્રિગેડિયર ઉસ્માનએ ભારતને પસંદ કર્યું. કહેવાય છે કે પાકિસ્તાની નેતાઓ મોહમ્મદ અલી જિન્નાહ અને લિયાકત અલી ખાનએ તેમને મુસ્લમ હોવાની દુહાઈ આપતા પાકિસ્તાનની સેનામાં જોડાવા કહ્યું. બ્રિગેડિયર ઉસ્માનને એવી લાલચ પણ આપવામાં આવી હતી કે જો તે પાકિસ્તાની સૈન્યમાં જોડાશે તો તેમને જનરલ બનાવી દેવામાં આવશે, પરંતુ ઉસ્માન માન્યા નહિ. તેમને ભારતીય સેનામાં બ્રિગેડિયર જ પસંદ કર્યું. જેને કારણે, તેમની ટ્રાન્સફર બલોચ રેજિમેન્ટથી ડોગરા રેજિમેન્ટમાં કરવામાં આવી હતી.

પાકિસ્તાની ઘુષણખોરોએ 25 ડિસેમ્બર 1947 સુધી જનગડ નામના વિસ્તારને કબ્જે કરીને બેઠા હતા, પરંતુ આ બ્રિગેડિયર ઉસ્માનની બહાદુરી હતી કે માર્ચ 1948માં નૌશેરા અને જનગડ ફરીથી ભારતના કબજામાં આવી ગયા હતા. ઉસ્માને નૌશેરામાં એટલી જબરદસ્ત લડાઈ લડી હતી કે પાકિસ્તાનના 1000 સૈનિક ઘાયલ થયા હતા અને લગભગ આટલા જ સૈનિકો માર્યા ગયા હતા. જયારે ભારતના 33 સૈનિકો શહીદ અને 102 સૈનિકો ઘાયલ થયા હતા. નેતૃત્વની ક્ષમતાના કારણે જ બ્રિગેડિયર ઉસ્માનને “નૌશેરાના શેર” કહેવાતા હતા.

નૌશેરાની ઘટના બાદ પાકિસ્તાની સરકારે બ્રિગેડિયર ઉસ્માનના માથા પર 50000 રૂપિયાની ઇનામ રાખ્યું હતું, જે એ સમયે ખૂબ જ મોટી રકમ હતી. બ્રિગેડિયર ઉસ્માને કસમ ખાધી હતી કે જ્યા સુધી જનગડ ભારતના કબજામાં નહિ આવે ત્યાં સુધી તેઓ જમીન પર ચટાઈ પાથરીને જ ઉંઘશે. આખરે ઉસ્માને જનગડ પર કબ્જો કરી જ લીધો પરંતુ 3 જુલાઈના જનગડ મોરચા પર જ ક્યાંકથી તોપનો ગોળો આવીને પડ્યો અને ઉસ્માન આ ગોળાની ઝપેટમાં આવી ગયા. આ રીતે નૌશેરાના શેરે આ દુનિયાથી વિદાઈ લીધી. તેમના મૃત્યુ સમયે છેલ્લા શબ્દો હતા, હું મરી રહ્યો છું પણ જે પ્રદેશ માટે આપણે લડી રહયા છીએ તેને હાથમાંથી ન જવા દેતા.

બ્રિગેડિયર ઉસ્માનના અંતિમ સંસ્કારમાં પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ, અને તેમની કેબિનેટ સામેલ થઇ હતી. આજ સુધી આ સન્માન કોઈ પણ ભારતીય સૈનિકને નથી મળ્યું. બ્રિગેડિયર ઉસ્માન આજે પણ જંગ દરમ્યાન શહીદ થયેલા સૌથી ઊંચા રેન્કના સૈનિક ઓફિસર છે. તેમને મરણોપરાંત મહાવીર ચક્રથી નવાજવામાં આવ્યા છે.

બ્રિગેડિયર ઉસ્માનના નામ પર જનગડમાં એ જ પથ્થર પર સ્મારક બનાવવામાં આવ્યું છે જ્યા તેઓ પર બૉમ્બ પડ્યો હતો, જેનાથી તેમનો જીવ ગયો. આવા બહાદુર સૈનિક જેને પોતાનું માતૃભૂમિ માટે જીવ આપ્યો, તેમને અમારા સલામ. તેઓ આવતી ઘણી પેઢીઓ માટે પ્રેરણા બની રહેશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here